Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
૯૯
तदुवरिमआइयासुं कमसो बीयाईयाण निट्ठाइ । ठिइठाणाणणुकड्डी आउक्कस्सं ठिई जाव ॥८५॥ तदुपरिमादिकासु क्रमशः द्वितीयादिकानां निष्ठाति ।
स्थितिस्थानानामनुकुष्टिः आ-उत्कृष्टां स्थितिं यावत् ॥८५॥ અર્થ–તેની ઉપર ઉપરનાં સ્થિતસ્થાનોમાં અનુક્રમે દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત કહેવું.
ટીકાનુ–જઘન્ય સ્થિતિસ્થાનકના રસબંધાધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડક-પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયો હોય તેટલા સ્થાનક પર્યત થાય છે. બીજા-ત્રીજા આદિ સ્થિતિસ્થાન સંબંધી રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકની ઉપર ઉપરના સમયપર્યત જાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત રાખવું.
તાત્પર્ય આ પ્રમાણે છે–જઘન્યસ્થિતિબંધ કરતાં રસબંધના હેતુભૂત જે અધ્યવસાયો હતા તેનો પ્રત્યેક સ્થિતિસ્થાનકે શરૂઆતથી અસંખ્યાતમો ભાગ છૂટતા છૂટતા તેઓની અનુકૃષ્ટિ કંડક– પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ સ્થાનક પર્યત થઈ. એ પ્રમાણે બીજું–જઘન્ય સ્થિતિસ્થાન પછીનું સ્થિતિસ્થાન બાંધતા જેટલા રસબંધાધ્યવસાયો હોય તેમાંનો અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ પ્રત્યેક સ્થિતિસ્થાને છૂટતાં છૂટતાં તેઓની અનુકૃષ્ટિ કંડકપ્રમાણ સ્થાનથી ઉપરના સ્થાનમાં સમાપ્ત થાય છે. એવી જ રીતે તૃતીય સ્થિતિબંધારંભે રહેલ રસબંધાવ્યવસાયોની અનુકૃષ્ટિ કંડક પછીના બીજા સમયે સમાપ્ત થાય છે. આ પ્રમાણે અનુકૃષ્ટિ અને તેની પરિનિદા–સમાપ્તિ ત્યાં સુધી કહેવી યાવતુ પૂર્વે કહેલી અપરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.
કોઈપણ સ્થિતિસ્થાનકમાં રહેલ રસબંધાવ્યવસાયોની અનુકૃષ્ટિ તે સ્થાનકથી આરંભી કંડક એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાન પર્યત જ જાય છે, ક્રમશઃ ઓછા થતા થતા ત્યાં સુધી તે અધ્યવસાયો અનુસરે છે. કોઈપણ સ્થિતિસ્થાનકમાંના રસબંધાધ્યવસાયોને જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યત સ્થાપવા. તેઓમાંના શરૂઆતથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ ન્યૂન, શેષ રસબંધાધ્યવસાયો ઉપરના સ્થાનકમાં જાય છે એમ સમજવું.
અસત્કલ્પનાએ પહેલા સ્થાનકમાં એક હજાર અધ્યવસાયો છે. તેઓમાંના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એટલે એકથી દશ સુધી ઘટે અગિયારથી હજાર સુધીના ઉપરના સ્થાનકમાં જાય છે એમ સમજવું. ૮૫. તે જ હકીકત કહે છે
उवघायाईणेवं एसा परघायमाइसु विसेसो । उक्कोसठिहितो हेट्ठमुहं कीरइ असेसं ॥८६॥