Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૯
બંધનકરણ પ્રશ્નોત્તરી પ્રકૃતિઓને પણ મળે ?
ઉત્તર-ઘાતકર્મોમાં સર્વઘાતી રસવાળા અનંતભાગ જેટલાં દલિકો હોય છે, અને તે દલિકો સર્વઘાતીને તેમજ દેશઘાતી પ્રકૃતિઓને પણ મળે છે, પરંતુ સર્વઘાતી પ્રકૃતિઓને કેવળ સર્વઘાતી જ મળે છે, જ્યારે દેશઘાતી પ્રકૃતિઓને દેશઘાતી અને સર્વઘાતી એમ બન્ને પ્રકારનાં દલિકો મળે છે, તેથી જ અંતરાયકર્મ દેશઘાતી હોવા છતાં તેને પણ સર્વધાતી રસવાળાં દલિકો
મળે છે.
પ્રશ્ન-૪૬. રસબંધના જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાયોનો ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ ચારથી વધતો વધતો આઠ સમય સુધી અને તેથી આગળ ઘટતો ઘટતો બે સમય સુધી બતાવવામાં આવેલ છે, તે બરાબર છે, પરંતુ ગુણાભિમુખ અને દોષાભિમુખ અવસ્થામાં જ જે અધ્યવસાયો દ્વારા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસ બંધાય છે, તે અધ્યવસાયોનો કાળ એક સમયથી વધારે કેમ ઘટી શકે ?
ઉત્તર–સમ્યુક્ત વગેરે ગુણાભિમુખ અવસ્થામાં અને મિથ્યાત્વાદિક દોષાભિમુખ અવસ્થામાં જે અધ્યવસાયો દ્વારા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે અધ્યવસાયો એક સમયથી વધારે ટકી શકતા જ નથી એ વાત બરાબર લાગે છે, પરંતુ મૂળ તથા ટીકામાં તેની અવિરક્ષા કરી હોય તેમ લાગે છે. અન્યથા ગુણાભિમુખ કે દોષાભિમુખ અવસ્થામાં ઉત્કૃષ્ટ કે જઘન્ય રસબંધ એક સમયથી વધારે કાળ ઘટી શકે, પરંતુ એક સમયથી વધારે કાળ ક્યાંય બતાવેલ નથી.
પ્રશ્ન–૪૭. શુભાશુભ દરેક પ્રકૃતિઓનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સરખો હોય કે ઓછો-વધારે?
ઉત્તર–અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ અશુભ પ્રકૃતિઓનો વધારે હોય છે અને તેમાં પણ સ્વજાતીય વધારે અશુભ પ્રકૃતિઓનો સૌથી વધારે અને શુભ પ્રકૃતિઓનો સૌથી ઓછો હોય છે. દા.ત.અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી સાતાનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ ઓછો હોય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય જાતિનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ જેટલો હોય છે, તેના કરતાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જાતિનો ક્રમશઃ ઓછો-ઓછો હોય છે. એમ સર્વત્ર સમજવું.
પ્રશ્ન-૪૮. બેઇન્ડિયાદિક આઠ જીવભેદોમાં આયુષ્ય વિના સાત કર્મોના અબાધા સ્થાનો કરતાં જઘન્ય અબાધા કેટલી વધારે હોય ?
ઉત્તર–જો કે ટીકામાં આઠે જીવભેદોમાં અબાધા સ્થાનો આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણ બતાવેલ છે. માટે તે અપેક્ષાએ જઘન્ય અબાધા સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ થાય, પરંતુ વિવેચનમાં પ્ર. ૩૪ના ઉત્તરમાં બતાવ્યા મુજબ આ આઠ જીવ-ભેદોમાં અબાધાસ્થાનો આવલિકાના સંખ્યામાં ભાગમાં રહેલ અસંખ્યાત સમય પ્રમાણ - માનીએ તો તેના કરતાં જઘન્ય અબાધા અસંખ્યાત ગુણ નહીં પરંતુ સંખ્યાતગુણ હોય.
પ્રશ્ન-૪૯. બેઇન્દ્રિયાદિક આઠ જીવભેદોમાં સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યામાં