Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૯૩
(૩૬) પર્યાપ્ત મિથ્યાદષ્ટિ સંજ્ઞીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાત ગુણ છે. - સંયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અપર્યાપ્ત મિથ્યાષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના દરેક જીવોને અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ હોવા છતાં અંતઃ કોડાકોડી સંખ્યાત પ્રકારની હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ ઘટી શકે છે. તેમજ અંતઃ કોડાકોડી સાગરોપમથી સિત્તેર કોડાકોડી સાગરોપમ વગેરે સ્થિતિબંધ પણ સંખ્યાતગુણ હોય તે સહેજે સમજાય તેમ છે.
હવે જઘન્ય અબાધા, ઉત્કૃષ્ટ અબાધા, જઘન્ય સ્થિતિબંધ, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, અબાધા સ્થાનો, કંડક સ્થાનો, દ્વિગુણહાનિનાં સ્થાનો, એક દ્વિગુણહાનિના વચ્ચે રહેલ નિષેક સ્થાનો, સ્થિતિસ્થાનો અને અબાધા કંડક સ્થાનો–આ દસ પદાર્થોનું ચૌદ જીવ સ્થાનકોમાં અલ્પ બહુત્વ આ પ્રમાણે છે.
પર્યાપ્ત અને અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આયુષ્ય વિના શેષ સાત કર્મની જઘન્ય અબાધા માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી અબાધા સ્થાનો તેમજ કંડક સ્થાનો અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ અબાધાના જેટલા સમયો છે, તેટલા હોવાથી અસંખ્યાતગુણા છે અને પરસ્પર બન્ને સમાન છે. કારણ કે અબાધામાંથી એક એક સમયની હાનિએ એક એક કંડક થાય છે. કંડક સ્થાનોથી ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય અબાધા રૂપ અંતર્મુહૂર્ત અધિક હોવાથી વિશેષાધિક છે. તેનાથી દ્વિગુણહીન નિષેકસ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાત ગુણ છે. તેનાથી એક દ્વિગુણ હાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાત ગુણ છે. તેનાથી અબાધા કંડક અસંખ્યાત ગુણ છે. આ સ્થાને કમ્મપયડીમાં અર્ધન કંડક બતાવેલ છે. કારણ કે અબાધા અને કંડક સ્થાનો પ્રથમ જુદાં જુદાં આવી ગયેલ છે. માટે અહીં ફરીથી કેમ બતાવ્યાં છે તે સમજાતું નથી. કદાય તે બન્નેના સમૂહને ફરીથી ગણીએ તો પણ પૂર્વના પદાર્થથી અસંખ્યાત ગુણ થઈ શકતા નથી વગેરે બાબત મૂળ ભાષાંતરમાં કરેલ ૧૦૧-૧૦૨ ગાથાની ટિપ્પણીમાં બતાવેલ છે. માટે ત્યાંથી જોઈ લેવું.
તે થકી અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાત ગુણ છે. જો કે આઠમા ગુણસ્થાનકની આગળ સંજ્ઞીપંચેન્દ્રિયો અંતઃ કોડાકોડી સાગરોપમથી પણ ઓછો બંધ કરે છે. પણ અહીં તેની વિવિક્ષા કરવામાં આવી નથી. જઘન્ય સ્થિતિબંધથી સ્થિતિસ્થાનોજઘન્ય સ્થિતિબંધ રહિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ હોવાથી સંખ્યાત ગુણ છે. અને તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. કારણ કે તેમાં જઘન્ય સ્થિતિબંધ પણ આવી જાય છે.
શેષ બાર જીવસ્થાનકોમાં અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અલ્પ છે. કારણ કે તે આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે, અને પરસ્પર બન્ને તુલ્ય છે. જો કે અહીં સામાન્યથી બારેય જીવસ્થાનકોમાં આ બન્ને પદાર્થો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ બતાવેલ છે. પરંતુ વિશેષ વિચાર કરતાં એકેન્દ્રિય સિવાયના શેષ આઠ ભેદોમાં આવલિકાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો જાણે.
આ બન્નેથી જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અસંખ્યાત ગુણ છે. તેનાથી પંચ૦૨-૨૫