Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૫૭
દેશવિરતિને અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો બંધ નહિ થતો હોવાથી ઉપરોક્ત ઓગણીસમાંથી તેને દૂર કરતાં શેષ પંદર પ્રકૃતિઓ શરૂઆતમાં પતધ્રહપણે હોય છે. તેમાંથી ઉપરોક્ત ક્રમે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ક્ષય થાય એટલે ચૌદ અને તેર પ્રવૃતિઓ પતઘ્રહમાં હોય છે.
સર્વવિરતને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક નહિ બંધાતું હોવાથી તેના સિવાય શેષ અગિયાર પ્રકૃતિઓ શરૂઆતમાં પતદૂગ્રહમાં હોય છે. તેમાંથી ક્ષાયિક સમ્યક્ત ઉપાર્જન કરતાં અનુક્રમે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી દશ અને નવ પ્રકૃતિઓ પતંગ્રહમાં હોય છે.
સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે એ છ પતઘ્રહો ઔપથમિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં હોય છે. પાંચ, ચાર, ત્રણ, બે અને એક એ પાંચ પતઘ્રહો ક્ષાયિક સમ્યવીને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં હોય છે. જો કે અહીં ગાથામાં સાત આદિ છે અને પાંચ આદિ પાંચ પતગ્રહો ઉભયશ્રેણિમાં હોય છે એમ સામાન્યથી કહ્યું છે છતાં શ્રેણિગત પૂર્વે કહેલા સંક્રમ અને પતગ્રહસ્થાનોનો વિચાર કરતાં તેમજ મૂળ ટીકામાં કહેલ તાત્પર્યનો વિચાર કરતાં સાત આદિ છ પતગ્રહસ્થાનો ઉપશમસમ્યક્વીને ઉપશમશ્રેણિમાં અને પાંચ આદિ પાંચ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં તેમજ ક્ષપકશ્રેણિમાં હોય છે માટે અમે એ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. માત્ર સાત આદિક ઉપશમશ્રેણિમાં અને પાંચ આદિ પાંચ ક્ષપકશ્રેણિમાં હોય એવો ક્રમ લેવાનો નથી. આ પ્રમાણે વિસ્તારપૂર્વક મોહનીય કર્મ સંબંધે કહ્યું.
પંચ૨-૩૩