Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૬૬
પંચસંગ્રહ-૨
નામકર્મનાં પતઘ્રહસ્થાનો છે.” ૨૯.
હવે કઈ પ્રકૃતિઓ કોની અંદર સંક્રમે છે તેનું નિરૂપણ કરે છે–
पढमचउक्नं तित्थगरवज्जितं अधुवसंततियजुत्तं । तिगपणछव्वीसेसुं संकमइ पडिग्गहेसु तिसु ॥३०॥
प्रथमचतुष्कं तीर्थकरवर्जितमधुवसत्तात्रिकयुक्तम् ।
त्रिकपञ्चषड्विंशतिषु संक्रामति प्रतिग्रहेषु त्रिषु ॥३०॥ અર્થ તીર્થકર નામકર્મની સત્તાવાળાં સત્તાસ્થાનકો વર્જીને શેષ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક અને અધ્રુવ સત્તાત્રિક એમ પાંચ સત્તાસ્થાનો ત્રેવીસ, પચીસ અને છવ્વીસરૂપ ત્રણ પતધ્રહોમાં સંક્રમે છે.
ટીકાનુ–પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક ૧૦૩, ૧૦૨, ૯૬ અને ૯૫ માંથી તીર્થકર. નામકર્મની જેની અંદર સત્તા છે એવા ૧૦૩ અને ૯૬ એ બે સત્તાસ્થાનકો વર્જીએ અને તેમાં અવ સત્તાવાળાં ૯૩, ૮૪ અને ૮૨ એ ત્રણ સત્તાસ્થાનકો ઉમેરીએ એટલે ૧૦૨, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એ પાંચ સ્થાનો બંધાતી ત્રેવીસ, પચીસ, અને છવ્વીસ પ્રકૃતિરૂપ ત્રણ પતધ્રહમાં સંક્રમે છે. તાત્પર્ય એ કે, ત્રેવીસ આદિ ત્રણ પતઘ્રહમાં એકસો બે, પંચાણું, ત્રાણું, ચોરાશી અને વ્યાશી એ પાંચ પાંચ સંક્રમસ્થાનકો સંક્રમે છે. તે આ પ્રમાણ છે
વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તૈજસ, કાર્મણ, ઔદારિક શરીર, હુંડક સંસ્થાન, એકેન્દ્રિયજાતિ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બાદર-સૂક્ષ્મ બેમાંથી એક, સ્થાવર, અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણમાંથી એક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિરૂપ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ત્રેવીસ પ્રકૃતિનો બધ કરતા, અને એકસો બે આદિ ઉપરોક્ત પાંચ પ્રકૃતિસ્થાનોની સત્તાવાળા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો અનુક્રમે તે ત્રેવીસ પ્રકૃતિમાં ૧૦૨, ૫, ૭, ૮૪ અને ૮૨ એ પાંચ સંક્રમસ્થાનો સંક્રમાવે છે.
તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ ચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, હુડકસંસ્થાન, ઔદારિકશરીર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, સ્થાવર, બાદર-સૂક્ષ્મમાંથી એક, પર્યાપ્તનામ, પ્રત્યેક-સાધારણમાંથી એક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, અનાદેય, યશ-અપયશમાંથી એક, પરાઘાત અને ઉચ્છવાસરૂપ એકેન્દ્રિયયોગ્ય પચીસ પ્રકૃતિનો બંધ કરતા અને એકસો બે પ્રકૃતિ આદિ પાંચમાંથી કોઈપણ પ્રકૃતિસ્થાનની સત્તાવાળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આદિ આત્માઓ તે પચીસમાં એકસો
૧. અહીં મનુષ્ય નહિ ગ્રહણ કરવાનું કારણ તેને બધાં સત્તાસ્થાનકો નથી હોતાં તે છે. મનુષ્યોને મનુષ્યદ્ધિક વ્યાશીનું સત્તાસ્થાન હોતું નથી, તે સિવાયનાં ચાર સત્તાસ્થાનકો હોય છે. તે ચાર સત્તાસ્થાનો ત્રેવીસ, પચીસ, અને છવ્વીસ એ ત્રણ પતઘ્રહમાં સંક્રમી શકે છે. મનુષ્યો પણ ત્રેવીસાદિ ત્રણે બંધસ્થાનો બાંધી શકે છે. એટલે તે જયારે બંધાય ત્યારે ઉપરોક્ત એકસો બે આદિ પ્રકૃતિસ્થાનોમાંનું જે સત્તામાં હોય તે સંક્રમી શકે છે.