Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ પ્રશ્નોત્તરી
૨૦૭
પ્રમાણ વીર્યાવિભાગો હોય છે તેથી અસંખ્યાત વખત અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગો ઘટે અને માત્ર અસંખ્ય પ્રતરના અસંખ્ય પ્રદેશ રાશિ પ્રમાણ વીર્યાવિભાગો વધે છે.
પ્રશ્ન-૫. યોગસ્થાન એટલે શું?
ઉત્તર–એક જ સમયે કોઈપણ એક સયોગી જીવના સર્વ-આત્મપ્રદેશોમાં થતો વીર્યવ્યાપાર તે એક યોગસ્થાન કહેવાય છે.
પ્રશ્ન–૬. વિવલિત એક સમયે એક એક જીવને એક એક યોગસ્થાન હોય છે તો જીવો અનંત હોવાથી યોગસ્થાનો પણ અનંત હોવાં જોઈએ, પરંતુ યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત જ કેમ ?
ઉત્તરસ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં નિરંતર જઘન્યથી પણ અનંતા જીવો હોય છે અને ત્રસ પ્રાયોગ્ય એક એક સ્થાનમાં પણ ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવો હોય છે માટે જીવો અનંત હોવા છતાં અનંત અને અસંખ્યાત જીવોને પણ એક એક યોગસ્થાન હોઈ શકે છે તેથી યોગસ્થાનો અસંખ્યાત છે તેમાં કોઈ વિરોધ નથી.
પ્રશ્ન-૭. સિદ્ધ પરમાત્માને જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર અનંત હોય છે તેમ વીર્ય પણ અસંતુ કહ્યું છે છતાં અહીં યોગરૂપ વીર્યમાં અસંખ્યાત ભાગ હીન વગેરે ચાર પ્રકારની વૃદ્ધિ અને હાનિ બતાવી. પરંતુ અનંતભાગ અને અનંતગુણ એ બે હાનિ-વૃદ્ધિઓ કેમ ન બતાવી ?
ઉત્તર–સિદ્ધ પરમાત્માને કેવલ લબ્ધિવીર્ય હોય છે અને તે અનંત છે તે બરાબર છે, તેમજ સયોગી કેવલીઓને પણ અનંત લબ્ધિવીર્ય હોય છે પરંતુ સયોગી જીવોને યોગરૂપ પ્રવૃત્તિવીર્ય ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાતું જ હોય છે માટે અનંત ભાગ અને અનંતગુણ એ બે હાનિવૃદ્ધિ ઘટતી નથી પણ શેષ ચાર પ્રકારની જ વૃદ્ધિ-હાનિ ઘટે છે.
પ્રશ્ન-૮. લબ્ધિ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્ત જીવોને આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ યોગનું અલ્પબદુત્વ બતાવવું, પરંતુ કરણ અપર્યાપ્ત જીવોને વિષે શું સમજવું ?
ઉત્તર–અલ્પબદુત્વમાં કરણ અપર્યાપ્ત જીવોને પણ વિચાર કરીએ તો અલ્પબહત્વ આ પ્રમાણે ઘટે. લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી કરણ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ, તેનાથી કરણ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણ, તેથી કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ, તેથી કરણ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણ અને તે થકી કરણ પર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ કહેવો અને કરણ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે એક એકથી અસંખ્યગુણ કહેવો. લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી કરણ અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ, તેનાથી કરણ પર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય, એક કરણ અપર્યાપ્ત વેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત તેઈન્દ્રિયનો જઘન્ય, કરણ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત ચઉરિજિયનો જઘન્ય, કરણ અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય, કરણ