Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ પ્રશ્નોત્તરી
સ્થિતિસ્થાનો ચારેય પ્રકારના એકેન્દ્રિયો બાંધે છે તેથી જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ વિશેષાધિક જ છે.
૨૧૫
દા.ત. એકેન્દ્રિયને મિથ્યાત્વ મોહનીયનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ પૂરો એક સાગરોપમ પ્રમાણ છે. હવે જો અસત્કલ્પનાએ સાગરોપમ પ્રમાણ સ્થિતિને એક લાખ સમયની અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગને પંદરસો પંચાવન સમય પ્રમાણ કલ્પીએ તો એકેન્દ્રિયને મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ અઠ્ઠાણું હજાર, ચારસો છેતાળીસ (૯૮૪૪૬) સમય પ્રમાણ = પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ સમય પ્રમાણ = એક સાગરોપમ પ્રમાણ છે. આમ અઠ્ઠાણું હજાર, ચારસો છેતાળીસ (૯૮૪૪૬) સમય પ્રમાણ સ્થિતિબંધની અપેક્ષાએ એક લાખ સમય પ્રમાણ સ્થિતિબંધ વિશેષાધિક જ છે, તેથી તેની અંતર્ગત આવતા એકેન્દ્રિયના આઠેય બોલોમાં સ્થિતિબંધ વિશેષાધિક જ હોય છતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ઘટી શકે છે. તે આ પ્રમાણે.
સૂક્ષ્મ અપર્યાપ્તના નવ્વાણું હજાર, બસો એકવીસથી (૯૯૨૨૧થી) બસો પચીસ (૨૨૫) સુધીનાં પાંચ સ્થિતિસ્થાનો કલ્પીએ અને બાદર અપર્યાપ્તનાં સૂક્ષ્મ અપર્યાપ્તનાં સ્થાનોની અપેક્ષાએ નીચે અને ઉપર એમ બન્ને બાજુ સંખ્યાતગુણ એટલે પાંચ પાંચ ગુણા ગણીએ તો નવ્વાણું હજાર, એકસો છત્તું(૯૯૧૯૬)થી નવ્વાણું હજાર, બસો પચાસ (૯૯૨૫૦) સુધીનાં કુલ પંચાવન આવે.
સૂક્ષ્મ અપર્યાપ્તનાં સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર બાદર અપર્યાપ્તનાં જેટલાં સ્થિતિસ્થાનો આવ્યાં તેના કરતાં પણ સૂક્ષ્મ પર્યાપ્તમાં બાદર અપર્યાપ્તનાં કુલ સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર સંખ્યાતગુણ = પાંચ પાંચ ગુણાં આવવાથી નવ્વાણું હજાર, ઇકોતેર (૯૯૦૭૧)થી નવ્વાણું હજાર, ત્રણસો પંચોતેર (૯૯૩૭૫) સુધીનાં કુલ ત્રણસો અને પાંચ સ્થિતિસ્થાનો આવે.
જ્યારે બાદ૨ અપર્યાપ્તનાં કુલ સ્થિતિસ્થાનોથી સૂક્ષ્મ પર્યાપ્તામાં નીચે અને ઉપર જેટલાં સ્થિતિસ્થાનો આવ્યાં તેના કરતાં બાદર પર્યાપ્તામાં સૂક્ષ્મ પર્યાપ્તાનાં કુલ ત્રણસો પાંચ (૩૦૫) સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર પાંચ પાંચ ગુણાં સ્થિતિસ્થાનો આવવાથી બાદર પર્યાપ્તામાં અઠ્ઠાણું હજાર, ચારસો છેતાળીસ(૯૮૪૪૬)થી એક લાખ (૧,૦૦,૦૦૦) સમય સુધીનાં પંદરસો પંચાવન (૧૫૫૫) સ્થિતિસ્થાનો આવે છે.
એમ સંખ્યાતગુણ ઘટી શકે છે.
પ્રશ્ન—૩૩. એકેન્દ્રિયમાં આયુષ્ય વિના સાત કર્મનાં અબાધાસ્થાનો કેટલાં ?
ઉત્તર—આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયો પ્રમાણ અસંખ્યાતા છે.
પ્રશ્ન—૩૪. વિકલેન્દ્રિય તથા અસંશી પંચેન્દ્રિયમાં આયુષ્ય વિના સાત કર્મનાં અબાધાસ્થાનો કેટલાં ?