Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૪૧
સંક્રમે છે. આ પ્રમાણે સાસ્વાદન અને મિશ્રદષ્ટિ માટે કહ્યું.
હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત ગુણસ્થાનકોમાં સંક્રમ સ્થાનકો સરખાં હોવાથી એક સાથે જ પતઘ્રહસ્થાનકો કહેવામાં આવે છે. તેમાં આ અવિરતિ આદિ ચાર ગુણસ્થાનકોમાં ઔપશમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્ત પ્રાપ્તિના પ્રથમ સમયથી આરંભી આવલિકા કાળપર્યત સમ્યક્ત અને મિશ્રમોહનીય પતટ્ઠહરૂપે જ હોય છે, તેથી શેષ છવ્વીસ પ્રકૃતિઓ અવિરતિ સમ્યગ્દષ્ટિને બાર કષાય, પુરુષવેદ, ભય, જુગુપ્સા, અને બે યુગલમાંથી એક યુગલરૂપ બંધાતી સત્તર પ્રવૃતિઓ તથા સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીય કુલ ઓગણીસ પ્રકૃતિના સમુદાયરૂપ પતધ્રહમાં, દેશવિરતિને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, સંજ્વલન ચતુષ્ક, પુરુષવેદ, ભય, જુગુપ્સા, અન્યતર યુગલ, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયરૂપ પંદરના પતગ્રહમાં, અને પ્રમત્ત-અપ્રમત્તસંયતને સંજવલન ચતુષ્ક, પુરુષવેદ, ભય, જુગુપ્સા, અન્યતર યુગલ, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયરૂપ અગિયારના પતંગ્રહમાં સંક્રમે છે.
- તે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિને ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિથી આવલિકા પૂર્ણ થયા પછી મિશ્રમોહનીય સંક્રમમાં અને પતધ્રહપણામાં હોય છે. કારણ કે મિશ્રમોહનીયની સંક્રમાવલિકા વીતી ગઈ છે એટલે કે કરણસાધ્ય થઈ છે માટે સત્તાવીસ પ્રકૃતિઓ પૂર્વોક્ત ઓગણીસ, પંદર અને અગિયારરૂપ ત્રણ પતઘ્રહમાં સંક્રમે છે.
અનંતાનુબંધિની ઉઠ્ઠલના થયા બાદ ચોવીસની સત્તાવાળા તે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકવર્તી ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્વમોહનીય પતગ્રહ હોવાથી શેષ ત્રેવીસ પ્રકૃતિઓ પૂર્વોક્ત ઓગણીસ આદિ ત્રણ પાદુગ્રહોમાં સંક્રમે છે. ત્યારપછી ક્ષાયિક સમ્યક્ત ઉત્પન્ન કરતાં મિથ્યાત્વનો ક્ષય થયા પછી મિશ્રમોહનીય પતંગ્રહપણે હોતું નથી, અને મિથ્યાત્વ સંક્રમમાં હોતું નથી, માટે શેષ બાવીસ પ્રકૃતિઓ અવિરતિ, દેશવિરતિ અને સંયત આત્માઓને અનુક્રમે અઢાર, ચૌદ અને દેશના પતઘ્રહમાં સંક્રમે છે. ત્યારપછી મિશ્રમોહનીયનો ક્ષય થયા બાદ સમ્યક્વમોહનીય પતઘ્રહપણામાં હોતી નથી અને સંક્રમમાં તો છે જ નહિ તેથી એકવીસ પ્રકૃતિઓ અવિરતાદિ ગુણસ્થાનકવાળાઓને અનુક્રમે સત્તર, તેર અને નવના પતઘ્રહમાં સંક્રમે છે.
હવે ઉપશમશ્રેણિમાં વર્તમાન પથમિક સમ્યગ્દષ્ટિનાં સંક્રમસ્થાનોને આશ્રયી પતંગ્રહનો વિધિ કહે છે–ચોવીસની સત્તાવાળા પથમિકસમ્યગ્દષ્ટિને સમ્યક્વમોહનીય એ મિથ્યાત્વ અને મિશ્રનું પતધ્રહ હોવાથી તેને દૂર કરતાં શેષ ત્રેવીસ પ્રકૃતિઓ પુરુષવેદ, સંજ્વલન ચતુષ્ક, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય એમ સાતના પતઘ્રહમાં સંક્રમે છે. ઉપશમશ્રેણિમાં વર્તતા તે જ આત્માને અંતકરણ કર્યા પછી સંજવલન લોભનો સંક્રમ થતો નથી તેથી તે સિવાય શેષ બાવીસ પ્રકૃતિઓ પૂર્વોક્ત સાતના પતંગ્રહમાં સંક્રમે છે. તેને જ નપુંસકવેદનો ઉપશમ થયા પછી એકવીસ પ્રકૃતિઓ સાતના પતધ્રહમાં સંક્રમે છે. ત્યારપછી સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી વીસ પ્રકૃતિઓ સાતના પતૐહમાં સંક્રમે છે.
ત્યારપછી પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયપૂન બે આવલિકા શેષ રહે ત્યારે તે પંચકર-૩૧