Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
% [ શ્રીશથરપાર્શ્વનાથાય નમોનમઃ |
પંચસંગ્રહ દ્વિતીય ભાગ બંધનકરણ સારસંગ્રહ
પ્રથમ વિભાગમાં યોગ-ઉપયોગ-માર્ગણા વગેરે પાંચ દ્વારનું વર્ણન છે અને આ વિભાગમાં બંધનાદિ આઠ કરણોનું અને બંધોદયસત્તાના સંવેધનું ક્રમશઃ સ્વરૂપ છે.
કર્મબંધ-સામાન્ય, અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત એમ ત્રણ પ્રકારે થાય છે.
આત્મા જે સમયે શુભાશુભ ક્રિયાઓ દ્વારા જેટલાં અને કેવા પ્રકારનાં કાર્યો બાંધે છે, તેટલા અને તેવા જ પ્રકારે જ હંમેશાં ઉદયમાં આવે તેવું બનતું નથી, પરંતુ બાંધ્યા પછી તેમાં આત્માના કષાય મિશ્રિત યોગ=અધ્યવસાય અને યોગના બળથી અનેક પ્રકારના ફેરફાર થાય છે, તે જ કષાય મિશ્રિત યોગ=અધ્યવસાય અને યોગના બળને કરણ કહેવામાં આવે છે, અને તેવાં કરણો મુખ્ય આઠ છે.
સામાન્યથી કોઈ પણ કાર્યને ઉત્પન્ન કરનાર પ્રબલ સાધનને કરણ કહેવામાં આવે છે છે અને અહીં કરણ શબ્દથી કર્મબંધાદિમાં નિમિત્તભૂત આત્માનું વિશેષ પ્રકાનું વીર્ય કહેવાય છે.
ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યની અપેક્ષાએ બંધન, સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના ઉદીરણા, ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચના એમ આઠ જ કરણી છે.
જે વીર્ય વિશેષ વડે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે પાણી અને દૂધની જેમ એકમેક થવા રૂપ સંબંધ થાય તે બંધનકરણ, જે વીર્ય વિશેષ વડે અન્ય કર્મરૂપે રહેલ પ્રકૃતિ, - સ્થિતિ, રસ અને પ્રદેશો પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપ થાય તે સંક્રમણ કરણ, જે વીર્ય વ્યાપાર દ્વારા કર્મપ્રકૃતિના સ્થિતિ અને રસ વધે તે ઉદ્વર્તન કરણ અને જે વીર્ય પ્રવૃત્તિથી સ્થિતિ તથા રસ ઘટે તે અપવર્ણના કરણ. આ ઉદ્વર્તના અને અપવર્તના સંક્રમણ કરણના પેટા ભેદો કહી શકાય. લાંબા કાળે ફળ આપવા યોગ્ય કર્મ પુગલોને જે વીર્ય વ્યાપાર દ્વારા શીઘ્ર ફળ આપવાની યોગ્યતાવાળા કરી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ઉદય પ્રાપ્ત કર્મ યુગલો સાથે ભોગવવા યોગ્ય કરવા તે ઉદીરણા કરણ. જે વીર્ય વિશેષથી સત્તામાં રહેલ કર્મપુદ્ગલો ઉદય, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના કરણને અસાધ્ય રૂપ થાય તે ઉપશમના કરણ. જે વીર્ય વ્યાપારથી કર્મ ઉદ્વર્તન અને અપવર્તના સિવાય દરેક કરણને અયોગ્ય થાય તે નિદ્ધત્તિકરણ અને જ વીર્ય-વિશેષથી બંધાયેલ કર્મ દરેક કરણને અસાધ્ય જ થાય. અર્થાત્ અવશ્યમેવ વિપાકોદયથી પોતાનું ફળ આપીને જ વિલીન થાય તે નિકાચના કરણ.
બંધનકરણ....બંધ વખતે જ પ્રવર્તે છે, નિદ્ધત્તિ અને નિકાચના કરણ બંધ વખતે અને પંચ૦૨-૧૯