Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૬
પંચસંગ્રહ-૨
પ્રમાણે–તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાય આશ્રયી તો પહેલાં અગિયારમી ગાથામાં વિચાર કર્યો છે, માટે ત્યાંથી જોઈ લેવું.
ત્રીજા વેદનીયકર્મનું બેમાંથી નહિ બંધાતી એક પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન અને બંધાતી એક પ્રકૃતિરૂપ પતધ્રહસ્થાન સામાન્યપણે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક પર્યત હોય છે ત્યાંથી આગળ ઉપશાંતમોહાદિ ગુણઠાણે સાંપરાયિક બંધનો અભાવ હોવાથી સંક્રમ કે પતગ્રહ બેમાંથી કોઈપણ સ્થાન હોતું નથી. કષાયરૂપ બંધહેતુ વડે જ્યાં સુધી પ્રકૃતિઓ બંધાય છે ત્યાં સુધી જ બંધાતી તે પ્રકૃતિઓ પતઘ્રહ થાય છે. જ્યાં કષાય બંધહેતુ નથી ત્યાં કદાચ પ્રકૃતિ બંધાતી હોય છતાં તે પતથ્રહ થતી નથી.
અગિયારમા આદિ ગુણઠાણે સાતવેદનીય સિવાય અન્ય કોઈ પણ પ્રકૃતિનો બંધ થતો નથી, બંધ ન હોવાથી પતટ્ઠહ નથી અને પતઘ્રહનો અભાવ હોવાથી કોઈ પણ પ્રકૃતિ સંક્રમતી નથી. સાતાવેદનીય બંધાય છે પરંતુ તે પતગ્રહ નથી, કારણ કે તેના બંધમાં કષાય હેતુ. નથી. ઉપશાંત મોહ ગુણસ્થાનકેથી પડે ત્યારે તેના બંને સ્થાનની શરૂઆત થાય છે. દેશમાથી સાતમા સુધીમાં સાતાવેદનીય પતઘ્રહ, અસાતાનો સંક્રમ, અને છઠ્ઠાથી નીચેનાં ગુણસ્થાનકોમાં પરિણામને અનુસરી બેમાંથી જે બંધાય તે પતંગ્રહ, શેષનો સંક્રમ હોય છે. માટે તે બંને સ્થાન સાદિ છે. અગિયારમું ગુણસ્થાનક જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે.
સામાન્યથી વેદનીયકર્મ આશ્રયી વિચારીએ ત્યારે ઉપર પ્રમાણે ચાર ભાંગા ઘટે છે પરંતુ જ્યારે તેની એક એક પ્રકૃતિ આશ્રયી વિચારીએ ત્યારે સંક્રમ અને પતદ્ગહ બંને સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે બે ભંગનો વિચાર પહેલા કરી ગયા છે. તથા મોહનીયનો એકવીસ પ્રકૃતિરૂપ પતટ્ઠહ અને પચીસ પ્રકૃતિરૂપ સંક્રમ સાદિ આદિ ચાર પ્રકારે છે. તેનો પણ વિચાર પૂર્વે કરલો છે ત્યાંથી જોઈ લેવું. ૧૩
दंसणवरणे नवगो संकमणपडिग्गहा भवे एवं । साई अधुवा सेसा संकमणपडिग्गहठाणा ॥१४॥ दर्शनावरणे नवकः संक्रमः पतद्ग्रहो भवेदेवम् ।
साद्यध्रुवाणि शेषाणि संक्रमपतद्ग्रहस्थानानि ॥१४॥ અર્થ–દર્શનાવરણીય કર્મમાં નવ પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન અને પદ્મહસ્થાન સાદિ આદિ ચાર પ્રકારે છે. શેષ સંક્રમ અને પદ્મહસ્થાનો સાદિ સાંત છે.
ટીકાનુ–દર્શનાવરણીય કર્મમાં નવ પ્રકૃતિના સમૂહરૂપ સંક્રમસ્થાન અને નવ પ્રકૃતિના સમૂહરૂપ પતગ્રહસ્થાન સાદિ આદિ ચાર પ્રકારે છે, તેનો વિચાર અગિયારમી ગાથામાં કર્યો છે. બાકીના દર્શનાવરણીય કર્મના અને શેષ સઘળા કર્મનાં સંક્રમસ્થાનો અને પતધ્રહસ્થાનો પરિમિત કાળ પર્યત થતાં હોવાથી સાદિ સાંત છે. ૧૪.
હવે દર્શનાવરણીય કર્મમાં જે સંક્રમ અને જે પતગ્રહો જે રીતે સંભવે છે તેઓને તે રીતે