Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૩૯
સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત સાતમાંથી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માયા ઉપશમે ત્યારે શેષ પાંચ પ્રકૃતિઓ સંક્રમે છે.
તેને જ સંજ્વલન માયા ઉપશમે ત્યારે ચાર પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. અથવા ક્ષપકને પૂર્વોક્ત દશમાંથી છ નોકષયોનો ક્ષય થાય ત્યારે શેષ ચાર પ્રકૃતિઓ સંક્રમે છે. તેને જ પુરુષવેદનો ક્ષય ત્યારે ત્રણ પ્રકૃતિઓ સંક્રમે છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત પાંચમાંથી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણરૂપ માયા ઉપશમે ત્યારે શેષ ત્રણ પ્રકૃતિઓ સંક્રમે છે, તેને જ સંજ્વલન માયા ઉપશમે ત્યારે સંજ્વલન લોભ પતગ્રહ હોય ત્યાં સુધી શેષ બે લોભ સંક્રમમાં હોય છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ઉપશમસમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત ચારમાંથી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ રૂપ લોભ ઉપશમે ત્યારે શેષ મિશ્ર અને મિથ્યાત્વમોહનીયરૂપ બે પ્રકૃતિ સંક્રમમાં હોય છે. અથવા ક્ષપકને પૂર્વોક્ત ત્રણ પ્રકૃતિમાંથી સંજ્વલન ક્રોધનો ક્ષય થાય ત્યારે બે પ્રકૃતિ સંક્રમે છે તેને જ સંજ્વલન માનનો ક્ષય થાય ત્યારે એક સંજ્વલન માયા સંક્રમે છે.
આ પ્રમાણે વિચારતાં અઠ્ઠાવીસ, ચોવીસ, સત્તર, સોળ, અને પંદર રૂપ સંક્રમસ્થાનો સંભવતાં નથી માટે તેનો નિષેધ કર્યો છે. માટે તે સિવાય શેષ ત્રેવીસ સંક્રમસ્થાનો સમજવાં. ક્ષાયિક સમ્યક્ત્વ ઉપશમ શ્રેણિમાં જ ઘટે એવાં સંક્રમસ્થાનો (૪) ૧૯-૧૮-૯-૬ ઉપશમ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણિમાં જ ઘટે એવાં સંક્રમસ્થાનો
ક્ષપકશ્રેણિમાં જ ઘટે એવાં સંક્રમસ્થાનો
ત્રણે શ્રેણિમાં ઘટે એવાં સંક્રમસ્થાનો
ક્ષપકશ્રેણિ તથા ઉપશમ સમ્યક્ત્વ ઉપશમશ્રેણિ એ બન્નેમાં ઘટે એવાં સંક્રમસ્થાનો
(૨) ૧૪-૭ (૧) ૧,
(૨) ૧૧,૨
(૪) ૧૩,૧૦,૪,૨
ક્ષપકશ્રેણિ તથા ક્ષાયિક સમ્યક્ત્વ ઉપશમશ્રેણિ એ બન્નેમાં ઘટે એવાં સંક્રમસ્થાનો
(૨) ૧૨,૩,
ઉપ. સભ્ય. ઉપ. શ્રેણિ ક્ષાયિક સમ્યક્ત્વશ્રેણિ એ બન્નેમાં ઘટે એવાં સંક્રમસ્થાનો
(૩) ૧૮,૫,૨૦
આ સંક્રમસ્થાનોમાં પચીસ પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—અઠ્ઠાવીસની સત્તાવાળો મિથ્યાદષ્ટિ જ્યારે સમ્યક્ત્વ, મિશ્રમોહનીય ઉવેલે ત્યારે તેને પચીસનું સંક્રમસ્થાન થાય. માટે સાદિ, અનાદિ મિથ્યાર્દષ્ટિને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે. અને બાકીનાં સંક્રમસ્થાનકો અમુક કાળ પર્યંત જ પ્રવર્તતાં હોવાથી સાદિ-સાંત છે.
હવે પતદ્રુહ સ્થાનકો કહેવા માટે પહેલા મોહનીયકર્મનાં બંધસ્થાનકો કહે છે— મોહનીયકર્મનાં દશ બંધસ્થાનકો છે. તે આ પ્રમાણે—બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે, અને એક. કહ્યું છે કે—બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ,