Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૬૮
પંચસંગ્રહ-૨
નિર્માણ, તીર્થંકર અને આહારકદ્ધિક રૂપ એકત્રીસ પ્રકૃતિઓનો બંધ કરતો અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તમાન સંયમ આત્મા તે એકત્રીસમાં, પ્રથમસત્તાચતુષ્ક—એકસો ત્રણ, એકસો બે, છત્તું અને પંચાણું એ ચાર સંક્રમસ્થાનો સંક્રમાવે છે. તેમાં તીર્થંકરનામકર્મ અને આહારકદ્વિકની બંધાવલિકા વીત્યા બાદ એકસો ત્રણ સંક્રમાવે છે. જેને તીર્થંકરનામકર્મની બંધાવલિકા ન વીતી હોય પરંતુ આહારકસપ્તકની બંધાવલિકા વીતી હોય તે એકસો બે એકત્રીસમાં સંક્રમાવે છે. તીર્થંકરનામકર્મની બંધાવલિકા વીતી હોય પરંતુ આહારક સપ્તકની ન વીતી હોય તે છનું સંક્રમાવે છે. અને તીર્થંકરનામ અને આહારકસપ્તક એ બંનેની બંધાવલિકા જેઓને ન વીતી હોય તેઓ પંચાણું પ્રકૃતિઓ, બંધાતી એકત્રીસમાં સંક્રમાવે છે.
અવસત્તાત્રિક સાથે પ્રથમ સત્તા ચતુષ્ક ઓગણત્રીસ અને ત્રીસમાં સંક્રમાવે છે. તાત્પર્ય એ કે ઓગણત્રીસ અને ત્રીસના પતદ્રુહમાં એકસો ત્રણ, એકસો બે, છત્તું, પંચાણું, ત્રાણું, ચોરાશી અને બ્યાશી એ સાત સાત સંક્રમસ્થાનકો સંક્રમાવે છે.
તેમાં તૈજસ, કાર્પણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, પંચેન્દ્રિયજાતિ. ઔદારિકદ્ધિક, સમચતુરસ્રસંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, મનુષ્યદ્વિક, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીર્તિઅપયશકીર્તિમાંથી એક, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયોગતિ અને તીર્થંકરનામરૂપ મનુષ્યગતિયોગ્ય ત્રીસ કર્મપ્રકૃતિઓનો બંધ કરતાં, એકસો ત્રણની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ દેવને બંધાતી તે ત્રીસમાં એકસો ત્રણ પ્રકૃતિઓ સંક્રમે છે.
દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, સમચતુરસ્રસંસ્થાન, વૈક્રિયઅંગોપાંગ, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીર્ત્તિ, તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, અને આહારકદ્ધિકરૂપ દેવગતિ યોગ્ય ત્રીસ કર્મપ્રકૃતિઓનો બંધ કરતા, એકસો બે પ્રકૃતિઓની સત્તાવાળા અપ્રમત્તસંયત અથવા અપૂર્વકરણ ગુણસ્થાકવર્તી આત્માને બંધાતી તે ત્રીસમાં એકસો બે પ્રકૃતિઓ સંક્રમે છે.
અથવા તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ ચતુષ્ક, તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયાદિ જાતિમાંથી કોઈ પણ જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ અશુભમાંથી એક, દુર્લગ, દુઃસ્વર, અનાદેય, યશઃકીર્તિ-અપયશઃકીર્તિમાંથી એક, ઔદારિકદ્ધિક, કોઈપણ એક સંસ્થાન, કોઈ પણ એક સંઘયણ, અપ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત,
૧. તીર્થંકરનામકર્મનો નિકાચિત બંધ થયા પછી પ્રતિસમય ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં તીર્થંકરનામકર્મ અવશ્ય બંધાયા કરે છે. એ પ્રમાણે આહારકગ્નિક બંધાયા પછી સાતમાંથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં આહારકદ્વિક પણ પ્રતિસમય બંધાયા કરે છે.
૨. અહીં બેઇન્દ્રિયાદિકમાં બતાવેલ આદિ શબ્દથી સંશી પંચેન્દ્રિય તિર્યંચ સિવાયના તિર્યંચ જીવપ્રાયોગ્ય જ ૩૦ પ્રકૃતિ બતાવેલ હોય તો સંઘયણ અને સંસ્થાન છમાંથી ગમે તે ન લેતાં છેવઢું સંઘયણ અને કુંડકસંસ્થાન લેવું જોઈએ અને જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ પણ બતાવેલ હોય તો છ સંઘયણ અને છ સંસ્થાનની જેમ ત્યાં ઘટતી પ્રતિપક્ષ બધી જ પ્રકૃતિઓનું ગ્રહણ હોવું જોઈએ માટે તે વિચારણીય છે.