Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૭૭
પછી પછીના કષાયોદયમાં અનુભાગ બંધના અધ્યવસાયો વિશેષાધિક-વિશેષાધિક યાવતુ સર્વજઘન્ય સ્થિતિબંધના હેતુભૂત અસંખ્ય કષાયોદયમાંનો સર્વ જઘન્ય કષાયોદય આવે ત્યાં સુધી સમજવું. આ અનંતરોપનિધા છે.
પરંપરોપનિધાએ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના હેતુભૂત સર્વોત્કૃષ્ટ અધ્યવસાયોરૂપ કષાયોદયમાં જે રસબંધના અધ્યવસાયો છે તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કષાયોદય પછીના કષાયોદયમાં દ્વિગુણ, ત્યાંથી પુનઃ તેટલા જ કષાયોદય ઓળંગી પછીના કષાયોદયમાં દ્વિગુણ, એમ તેટલા-તેટલા કષાયોદય ઓળંગી ઓળંગી પછીના કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો દ્વિગુણ-દ્વિગુણ હોય, એમ યાવત્ સર્વ જઘન્ય સ્થિતિબંધના કારણભૂત સર્વજઘન્ય કષાયોદય આવે ત્યાં સુધી સમજવું.
એ પ્રમાણે સ્થિતિબંધના અધ્યવસાયોમાં રસબંધના અધ્યવસાયોનો વિચાર કરી હવે સ્થિતિબંધ સ્થાનોમાં રસબંધના અધ્યવસાયોનો વિચાર કરે છે.
અહીં પણ અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારની માર્ગણા છે.
આયુષ્ય વિના મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૬ પાપપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં જે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અનુભાગબંધના અધ્યવસાયો છે તેની અપેક્ષાએ સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં વિશેષાધિક, તેનાથી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં વિશેષાધિક એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો વિશેષાધિક વિશેષાધિક ' હોય છે.
પરંપરોપનિધાએ સર્વ જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જ રસબંધના અધ્યવસાયો છે તેની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ સ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં બમણા, ત્યાંથી પુનઃ તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં બમણા, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનમાં બમણા-બમણા રસબંધના અધ્યવસાયો હોય છે.
આયુષ્ય સિવાયની શેષ સતાવેદનીય વગેરે ૬૬ પુન્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં અધ્યવસાયો અલ્પ અને ત્યાંથી જઘન્ય સ્થિતિબંધ સ્થાન સુધી સમય-સમય ન્યૂન દરેક સ્થિતિબંધ સ્થાનમાં વિશેષાધિક-વિશેષાધિક રસબંધના અધ્યવસાયો હોય છે. અને પરંપરોપનિધાએ પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી પછીના સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો બમણા-બમણા થાય છે.
- અહીં પણ સર્વ દ્વિગુણવૃદ્ધિનાં સ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમય પ્રમાણ હોય છે અને તેથી પણ એક દ્વિગુણવૃદ્ધિની વચ્ચે રહેલ સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા છે.
ચારે આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં રસબંધના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, અને સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્યાતગુણા છે, એમ પોતપોતાના ઉત્કૃષ્ટ પંચ૦૨-૨૩