Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૪૯
. અર્થ-ક્ષપક પોતાનાં બંધસ્થાનકો જ પતગ્રહો હોય છે. તે જ પતગ્રહો ઉપશમશ્રેણિમાં સમ્યક્ત અને મિશ્રમોહનીય યુક્ત હોય છે. મિથ્યાત્વના ક્ષેપકને સમ્યક્ત યુક્ત પતઘ્રહ હોય છે. એ રીતે અઢાર પદ્મહસ્થાનો હોય છે.
ટીકાનુ–જેણે અનંતાનુબંધિ આદિ સાત પ્રકૃતિનો ક્ષય કર્યો છે તેને અને ચારિત્રમોહના ક્ષપકને પોતાનાં જે બંધસ્થાનકો છે, એટલે કે તેઓ મોહનીયકર્મની જેટલી પ્રકૃતિઓ બાંધે છે તે જ પતઘ્રહો હોય છે. જેમકે, ક્ષાયિક સમ્યક્તી અવિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિ આત્માઓને અનુક્રમે સત્તર, તેર અને નવ એમ ત્રણ પતઘ્રહો હોય છે. ચારિત્રમોહનીયના ક્ષપકને પાંચ ચાર, ત્રણ, બે અને પ્રકૃતિના બંધરૂપ પાંચ પડ્યો હોય છે.
ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યગ્દષ્ટિને ક્ષપક સંબંધી જે પાંચ આદિ પતધ્રહો છે તે જ સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય યુક્ત લેવાના છે. એટલે તેઓને સાત, છ, પાંચ, ચાર અને ત્રણ એમ પાંચ પતગ્રહો હોય છે. તથા ક્ષાયિક સમ્યત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી જયાં સુધી મિશ્રમોહનીયનો ક્ષય ન થાય ત્યાં સુધી પૂર્વે ક્ષાયકિ સમ્યક્તી-અવિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિને સત્તર, તેર અને નવરૂપ જે પતધ્રહો કહ્યા છે તેમાં સમ્યક્ત મોહનીય મેળવતા અઢાર, ચૌદ અને દશ એમ ત્રણ પતગ્રહો હોય છે. અને જ્યાં સુધી મિથ્યાત્વમોહનીયનો ક્ષય ન થાય ત્યાં સુધી તે જ સત્તર આદિ પતઘ્રહો સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય સાથે ઓગણીસ, પંદર અને અગિયાર એમ ત્રણ હોય છે.
બાવીસ અને એકવીસ પ્રકૃતિના સમૂહરૂપ બે પતટ્ઠહ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને હોય છે તે પ્રસિદ્ધ છે. તેમાં મિથ્યાષ્ટિને બંને અને સાસ્વાદન સમ્યગ્દષ્ટિને એકવીસ રૂપ એક પતટ્ઠહ જ હોય છે.
આ પ્રકારે અઢાર પતગ્રહો જ થાય છે, વધારે ઓછા થતા નથી. એક જ સંખ્યા બે વાર આવે ત્યાં સંખ્યા એક લેવી પરંતુ એક પતáહ બે રીતે થાય છે એમ સમજવું. જેમકે સમ્યક્ત અને મિશ્રમોહનીય એક બે પ્રકૃતિરૂપ પતદૂગ્રહ અગિયારમે ગુણઠાણે પણ હોય છે અને ક્ષપકશ્રેણિમાં માયા અને લોભ એમ બે પ્રકૃતિરૂપ નવમે ગુણઠાણે પણ હોય છે. ૧૮
હવે શ્રેણિ આશ્રયી જે પતગ્રહમાં જે સંક્રમસ્થાનો સંક્રમે છે તેને કહેવા ઇચ્છતા કહે છે
दसगट्ठारसगाई चउ चउरो संकमंति पंचंमि । सत्तडचउदसिगारसबारसद्वारा चउक्कंमि ॥१९॥
दशकाष्टादशादयश्चत्वारश्चत्वारः संक्रामन्ति पञ्चके । ___ सप्ताष्टचतुर्दशैकादशद्वादशाष्टादश चतुष्के ॥१९॥ અર્થ–દશ અને અઢાર આદિ ચાર ચાર સંક્રમસ્થાનો પાંચના પતધ્રહમાં સંક્રમે છે.
૧. અહીં ક્ષપક કહેવાથી ચારિત્ર મોહનીયના ક્ષય કરનાર નવમા ગુણસ્થાનકવાળા લેવાના છે. આઠમાં ગુણસ્થાનવાળા નહિ, કારણ કે ત્યાં ચારિત્રમોહનીયની એક પણ પ્રકૃતિનો સર્વથા ક્ષય થતો નથી. પંચ ૨-૩૨