Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૫૩
પંદર અને અગિયારના પતધ્રહમાં ત્રેવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. અને નવમે ગુણઠાણે અંતરકરણની શરૂઆત કરતા પહેલા સાતના પતંગ્રૂહમાં ત્રેવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. ૨૩
अट्ठारसचोद्ददससत्तगेसु बावीस खीणमिच्छाणं । सत्तरसतेरनवसत्तगेसु इगवीसं संकमइ ॥२४॥ अष्टादशचतुर्दशसप्तकेषु द्वाविंशतिः क्षीणमिथ्यात्वानाम् ।
सप्तदशत्रयोदशनवसप्तकेषु एकोनविंशतिः संक्रामति ॥२४॥ અર્થ–જેણે મિથ્યાત્વમોહનીયનો ક્ષય કર્યો છે એવા અવિરતાદિને અઢાર, ચૌદ અને દશના પતäહમાં અને ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યક્તીને સાતના પતધ્રહમાં બાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. તેથી તે જ ક્ષીણ સપ્તક અવિરતાદિને સત્તર, તેર અને નવના પતઘ્રહમાં અને ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યક્તીને સાતના પતઘ્રહમાં ઓગણીસ સંક્રમે છે.
ટીકાનુ–સાયિક સમ્યક્ત ઉપાર્જન કરતા જેઓએ મિથ્યાત્વમોહનો ક્ષય કર્યો છે એવા અવિરતિ, દેશવિરત અને સંયત આત્માઓને અઢાર, ચૌદ અને દેશના પતંગ્રહમાં બાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. તેમાં જેણે મિથ્યાત્વ મોહનો ક્ષય કર્યો છે તેવા અવિરતિ સમ્યગ્દષ્ટિને અઢારમાં, દેશવિરતને ચૌદમાં અને સર્વવિરતને દશમાં બાવીસ પ્રવૃતિઓ સંક્રમે છે. ગાથામાં ગ્રહણ કરેલ બહુવચન ઇષ્ટ અર્થની વ્યાપ્તિ માટે હોવાથી ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમ શ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સાતના પતઘ્રહમાં બાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે.
તે જ ક્ષાયિક સમ્યવી અવિરતાદિને સત્તર, તેર અને નવના પતધ્રહમાં એકવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. તેમાં ચોથે ગુણઠાણે સત્તર પાંચમે તેર અને છ-સાતમે નવના પતધ્રહમાં એકવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. અને ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં નપુંસકવેદનો ઉપશમ થયા પછી એકવીસ પ્રકૃતિઓ સાતના પતધ્રહમાં સંક્રમે છે. ૨૪
અહીં પહેલા ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિના પતઘ્રહોમાં સંક્રમસ્થાનો કહ્યાં. હવે કેવળ ક્ષપકશ્રેણિના પતઘ્રહોમાં સંક્રમને પ્રતિપાદન કરવા ઇચ્છતા કહે છે–
दसगाइचउक्कं एक्कवीस खवगस्स संकमहि पंचे । दस चत्तारि चउक्के तिसु तिन्नि दु दोसु एक्वेक्कं ॥२५॥ दशकादिचतुष्कमेकविंशतिः क्षपकस्य संक्रामति पञ्चके ।
दश चतस्रः चतुष्के तिसृषु तिस्रः द्वे द्वयोरेकस्यामेका ॥२५॥
અર્થ–પકને દશ આદિ ચાર અને એકવીસ પ્રકૃતિઓ પાંચમાં, દશ અને ચાર ચારમાં, ત્રણમાં ત્રણ, બેમાં અને એકમાં એક પ્રકૃતિ સંક્રમે છે.
૧. એ જ પ્રમાણે મિશ્ર મોહનીયનો ક્ષય થયા પછી બાવીસની સત્તાવાળા અવિરતાદિ - ક્ષાયોપથમિક સમ્યક્વીને પણ એ જ ત્રણ પતગ્રહોમાં એકવીસ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. પરંતુ તે ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં જ હોય છે. માટે તેની અવિવિક્ષા કરી હોય તેમ લાગે છે.