Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૮
પંચસંગ્રહ-૨
ध्रुवप्रकृतीबंध्नन्तः चतुःस्थानादि शुभानामितरासाम् ।
द्विस्थानकादि त्रिविधं स्वस्थानजघन्यकादिषु ॥१०९॥ અર્થ ધ્રુવબંધિની પ્રકૃતિઓ બાંધતા શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનકાદિ ત્રણ પ્રકારનો રસ બાંધે છે, અને અશુભ પ્રકૃતિઓનો બે સ્થાનકાદિ ત્રણ પ્રકારનો રસ બાંધે છે. આ રીતે રસનો બંધ સ્વયોગ્ય જઘન્યાદિ સ્થિતિ બાંધતા પ્રવર્તે છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, મિથ્યાત્વમોહનીય, સોળ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ અને અંતરાય પંચકરૂપ સુડતાળીસ ધ્રુવપ્રકૃતિઓને બાંધતા પરાવર્તમાન સાતવેદનીય, દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, સમચતુરગ્નસંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રસદશક, પ્રશસ્તવિહાયોગતિ, તીર્થકર નામકર્મ, નરકાયુ વિના ત્રણ આયુ, અને ઉચ્ચગોત્ર ચોત્રીસ પુન્યપ્રકૃતિઓનો ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક અને દ્વિસ્થાનક રસબંધ કરે છે.
તે જ પૂર્વોક્ત ધ્રુવપ્રકૃતિઓ બાંધતા જો પરાવર્તમાન અશાતાવેદનીય, વેદત્રય, હાસ્ય, રતિ, શોક, અરતિ, નરકાયુ, નરકદ્ધિક, તિર્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ વિના શેષ ચાર જાતિ, પ્રથમ સંસ્થાન વિના શેષ પાંચ સંસ્થાન, પ્રથમ સંઘયણ વિના શેષ પાંચ સંઘયણ, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવરદશક અને નીચગોત્રરૂપ ઓગણચાળીસ પ્રકૃતિઓ બાંધે તો તેઓનો દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસબંધ કરે છે.
આ પ્રમાણે ધ્રુવપ્રકૃતિ બાંધતા ઉપર પરાવર્તનમાન પુન્ય તથા પાપ પ્રકૃતિઓનો જે રસબંધ કહ્યો તે પોતપોતાને યોગ્ય જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા થાય છે એમ સમજવું.
એ જ સંબંધમાં વિશેષ વિચાર આ પ્રમાણે છે–ધ્રુવબંધિ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ બાંધતા પરાવર્તમાન જે શુભ પ્રકૃતિઓ બંધાય છે તેનો ચતુઃસ્થાનક રસંબંધ કરે છે, અને જે પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓ બંધાય છે તેનો ક્રિસ્થાનક રસબંધ કરે છે, કારણ કે ત્રણ આયુ વિના કોઈપણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ પ્રશસ્ત પરિણામ થાય છે. અને પ્રશસ્ત પરિણામ હોવાથી પુન્યપ્રકૃતિઓનો ચતુઃસ્થાનક અને પાપ પ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસબંધ થાય છે.
જેમ જેમ પરિણામની મલિનતા થતી જાય છે તેમ તેમ સ્થિતિબંધ વધારે વધારે થતો જાય છે ત્યારે મુખ્યપ્રકૃતિઓમાં રસબંધ મંદમંદ થતો જાય છે અને પાપ પ્રકૃતિઓમાં રસબંધ વધારે વધારે થતો જાય છે. જયારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે ત્યારે પાપ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસબંધ થાય છે અને પુન્યપ્રકૃતિઓનો તથાસ્વભાવે બે સ્થાનક રસબંધ થાય છે. આ પ્રમાણે સ્થિતિબંધ જેમ જેમ ઓછો થાય તેમ તેમ પુન્યપ્રકૃતિઓના રસની વૃદ્ધિ અને પાપપ્રકૃતિઓના રસની હાનિ થતી જાય છે.
આ જ ક્રમે સ્થિતિબંધને અનુસરી રસબંધ કેવી રીતે વધે છે તે કહે છે હ્યુવબંધિ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિ બાંધતા પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો અથવા અશુભ પ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસબંધ કરે છે. અહીં બંનેનો સમાન રસબંધ થાય છે તેમ સમજવાનું નથી પરંતુ