Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ પ્રશ્નોત્તરી
૨૧૧
ઉત્તર–સ્થિતિબંધમાં કેવળ કષાયોદયજનિત આત્મપરિણામ કારણ છે, જ્યારે રસબંધમાં કષાયોદય સહિત કૃષ્ણાદિ લેશ્યાજનિત આત્મપરિણામો કારણ છે અને એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ કૃષ્ણાદિ લેશ્યાજનિત અસંખ્ય પ્રકારનાં પરિણામો હોય છે માટે સ્થિતિબંધના કારણભૂત એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ રસબંધના કારણભૂત અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો ઘટી શકે છે. આ હકીકત કર્યપ્રકૃતિ બંધનકરણ ગાથા પર મીની ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સાહેબે દર્શાવેલ છે.
પ્રશ્ન-૨૧. ત્રસનામકર્મ તથા સ્થાવરનામકર્મ એ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સમાન હોવા છતાં ૨૦થી સમયાધિક ૧૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ત્ર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીના દેવ સિવાય શેષ ચારેય ગતિના જીવો કરે છે અને સ્થાવર નામકર્મનો એટલો સ્થિતિબંધ માત્ર ઈશાન સુધીના દેવો જ કરે છે અર્થાત્ આટલાં સ્થિતિસ્થાનોના બાંધનારા જીવો ભિન્ન ભિન્ન હોવાથી ત્રસનામકર્મની અનુકૃષ્ટિ તથા તીવ્ર મંદતા સાતાવેદનીયની જેમ પ્રાપ્ત થતી નથી તેથી જુદી બતાવવામાં આવે છે તેવી રીતે પંચેન્દ્રિય જાતિ અને એકેન્દ્રિય જાતિ નામકર્મના ૨૦થી સમયાધિક ૧૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધના સ્વામી ભિન્ન ભિન્ન હોવાથી પંચેન્દ્રિયજાતિ નામકર્મની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા પણ સાતવેદનીયની જેમ ન બતાવતાં ત્રસનામકર્મની જેમ ભિન્ન બતાવવી જોઈએ છતાં સાતાની જેમ કેમ બતાવી ?
ઉત્તર–પ્રશ્ન બરાબર છે. પરંતુ પંચસંગ્રહ કે કર્મપ્રકૃતિમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી. સામાન્યથી આ બધી પ્રકૃતિની અનુકૃષ્ટિ તથા તીવ્રમંદતા સાતવેદનીયની જેમ સમજવી, . એમ બતાવેલ છે. દિગમ્બરીય મહાબંધ ગ્રન્થમાં તો પંચેન્દ્રિય જાતિની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા ત્રસનામકર્મની જેમ જ બતાવી છે માટે આ બાબતમાં અતિશય જ્ઞાનીઓનું વચન જ પ્રમાણ છે. - પ્રશ્ન–૨૨. ઔદારિકાદિ ૨૬ પ્રકારની વર્ગણાઓમાંની કઈ વર્ગણામાં સર્વથી વધારે અવાન્તર અર્થાત પેટાવર્ગણાઓ હોય ?
- ઉત્તર–અચિત્ત મહાત્કંધ વર્ગણામાં અવાન્તર વર્ગણાઓ સર્વથી વધારે હોય છે. કારણ કે અચિત્ત મહાત્કંધની સર્વ પ્રથમ જઘન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ છે તેનાથી એક ન્યૂન બધી વર્ગણાઓની સંખ્યા છે અને તેના કરતાં પણ અચિત્ત મહાસ્કન્દમાં પેટાવર્ગણાઓ અસંખ્યાતગુત છે.
પ્રશ્ન–૨૩. ઔદારિકથી કાર્મણ સુધીની વર્ગણાઓની અવગાહના બતાવી છે. પરંતુ ધુવાચિત્તાદિ શેષ વર્ગણાઓની નથી બતાવી તેનું શું કારણ?
ઉત્તર–ધ્રુવાચિત્તાદિ શેષ વર્ગણાઓની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, છતાં ઔદારિકાદિ વર્ગણાઓની જેમ તે અવગાહના નિયત ન હોવાથી અલ્પ-બહુત્વમાં બતાવેલ નથી. એમ કર્મપ્રકૃતિ ટિપ્પનકમાં રહેલ છે.
પ્રશ્ન–૨૪. ઔદારિકાદિ ગ્રાહ્ય વર્ગણામાં વર્ણાદિ ચારના ઉત્તર ભેદો કેટલા હોય? ઉત્તર–ગ્રાહ્ય ઔદારિક વૈક્રિય અને આહારક વર્ગણામાં વર્ણાદિ ચારના વીસેય ઉત્તર