Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
અસાધારણ કારણ વડે બંધાતી અગર નહિ બંધાતી કર્મપ્રકૃતિઓના સત્તામાં રહેલાં દલિકો— કર્મપરમાણુઓ સંક્રમે છે તે કર્મપ્રકૃતિઓ પતદ્ગહ કહેવાય છે. પતર્ એટલે પડનાર—સંક્રમનાર દલિકોનો, ગ્રહ—જે આધાર તે પતદ્નહ. તાત્પર્ય એ કે સત્તામાં રહેલાં દલિકો બંધાતી જે કર્મપ્રકૃતિરૂપે થાય તે પતદ્મહ કહેવા.
સંક્રમેલું તે દલિક જે સમયે સંક્રમ્યું તે સમયથી આરંભી એક આવલિકાકાળ પર્યંત કરણાસાધ્ય—ઉદ્ધત્તના, અપવર્ષના આદિ કોઈપણ કરણને અયોગ્ય હોય છે, એટલે કે તે દલિકમાં કોઈ પણ કરણની પ્રવૃત્તિ થતી નથી. એક આવલિકા કાળ તદવસ્થ પડ્યું રહે છે, ત્યારપછી કોઈ પણ કરણને યોગ્ય થાય છે. આ પ્રમાણે જે સમયે બંધાયું તે બદ્ધદલિકમાં પણ બદ્ધ સમયથી આરંભી એક આવલિકા કાળ પર્યંત કોઈ પણ કરણની પ્રવૃત્તિ થતી નથી. સંક્રમેલા દલિકમાં પણ સંક્રમનું સામાન્ય લક્ષણ ઘટે છે, માટે અહીં સંક્રમ સમયથી આરંભી એક આવલિકા કાળ તે દલિક કરણને અસાધ્ય હોય છે એમ કહ્યું છે. ૨.
૨૨૩
પહેલી ગાથામાં કહેલું સંક્રમનું સામાન્ય લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું થયું તેથી તે દોષને દૂર કરવા તેમાં અપવાદ કહે છે—
नियनिय दिट्टि न केइ दुइयतइज्जा न दंसणतिगंपि । 'मीसंमि न सम्मत्तं दंसकसाया न अन्नोन्नं ॥३॥
निजां निजां दृष्टिं न केचित् द्वितीयतृतीया न दर्शनत्रिकमपि । मिश्रे न सम्यक्त्वं दर्शनकषाययोर्नान्योऽन्यम् ॥३॥
અર્થ—કોઈ આત્માઓ પોતપોતાની દૃષ્ટિને અન્યત્ર સંક્રમાવતા નથી, બીજા તથા ત્રીજા ગુણસ્થાનકવાળા દર્શનત્રિકને સંક્રમાવતા નથી, મિશ્રમોહનીયમાં સમ્યક્ત્વમોહનીયનો સંક્રમ થતો નથી તથા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી.
ટીકાનુ—કોઈપણ આત્માઓ પોતપોતાની દૃષ્ટિને અન્યત્ર સંક્રમાવતા નથી, એટલે કે કોઈપણ જીવો તેઓને જે દર્શનમોહનીયનો ઉદય હોય તે દર્શનમોહનીયને અન્ય પ્રકૃતિરૂપે કરતા નથી. જેમકે, મિથ્યાદૃષ્ટિ આત્માઓ મિથ્યાત્વમોહનીયને અન્યત્ર સંક્રમાવતા નથી. એ પ્રમાણે સભ્યગ્મિથ્યાર્દષ્ટિ મિશ્રમોહનીયને, અને સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વમોહનીયને અન્ય પ્રકૃતિમાં
સંક્રમાવતા નથી.
૧. જેટલામાં લક્ષણ ઘટવું જોઈએ તેનાથી પણ અધિક સ્થાનમાં લક્ષણનું ઘટવું તે અતિવ્યાપ્તિ કહેવાય છે. સંક્રમનું સામાન્ય લક્ષણ પહેલી ગાથામાં આ પ્રમાણે કર્યું છે—અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃત્યાદિને સ્વજાતીય પ્રકૃતિરૂપે કરવા તે સંક્રમ કહેવાય છે. આ લક્ષણ પ્રમાણે જે દર્શન મોહનીયનો ઉદય હોય તે દર્શન મોહનીયના સંક્રમનો, બીજે-ત્રીજે ગુણઠાણે દર્શન મોહનીયના સંક્રમનો, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયના સંક્રમનો, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના પરસ્પર સંક્રમનો, આયુચતુષ્કના પરસ્પર સંક્રમનો, મૂળકર્મના પરસ્પર સંક્રમનો અને ઉપશાંત થયેલ દલિકના સંક્રમનો નિષેધ થતો નથી, પરંતુ સંક્રમના સામાન્ય લક્ષણ પ્રમાણે સંક્રમ થઈ શકે છે. પણ શાસ્ત્રકારને તે ઇષ્ટ નથી. કેમકે તે પ્રમાણે સંક્રમ થતો નથી. આ રીતે દોષપ્રાપ્ત સંક્રમના સામાન્ય લક્ષણમાં અપવાદ કહી તે દોષ દૂર કરે છે.