Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૬
પંચસંગ્રહ-૨
વિવક્ષા કરીએ ત્યારે તેને પ્રકૃતિ સંક્રમ અને પ્રકૃતિ પતગ્રહ કહેવાય એમ સમજવું. આ પ્રમાણે હોવાથી આગળ ઉપર જ્યાં એક એક પ્રકૃતિ સંક્રમ અને એક એક પ્રકૃતિરૂપ પતધ્રહનો વિચાર કરશે ત્યાં પ્રકૃતિસ્થાન સંક્રમ અને પ્રકૃતિસ્થાન પતઘ્રહનો અભાવ હોવા છતાં પણ તેનું પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિ પતઘ્રહરૂપે પ્રતિપાદન વિરોધી નહિ થાય. ૪. તથા–
खयउवसमदिट्ठीणं सेढीए न चरिमलोभसंकमणं । खवियट्ठगस्स इयराइ जं कमा होति पंचण्हं ॥५॥ क्षायिकोपशमदृष्टीनां श्रेण्यां न चरमलोभसंक्रमणम् ।
क्षपिताष्टकस्येतरस्यां यतो क्रमाद् भवति पञ्चानाम् ॥५॥ અર્થ–સાયિક અથવા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવોને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કરે ત્યારે અને ઈતર-ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય કર્યા બાદ અંતરકરણ કરે ત્યારે ચરમ-સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી. કારણ કે પાંચ પ્રકૃતિઓનો સંક્રમ ક્રમપૂર્વક થાય છે.
ટીકાનુ–ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અથવા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવોને ઉપશમશ્રેણિમાં જ્યારે અંતરકરણ કરે ત્યારે સંજવલન લોભનો સંક્રમ થતો નથી. તથા ઇતક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય કર્યા પછી અંતરકરણ કરે ત્યારે સંજવલન લોભનો સંક્રમ થતો નથી. કારણ શું? એમ પૂછતા હો તો કહે છે–ઉપશમશ્રેણિમાં અથવા ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા બાદ પુરુષવેદ અને સંજવલન ચતુષ્ક એ પાંચ પ્રકૃતિઓનો ક્રમપૂર્વક–એટલે કે પહેલા જેનો બંધવિચ્છેદ થાય તેનો પછીથી બંધવિચ્છેદ થનારી પ્રકૃતિમાં સંક્રમ થાય છે. ઉત્ક્રમે થતો નથી એટલે કે જેનો બંધવિચ્છેદ પછી થાય છે તેનો પહેલાં બંધવિચ્છેદ થનારી પ્રકૃતિમાં સંક્રમ થતો નથી.
જેમકે–પુરુષવેદને સંજવલન ક્રોધાદિમાં સંક્રમાવે છે પરંતુ સંજવલન ક્રોધાદિને પુરુષવેદમાં સંક્રમાવતા નથી. એ પ્રમાણે સંજવલનક્રોધને સંજ્વલન માનાદિમાં સંક્રમાવે છે પરંતુ પુરુષવેદમાં સંક્રમાવતા નથી. સંજવલન માનને સંજવલન માયાદિમાં સંક્રમાવે છે પરંતુ સંજવલન ક્રોધાદિમાં સંક્રમાવતા નથી. અને સંજવલન માયાને સંજવલન લોભમાં જે સંક્રમાવે છે પરંતુ સંજવલનમાનાદિમાં સંક્રમાવતા નથી. ક્રમપ્રકૃતિ ગા૪માં કહ્યું છે કે “અંતરકરણ કર્યો છતે ચારિત્રમોહનીયની પાંચ પ્રકૃતિઓનું ક્રમપૂર્વક સંક્રમણ થાય છે.” આ પ્રમાણે ઉક્ત ન્યાયે અંતરકરણ થયા બાદ સંજવલન લોભનો સંક્રમ ઘટી શકતો નથી.
અંતરકરણથી અન્યત્ર એટલે કે અંતરકરણ કર્યા પહેલાં એ પાંચ પ્રકૃતિઓનો ક્રમપૂર્વક અથવા ક્રમ સિવાય બંને રીતે સંક્રમ પ્રવર્તે છે. ક્રોધનો લોભમાં તેમજ લોભનો ક્રોધમાં પણ સંક્રમ
૧. દાખલા તરીકે–જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો બંધ દશમાના ચરમ સમય પર્યત થાય છે. એટલે પાંચે પ્રકતિઓ પતદગ્રહરૂપે છે અને સંક્રમનારી પણ પાંચે છે. મતિજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાનાવરણાદિ ચારેમાં સંક્રમે છે. આ પ્રમાણે દરેક સમયે જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ સંક્રમરૂપે અને પતસ્ત્રહરૂપે હોવા છતાં પણ જ્યારે એક એકના સંક્રમની અને એક એક પ્રકૃતિરૂપ પતગ્રહની વિવક્ષા કરીએ. જેમકે – મતિજ્ઞાનાવરણીય શ્રતજ્ઞાનાવરણીયમાં, મતિજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીયમાં ત્યારે તેને પ્રકૃતિ સંક્રમ અને પ્રકૃતિ પતગ્રહ કહી શકાય. કારણ કે અહીં વિવફા પ્રમાણ છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.