Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૨
પંચસંગ્રહ-૨
પ્રથમ ગુણઠાણે કષાયો અને અશુભ લેશ્યાઓની તીવ્રતા હોવાથી તે વખતે બંધાતી પાપ પ્રકૃતિઓમાં ઘણો અને પુન્ય પ્રવૃતિઓમાં થોડો રસ પડે છે તે જ પ્રમાણે દસમા ગુણઠાણે કષાયો અત્યંત અલ્પ અને વેશ્યા અત્યંત શુભ હોવાથી તે વખતે બંધાતા મતિજ્ઞાનાવરણીય વગેરે અશુભ કર્મોમાં અત્યંત ઓછો અને યશકીર્તિ વગેરે શુભ કર્મોમાં અત્યંત વધારે રસ પડે છે.
અધ્યવસાયો શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. પહેલાથી દસમા ગુણઠાણા સુધી ચડતા જે અધ્યવસાયો શુભ હોય છે તે જ અધ્યવસાયો દસમાથી પહેલે ગુણઠાણે આવતાં અશુભ હોય છે. ફક્ત ક્ષપક શ્રેણિગત આઠમાથી દસમા ગુણઠાણા સુધીના અધ્યવસાયો ચડતી વખતે જ આવે છે માટે તે શુભ હોય છે. પણ ક્ષપક શ્રેણિથી પડવાનો અભાવ હોવાથી તે અધ્યવસાયો પડતી વખતે આવતા ન હોવાથી અશુભ હોતા નથી. તેથી અશુભ અધ્યવસાયો કરતાં ક્ષપક શ્રેણિગત આ ત્રણ ગુણસ્થાનકના શુભ અધ્યવસાયો અધિક હોય છે. (૨) અવિભાગ
કષાયવાળા પરિણામ દ્વારા આત્મા જે સમયે કાર્મણ વર્ગણાના જેટલા સ્કંધો ગ્રહણ કરે છે તે દરેક સ્કંધોના પ્રત્યેક પરમાણુઓમાં ઓછામાં ઓછા પણ સર્વ જીવ રાશિથી અનંતગુણ રસાવિભાગો ઉત્પન્ન કરે છે. અર્થાતુ કેવલીની બુદ્ધિ રૂપ શસ્ત્રથી છેદી છેદી એવો અંશ કરે કે જેનો ફરીથી ભાગ પડી શકે જ નહીં તેવા રસના અંશને અવિભાગ પલિચ્છેદ અથવા રસ અવિભાગ કહેવામાં આવે છે અને તેવા રસાવિભાગો એક એક પરમાણુમાં જઘન્યથી પણ સર્વ જીવરાશિથી અનંતગુણ પ્રગટ થાય છે. (૩) વર્ગણા
એક સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓમાં ઓછો-વધતો હોવાથી વર્ગણાઓ અને સ્પદ્ધકો વગેરે થાય છે.
ઉપર બતાવ્યા પ્રમાણે સર્વ જીવરાશિથી અનંતગુણ જઘન્ય રસાવિભાગવાળા જે પરમાણુઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધકની સર્વ જઘન્ય પ્રથમ વર્ગણા થાય છે.
સર્વ જીવરાશિથી અનંતગુણ એ ઘણી મોટી સંખ્યા હોવા છતાં અસત્કલ્પનાએ સાતની સંખ્યા કલ્પીએ તો સાત-સાત રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા. તેથી એકાધિક એટલે આઠ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા. તે થકી એકાધિક એટલે નવ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ત્રીજી વર્ગણા અને તેથી પણ એકાધિક એટલે દશ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ચોથી વર્ગણા. એમ વાસ્તવિક રીતે એક-એક રસાવિભાગની વૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું એક પ્રથમ પદ્ધક થાય છે. તેથી અહીં અસત્કલ્પનાથી અભવ્યથી અનંતગુણ સંખ્યાને ચારની સંખ્યા કલ્પતાં આ ચાર વર્ગણાઓનો સમુદાય તે પ્રથમ રૂદ્ધક છે. સરખેસરખા રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે.
પ્રતિસમયે ગ્રહણ કરાયેલ કર્મ પરમાણુઓમાં તથાસ્વભાવે જ થોડા-થોડા રસવાળા પરમાણુઓ ઘણા હોય છે અને વધારે વધારે રસવાળા પરમાણુઓ ઓછા-ઓછા હોય છે અને