Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
પછી સમયોન બે આવલિકા કાળે સંજ્વલન માયાનો પણ ક્ષય થાય છે. ત્યારપછી કોઈ પ્રકૃતિ કોઈ પ્રકૃતિમાં સંક્રમતી નથી.
૨૪૫
આ પતદ્ગહોમાં એકવીસનો પતદ્ગહ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તેમાં મિથ્યાદષ્ટિને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયની ઉદ્દલના થયા બાદ છવ્વીસ પ્રકૃતિની સત્તાવાળાને એકવીસના પતઙ્ગહની શરૂઆત થાય માટે સાદ, છવ્વીસની સત્તાવાળા અનાદિ મિષ્યાર્દષ્ટિ આશ્રયી અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવ છે. શેષ સઘળા પતષ્રહો નિયતકાળ પર્યંત પ્રવર્તતા હોવાથી સાદિ સાંત છે.
ઉપર જે સવિસ્તર અર્થ કહ્યો તે જ અર્થને સૂત્રકાર સંક્ષેપમાં બતાવે છે— पन्नरससोलसत्तरअडचउवीसा य संकमे नत्थि । अठ्ठदुवालससोलसवीसा य पडिग्गहे नत्थि ॥ १२ ॥
पञ्चदशषोडशसप्तदशअष्टचतुर्विंशतयश्च संक्रमे न सन्ति । अष्टद्वादशषोडशविंशतयश्च पतद्ग्रहे न सन्ति ॥१२॥
અર્થ—પંદર, સોળ, સત્તર, આઠ અને ચાર અધિક વીસ એમ પાંચ સ્થાનો સંક્રમમાં હોતાં નથી. તથા આઠ, બાર, સોળ અને વીસ એ ચાર સ્થાનો પતદ્ગહમાં હોતાં નથી.
ટીકાનુ—મોહનીયકર્મના પંદર, સોળ, સત્તર, અઠ્ઠાવીસ અને ચોવીસ એ પાંચ પ્રકૃતિસ્થાનો સંક્રમના વિષયભૂત હોતાં નથી, શેષ ત્રેવીસ સંક્રમસ્થાનો સંક્રમના વિષયભૂત હોય છે. તેનો સવિસ્તર વિચાર પૂર્વની ગાથામાં કરી આપ્યો છે.
આઠ, બાર, સોળ અને વીસ એ ચાર પ્રકૃતિસ્થાનો પતદ્ગહના વિષયભૂત નથી. ગાથામાં ‘વીસા' એ પદ પછી મૂકેલ ‘~' શબ્દ અનુક્ત અર્થનો સમુચ્ચાયક હોવાથી ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્તાવીસ અને અઠ્ઠાવીસ એ છ સ્થાનો પણ પતઙ્ગહના વિષયભૂત હોતાં નથી, શેષ અઢાર પતદ્મહ સ્થાનો હોય છે. તેનો પણ પૂર્વની ગાથામાં વિચાર કર્યો છે. ૧૨.
હવે સર્વ સંક્રમસ્થાનો અને પતદ્ગહ સ્થાનોની સાઘાદિ ભંગની પ્રરૂપણા કરે છે— संकमण पडिग्गहया पढमतइज्जट्ठमाणचउभेया । इगवीसो पडिग्गहगो पणुवीसो संकमो मोहे ॥१३॥
संक्रमणपतद्ग्रहता प्रथमतृतीयाष्टमानां चतुर्भेदा ।
एकविंशतिः पतद्ग्रहः पञ्चविंशतिः संक्रमो मोहे ॥१३॥
અર્થ—પહેલા, ત્રીજા અને આઠમા કર્મનો સંક્રમ અને પતદ્ગહ ચાર પ્રકારે છે અને મોહનીય કર્મનો એકવીસ પ્રકૃતિરૂપ પતદ્રુહ અને પચીસ પ્રકૃતિરૂપ સંક્રમ ચાર પ્રકારે છે. ટીકાનુ—પહેલું જ્ઞાનાવરણીય, ત્રીજું વેદનીય, અને આઠમું અંતરાય—એ ત્રણ કર્મનો સંક્રમ અને તેઓનું પતઙ્ગહપણું સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ