Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
૧૩૭
વર્ણવ્યો. ૧૦૭
હવે સ્થિતિસમુદાહારમાંના વિષયમાં તીવ્રમંદતા આગળ કહીશું એમ પહેલાં કહ્યું હતું. હવે તે તીવ્રમંદતા કહે છે
सव्वजहन्नस्स रसादणंतगुणिओ य तस्स उक्कोसो । ठिड्बंधे ठिइबंधे अज्झवसाओ जहाकमसो ॥१०८॥
सर्वजघन्यस्य रसात् अनन्तगुणितश्च तस्योत्कृष्टः ।
स्थितिबन्धे स्थितिबन्धे अध्यवसायो यथाक्रमशः ॥१०८॥ અર્થ સર્વ જઘન્ય સ્થિતિબંધના સર્વ જઘન્ય રસથી તેનો જ ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. આ પ્રમાણે પ્રત્યેક સ્થિતિસ્થાનકમાં અનુક્રમે અનંતગુણ કહેવો.
ટીકાનુ–સૌથી ઓછામાં ઓછો સ્થિતિબંધ કરતા સ્થિતિબંધના હેતુભૂત જે જઘન્ય અધ્યવસાય છે તેનો સંક્લેશરૂપ કે વિશુદ્ધિરૂપ રસ-સ્વભાવ-સામર્થ્ય અલ્પ છે તેનાથી તે જ સ્થિતબંધના હેતુભૂત ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ સામર્થ્યવાળો હોય છે. અહીં રસનો સ્વભાવ કે સામર્થ્ય એવો અર્થ થાય છે. તાત્પર્ય એ કે જઘન્ય અધ્યવસાયથી ઉત્કૃષ્ટ અધ્યવસાય તેટલો તીવ્ર છે. એ પ્રમાણે પ્રત્યેક સ્થિતિબંધે સ્થિતિબંધના હેતુભૂત જઘન્ય-ઉત્કૃષ્ટ અધ્યવસાયો ઉક્ત પ્રકારે અનંતગુણ તીવ્ર કહેવા.
તે આ પ્રમાણે–જ્ઞાનાવરણીયની જઘન્યસ્થિતિ બાંધતા સ્થિતિબંધના હેતુભૂત જઘન્ય અધ્યવસાય મંદ પ્રભાવવાળો છે. તેનાથી તે જ જઘન્યસ્થિતિ બાંધતા સ્થિતિબંધમાં હેતુભૂત ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ સામર્થ્યવાળો છે. તેનાથી સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા સ્થિતિબંધમાં હેતુભૂત જઘન્ય અધ્યવસાય અનંતગુણ સામર્થ્યવાળો છે. તેનાથી તે જ સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં હેતુભૂત કષાયોદય-જઘન્ય ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ સામર્થ્યવાળો છે. આ પ્રમાણે દરેક સ્થિતિસ્થાને જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધાધ્યવસાયસ્થાનને અનંતગુણ કહેતા ત્યાં સુધી જવું યાવતું ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં હેતુભૂત છેલ્લો સર્વોત્કૃષ્ટ કષાયોદય-જન્ય અધ્યવસાય અનન્તગુણ સામર્થ્યવાળો થાય. અહીં સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ થતી નથી કારણ કે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે નવા જ કષાયોદયજન્ય અધ્યવસાયો હોય છે. તેથી જ એક જ સ્થિતિબંધમાં પણ જઘન્યથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધાવ્યવસાયસ્થાન અનંતગુણ સામર્થ્યવાળું કહેવામાં આવે છે. આ પ્રમાણે સ્થિતિસમુદાતાર પૂર્ણ રીતે કહ્યો અને પ્રકૃતિ સમુદાહાર પણ કહ્યો. ૧૦૮
હવે જીવ સમુદાહાર એટલે જીવના વિષયમાં સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનું પ્રતિપાદન કરે છે–
धुवपगई बंधता चउठाणाई सुभाण इयराणं । दो ठाणगाइ तिविवं सट्टाणजहन्नगाईसु ॥१०९॥
પંચ૦૨-૧૮