Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૦
પંચસંગ્રહ-૨
બે દર્શનમોહનીય, આ સઘળી કર્મપ્રકૃતિઓના અનુક્રમે પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનવર્તી આત્માઓ અનુક્રમે સંક્રમ કરનારાઓમાં અંત રૂપે સમજવા એટલે કે ઉક્ત પ્રકૃતિઓના સંક્રમસ્વામી તે તે ગુણસ્થાનક સુધીના જીવો સમજવા.
સમ્યક્વમોહનીય અને ઉચ્ચ ગોત્રના અનુક્રમે પહેલા અને બીજા ગુણસ્થાનક સુધીના જીવો સંક્રમાવનારાઓમાં અંતરૂપે સમજવા.
ઉપર જે કહ્યું તેનો તાત્પર્ય આ પ્રમાણે–સાતવેદનીયના સંક્રમના સ્વામી મિથ્યાષ્ટિથી આરંભી પ્રમત્ત સંયમ સુધીના જીવો સમજવા, તે ઉપરના ગુણસ્થાનકવર્તિ જીવો નહિ. કારણે કે અપ્રમત્તાદિ ગુણસ્થાનકે અસાતવેદનીયનો બંધ થતો નથી પરંતુ સાતાનો જ બંધ થાય છે તેથી અસાતાનો સાતામાં સંક્રમ થાય છે, પતગ્રહનો અભાવ હોવાથી સાતાનો સંક્રમ થતો નથી. માટે સાતવેદનીયનો સંક્રમ કરનારાઓમાં છેલ્લા પ્રમત્તસંયત આત્માઓ જ સમજવા. એટલે કે પ્રમત્તસંયમ પર્યત જ સાતાનો સંક્રમ થઈ શકે છે એમ સમજવું. આ પ્રમાણે સર્વત્ર સંક્રમ કરનારાઓમાં પર્યન્તવર્તિ કોણ તે સમજી લેવું. જે ગુણસ્થાનક સુધી પતઘ્રહ પ્રકૃતિનો સદ્ભાવ હોવાથી જે પ્રકૃતિનો સંક્રમ થતો હોય તે ગુણસ્થાનકવાળો આત્મા તે પ્રકૃતિનો છેવટનો સંક્રમક– સંક્રમાવનાર સમજવો.
આ પ્રમાણે અનંતાનુબંધિના સંક્રમસ્વામી મિથ્યાષ્ટિથી આરંભી અપ્રમત્તસંયત સુધીના જીવો સમજવા, આગળના ગુણસ્થાનકવર્તી જીવો નહિ. કારણ કે આગળનાં ગુણસ્થાનકોમાં અનંતાનુબંધિનો સર્વથા ઉપશમ અગર તો ક્ષય થયેલો હોવાથી સંક્રમ થતો નથી.
યશ-કીર્તિના મિથ્યાષ્ટિથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીના જીવો સંક્રમના સ્વામી સમજવા, ઉપરના ગુણસ્થાનકવર્તી જીવો નહિ. કારણ કે એકલી યશકીર્તિ જ બંધાતી હોવાથી તે પતઘ્રહ છે, સંક્રમનારી નથી.
અનંતાનુબંધિ સિવાયના બાર કષાય અને નવ નોકષાયના સંક્રમના સ્વામી મિથ્યાષ્ટિથી આરંભી અનિવૃત્તિ બાદર સંપરાય સુધીના જીવો સમજવા. અનિવૃત્તિ બાદ સંપરાય ગુણઠાણે કષાય અને નોકષાયનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થતો હોવાથી આગળના ગુણઠાણે તેઓનો સંક્રમ થતો નથી.
જે પ્રકૃતિઓ માટે કહી ગયા અને હવે પછી કહેશે તે સિવાયની મતિજ્ઞાનાવરણાદિ સઘળી પ્રવૃતિઓના મિથ્યાષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધીના જીવો સંક્રમના સ્વામી સમજવા, આગળ ઉપરના ગુણસ્થાનવર્સી જીવો નહિ, કારણ કે ઉપશાંતમોહાદિર ગુણઠાણે બંધનો જ અભાવ હોવાથી પ્રકૃતિ પતગ્રહ રૂપે રહેતી નથી, એટલે કોઈ પણ પ્રકૃતિનો સંક્રમ થતો નથી,
૧. અહીં અઘળી કર્મપ્રકૃતિઓમાં જ્ઞાના, ૫, દર્શના ૯, અસાતવેદનીય, યશકીર્તિ સિવાયની નામકર્મની સઘળી પ્રકૃતિઓ, નીચ ગોત્ર, અને અંતરાય પાંચ એ પ્રકૃતિઓ સમજવી.
૨. જો કે અગિયારમાંથી તેરમા સુધીમાં સાતાનો બંધ છે, પરંતુ તે કષાય નિમિતે નહિ થતો હોવાથી તે પતદુગ્રહ તરીકે વિવફાતી નથી, તેથી તેમાં અસાતાનો સંક્રમ થતો નથી.