Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-દ્વિતીય ભાગ
બંધનકરણ પ્રશ્નોત્તરી
પ્રશ્ન—૧. બંધનાદિ આઠ પ્રકારનાં કરણો બતાવ્યાં ત્યાં કરણ એટલે શું ?
ઉત્તર— બંધાદિ આઠ પ્રકારની ક્રિયાઓમાં હેતુભૂત કષાય સહિત અથવા કષાય રહિત એવો જીવનો વીર્ય-વ્યાપાર અર્થાત્ પ્રવૃત્તિરૂપ વીર્ય તે કરણ કહેવાય છે. તેમાં બંધન, ઉપશમના, ઉર્જાના, નિદ્ધત્તિ અને નિકાચનામાં સકષાય જીવનું જ પ્રવૃત્તિવીર્ય કરણ છે અને અપવર્તના, ઉદીરણા તેમજ સંક્રમમાં કષાય સહિત અને કષાયરહિત એમ બન્ને પ્રકારના જીવોનું પ્રવૃત્તિવીર્ય કરણ છે, કારણ કે ૧૧-૧૨ અને ૧૩મા ગુણસ્થાને કષાયનો અભાવ હોવા છતાં યથાસંભવં અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા કરણ પ્રવર્તે છે. જો કે ઉપશાન્તાદિ ત્રણ ગુણસ્થાનકે અકષાય વીર્યથી સાતાવેદનીય બંધાય છે. પણ તેની વિવક્ષા નથી.
પ્રશ્ન—૨. પ્રવૃત્તિવીર્ય એટલે શું ?
ઉત્તર— વીર્યંતરાયકર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલ જે આત્માની શક્તિ તે લબ્ધિવીર્ય કહેવાય છે. તેમાંથી મન વચન અને કાયા દ્વારા થતો વીર્યનો વ્યાપાર અર્થાત્ આત્મપ્રદેશોનું આંદોલન = હલન-ચલન, તે પ્રવૃત્તિવીર્ય કહેવાય છે. આ પ્રવૃત્તિવીર્યનાં જ કરણવીર્ય, યોગ, બળ વગેરે નામો છે.
પ્રશ્ન—૩. એક એક આત્મપ્રદેશમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે વીર્યાવિભાગો કેટલા હોય ?
ઉત્તર—ઓછામાં ઓછા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અને વધારેમાં વધારે પણ અસંખ્યાતલોકાકાશ પ્રદેશ પ્રમાણ જ વીર્યાવિભાગો હોય છે. પરંતુ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ હોય છે.
પ્રશ્ન—૪. કોઈપણ વિપક્ષિત વર્ગણાના વીર્યાવિભાગોથી તેની પછીની અનંતર વર્ગણામાં કેટલા વીર્યાવિભાગો વધે અથવા ઘટે ?
ઉત્તર—કોઈપણ એક સ્પર્ધકમાં વિવક્ષિત વર્ગણામાં રહેલ વીર્યાવિભાગોની અપેક્ષાએ પછીની અનંત૨ વર્ગણાના એક એક જીવપ્રદેશમાં એક એક વીર્યાવિભાગો વધે છે પરંતુ વિવક્ષિત વર્ષણાના સંપૂર્ણ વીર્યાવિભાગોની અપેક્ષાએ પછીની અનંતર વર્ગણામાં કુલ વીર્યાવિભાગો અસંખ્યાત ભાગ હીન હોય છે, કારણ કે એક એક આત્મપ્રદેશમાં એક એક વીર્યાવિભાગ વધે છે તેથી અસંખ્ય પ્રતરના અસંખ્ય પ્રદેશ રાશિ પ્રમાણ કુલ વીર્યાવિભાગો વધે, પરંતુ પૂર્વ પૂર્વ વર્ગણાની અપેક્ષાએ પછી પછીની વર્ગણામાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત. અસંખ્યાત જીવપ્રદેશો ઓછા ઓછા હોય છે અને તે એક એક પ્રદેશમાં અસંખ્ય અસંખ્ય લોકાકાશ પ્રદેશ