Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૫૯
વર્ગણામાં સ્નેહાવિભાગો અનંત ગુણ છે. તે થકી નામપ્રત્યય પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમવર્ગણાના કુલ સ્નેહાવિભાગો અનંત ગુણ છે. તેથી એ જ નામપ્રત્યય સ્પર્ધ્વકના છેલ્લા સ્થાનના છેલ્લા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાના કુલ સ્નેહાવિભાગો અનંત ગુણ છે. તે થકી પ્રયોગપ્રત્યયમાં પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધ્વની પ્રથમ વર્ગણામાં રહેલ સકલ સ્નેહાવિભાગો અને તે થકી એના ચરિમ સ્થાનના ચરિમ સ્પર્ધ્વકની ચરિમ વર્ગણામાં રહેલ બધાય સ્નેહવિભાગો ક્રમશ: અનંત ગુણ છે.
તેરમા ગુણસ્થાનક સુધીના દરેક આત્માઓ યોગના અનુસાર સમયે સમયે અનંતોકાર્પણ વર્ગણાઓ ગ્રહણ કરે છે. ગ્રહણ કરતી વખતે બધી કાર્મણ વર્ગણાઓ સમાન હોવા છતાં ગ્રહણ કરનાર આત્માના અધ્યવસાય પ્રમાણે તેમાં ભિન્ન ભિન્ન સ્વભાવો ઉત્પન્ન થાય છે. ભિન્ન ભિન્ન સ્વભાવો પ્રગટ થવાથી કર્મના પણ મૂળ અને ઉત્તર ભેદોની અપેક્ષાએ અનેક પ્રકારો થાય છે. જેમ દૂધ અને દહીંનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી તે બન્ને વસ્તુ પણ જુદી છે. તેમ કર્મ રૂપે સમાન હોવા છતાં સ્વભાવમાં ભેદથી તેમાં પણ અનેક ભેદો હોય છે અને તે જ પ્રકૃતિબંધ કહેવાય છે. અહીં અનુભાગનો અર્થ સ્વભાવ કરેલો છે. બંધનકરણના સામર્થ્યરૂપ અધ્યવસાય વિશેષથી આત્મા કાર્મણ વર્ગણા ગ્રહણ કરી આત્મપ્રદેશો સાથે દૂધ અને જલની જેમ એકમેક રૂપ સંબંધ કરે છે ત્યારે તે કર્મ કહેવાય છે અને તે કર્મના જ્ઞાનાવરણીય વગેરે મૂળ આઠ અને મતિજ્ઞાનાવરણીયં વગેરે ઉત્તર ભેદ સ્થૂલ રૂપે એકસો અઠ્ઠાવન છે. તે દરેક નામો યથાર્થ ગુણવાળા છે. જેમ જ્ઞાનને આવરે તે જ્ઞાનાવરણીય, મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણીય, એમ સર્વત્ર સમજવું.
જે સમયે જે કર્મ બંધાય છે તે જ સમયે બંધાયેલ તે કર્મ આત્મા સાથે કેટલા કાળ કર્મ રૂપે રહેશે તે નક્કી થયું તેને સ્થિતિબંધ કહેવાય છે.
જ્ઞાનાવરણીય અથવા તો સાતા-અસાતા વેદનીય વગેરે કર્મો જ્ઞાનને રોકવાનું કે સુખદુઃખ વગેરે ઉત્પન્ન કરવાનું ફળ કેટલા પ્રમાણમાં બતાવશે તે પ્રમાણ બંધ સમયે નક્કી થવું તે રસબંધ અથવા અનુભાગ બંધ કહેવાય છે.
બંધ સમયે જેટલી કામણ વર્ગણા ગ્રહણ થઈ કર્મ રૂપે પરિણામ પામે તે પ્રદેશબંધ કહેવાય છે.
અહીં પ્રકૃતિબંધ એ અવયવી છે અને સ્થિતિબંધાદિ ત્રણ તેના અવયવો છે. માટે જ આ ગ્રંથમાં સ્થિતિબંધાદિ ત્રણના સમુદાયને પ્રકૃતિબંધ કહેલ છે. પરંતુ નવતત્ત્વાદિ ગ્રંથોમાં પ્રકૃતિનો અર્થ સ્વભાવ કહેલ છે.
પ્રકૃતિબંધનું સ્વરૂપ કહીને પ્રદેશબંધનું સ્વરૂપ કહે છે.
પ્રતિસમયે ગ્રહણ કરેલી કામણ વર્ગણાના તે તે સમયે ત્રીજા વિના એકથી સાત ગુણઠાણા સુધી આયુષ્ય બંધાય ત્યારે આઠ અને શેષ કાળે તેમજ ત્રીજે, આઠમે અને નવમે ગુણઠાણે આયુષ્ય વિના સાત, દશમે ગુણઠાણે આયુ અને મોહ વિના છે. અગિયારથી તેર ગુણ ઠાણે એક ભાગ પડે છે અને તેમાં દરેક કર્મને ભાગ સરખે મળતો નથી. પરંતુ આયુષ્યને સૌથી અલ્પ. તે