Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૪૭
પ્રતિપાદન કરવા ઈચ્છતા કહે છે
नवछक्कचउक्केसुं नवगं संकमइ उवसमगयाणं । खवगाण चउसु छक्कं दुइएमोहं अओ वोच्छं ॥१५॥ नवकषट्कचतुष्केषु नवकं संक्रामति उपशमगतानाम् ।
क्षपकाणां चतुष्के षट्कं द्वितीये मोहमतः वक्ष्ये ॥१५॥ અર્થ–બીજા દર્શનાવરણીય કર્મના નવ, છ અને ચાર એ ત્રણ પતઘ્રહમાં ઉપશમ શ્રેણિને પ્રાપ્ત થયેલા આત્માઓને નવ સંક્રમે છે. ક્ષપકશ્રેણિગત આત્માઓને ચારમાં છ સંક્રમે છે. હવે પછી મોહનીય સંબંધે કહીશ.
ટીકાનુ–બીજા દર્શનાવરણીય કર્મની અંદર નવ, છ અને ચાર એ ત્રણ પતંગ્રહમાં નવ પ્રકૃતિઓ સંક્રમે છે. તેમાં પહેલા બે ગુણસ્થાનક પર્યત નવમાં નવ સંક્રમે છે. ત્રીજા ગુણસ્થાનકથી આરંભી આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ પર્યત થીણદ્વિત્રિક નહિ બંધાતું હોવાથી શેષ છના પતંગ્રહમાં નવ સંક્રમે છે.
આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનકના ચરમસમય પર્યત ઉપશમશ્રેણિને પ્રાપ્ત થયેલા આત્માઓને બંધાતી દર્શનાવરણીયની ચાર પ્રકૃતિમાં નવ સંક્રમે છે. ચારમાં નવનો સંક્રમ ઉપશમશ્રેણિમાં જ થાય છે, ક્ષપકશ્રેણિગત આત્માઓ જ નવમા ગુણસ્થાનકે ક્ષીણદ્વિત્રિકનો ક્ષય થયા પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમય પર્યત બંધાતી ચાર પ્રકૃતિમાં છ પ્રકૃતિઓ સંક્રમાવે છે. અન્ય કોઈ સંક્રમાવતા નથી ત્યારપછી બંધનો અભાવ હોવાથી સંક્રમ કે પતદ્ગહ હોતો નથી.
હવે પછી સંક્રમ અને પદ્મહસ્થાનોને આશ્રયી મોહનીયકર્મ સંબંધે કહીશ. ૧૫. અહીં પહેલાં સંક્રમસ્થાનોને શોધવાનો ઉપાય કહે છે –
लोभस्स असंकमणा उव्वलणा खवणओ छसत्तण्हं । उवसंताण वि दिट्ठीण संकमा नेया ॥१६॥
लोभस्यासंक्रमणादुद्वलनातः क्षपणातः षट्सप्तानाम् ।
उपशान्तानामपि दृष्टीनां संक्रमात् संक्रमा ज्ञेयाः ॥१६॥ અર્થ–લોભના સંક્રમનો અભાવ, સમ્યક્ત, મિશ્રમોહનીય અને અનંતાનુબંધિની ઉલના, સાત નોકષાયોની ક્ષપણા, ઉપશાંત થવા છતાં પણ દષ્ટિઓનો સંક્રમ–આ સર્વનો વિચાર કરી સંક્રમસ્થાનો ક્યાં ક્યાં હોય છે તે સમજવું.
ટીકાન–અહીં જે બાબતો નીચે કહે છે તે બાબતોને લક્ષ્યમાં રાખી ક્યાં ક્યાં સંક્રમસ્થાનો હોય છે તે સમજી લેવું. જેમકે, નવમા ગુણસ્થાનકે અંતરકરણ કર્યા પછી સંજવલન - લોભનો સંક્રમ થતો નથી એટલે ત્યારપછી શરૂઆતમાં બાવીસ, વીસ કે બારનું સંક્રમસ્થાન હોય છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું. તથા સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને