Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૫૧
. ટીકાનુ–ત્રણ આદિ ત્રણ એટલે ત્રણ, ચાર, અને પાંચ તથા સાત, આઠ, નવ અને અગિયાર એ સાત સંક્રમસ્થાનો ત્રણના પતઘ્રહમાં સંક્રમે છે.
તેમાં ક્ષપકશ્રેણિમાં પુરુષવેદનો ક્ષય થયા પછી ત્રણ પ્રકૃતિઓ ત્રણમાં સંક્રમે છે. તથા ઉપશમ સમ્યવીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન-માન ઉપશમ્યા પછી સાત, અપ્રત્યાખ્યાનપ્રત્યાખ્યાનાવરણીય માયા ઉપશમે એટલે પાંચ અને સંજવલન માયા ઉપશમે એટલે ચાર પ્રકૃતિઓ ત્રણમાં સંક્રમે છે. આઠ, નવ અને અગિયાર એ ત્રણ સંક્રમસ્થાનો ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં હોય છે. તેમાં પુરુષવેદ ઉપશમ્યા પછી અગિયાર પ્રકૃતિઓ, અપ્રત્યાખ્યાનપ્રત્યાખ્યાન ક્રોધ ઉપશમ્યા પછી નવ, અને સંજ્વલન ક્રોધ ઉપશમ્યા પછી આઠ પ્રકૃતિઓ ત્રણમાં સંક્રમે છે.
બેના પતગ્રહમાં છે, આઠ, બે અને પાંચ રૂપ ચાર સંક્રમસ્થાનો સંક્રમે છે. તેમાં છે, આઠ અને પાંચ એ સંક્રમસ્થાનો ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં હોય છે. તેમાં સંજ્વલન ક્રોધ ઉપશમ્યા પછી માન પતàહ તરીકે દૂર થાય એટલે આઠ બેમાં સંક્રમે છે. તેમાંથી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન માન ઉપશમે એટલે છ અને સંજવલન માન ઉપશમે એટલે પાંચ પ્રકૃતિઓ બેમાં સંક્રમે છે. તથા ક્ષપકશ્રેણિમાં ક્રોધનો ક્ષય થયા પછી માન અને માયા એ બે પ્રકૃતિઓ માયા અને લોભ એ બેમાં અને ઉપશમશ્રેણિમાં સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય એ બેમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ સંક્રમે છે.
એક પ્રકૃતિરૂપ પતઘ્રહમાં એક, બે, ત્રણ અને પાંચ પ્રકૃતિઓ સંક્રમે છે. તેમાં સંજ્વલન માન ઉપશમ્યા પછી માયા પતઘ્રહમાંથી દૂર થાય એટલે એક લોભમાં પાંચ પ્રકૃતિઓ ક્ષાયિક સમન્વીને ઉપશમશ્રેણિમાં સંક્રમે છે. તેને જ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માયા ઉપશમ્યા પછી ત્રણ, અને સંજવલન માયા ઉપશમ્યા પછી બે લોભરૂપ બે પ્રકૃતિઓ સંજવલન લોભમાં સંક્રમે છે. તથા ક્ષપકશ્રેણિમાં માનનો ક્ષય થયા પછી એક સંજવલન માયાનો લોભમાં સંક્રમ થાય છે. ૨૦
હવે મિથ્યાદષ્ટિ આદિમાં અને ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમ્યશ્રેણિમાં પતદ્મહસ્થાનોમાં સંક્રમસ્થાનોનો વિચાર કરવા ઇચ્છતા કહે છે–
पणवीसो संसारिसु इगवीसे सत्तरे य संकमइ । तेरस चउदस छक्के वीसा छक्के य सत्ते य ॥२१॥ पञ्चविंशतिः संसारिषु एकविंशतौ सप्तदशके च संक्रामति ।
त्रयोदश चतुर्दश षट्के विंशतिः षट्के च सप्तके च ॥२१॥
અર્થ–સંસારી આત્માઓને એકવીસ અને સત્તરમાં, પચીસ પ્રવૃતિઓ સંક્રમે છે. તેર અને ચૌદ છમાં તથા વીસ, છ અને સાતમાં સંક્રમે છે.
ટીકાનુ–મિથ્યાષ્ટિ, સાસ્વાદન, અને સમશ્મિથ્યાષ્ટિરૂપ સંસારી જીવોને એકવીસ અને સત્તરના પતંગ્રહમાં પચીસ પ્રવૃતિઓ સંક્રમે છે. તેમાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે એકવીસમાં અને સમ્યમ્મિગ્લાદષ્ટિ ગુણસ્થાનકે સત્તરમાં પચીસ પ્રવૃતિઓ સંક્રમે છે.