Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૫૦
પંચસંગ્રહ-૨ વર્ગણા કહેવાય છે.
છૂટા છૂટા પરમાણુના સમૂહને પરમાણુ વર્ગણા કહી શકાય. પરંતુ એક એક પરમાણુમાં સમૂહ ન હોવાથી વર્ગણા કેમ કહી શકાય ? તેના ઉત્તરમાં સમજવાનું કે એક એક પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વગેરેના અવિભાજ્ય ભાગો અર્થાત્ ભાવ પરમાણુઓ અનેક હોય છે. તેથી તે અપેક્ષાએ તેઓનો સમૂહ હોવાથી પરમાણુને પણ વર્ગણા કહી શકાય અથવા પરમાણુમાં સ્કંધ રૂ૫ વર્ગણા થવાની યોગ્યતા હોવાથી તેને વર્ગણા કહેવામાં કોઈ દોષ નથી.
- વર્ગણા એ સ્કંધનો એકાર્યવાચી શબ્દ પણ છે. કારણ કે આ જ ગ્રંથમાં આગળ એક એક વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બતાવેલ છે અને તે એક એક સ્કંધની અપેક્ષાએ જ ઘટી શકે. ત્યાં જો સમાન પ્રદેશોની સંખ્યાતવાળા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવામાં આવે તો એક એક વર્ગણા સંપૂર્ણ લોકપ્રમાણ અવગાહનાવાળી થાય એમ સમજવું જોઈએ.
અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ પરમાણુના બનેલા સ્કંધો ઔદારિક શરીરને યોગ્ય જઘન્ય ગ્રહણ વર્ગણા બને છે. તેનાથી એક પણ પરમાણુ ઓછો હોય તેવા સ્કંધો ઔદારિકાદિ કોઈ પણ શરીરને યોગ્ય બનતા નથી એટલે કે કામમાં આવતા નથી. આ ઔદારિક યોગ્ય જઘન્ય ગ્રહણ વર્ગણામાં એક એક પરમાણુ ઉમેરતાં અનંતી ઔદારિક યોગ્ય વર્ગણાઓ બને છે. જઘન્ય ગ્રહણ વર્ગણામાં રહેલ પરમાણુઓથી અનંત ભાગ અધિક પરમાણુઓ ઔદારિકની ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં હોય છે. આ પ્રમાણે કામણ સુધીની દરેક જઘન્ય ગ્રહણ વર્ગણામાં રહેલ પરમાણુઓનો અનંતમો ભાગ અધિક કરતાં પોતપોતાની ઉત્કૃષ્ટ ગ્રહણ વર્ગણા થાય છે.
સામાન્યથી જેમ જેમ પરમાણુઓ વધે છે તેમ તેમ તથાસ્વભાવે જ પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મ થાય છે. ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાના સ્કંધમાં એક પરમાણુ અધિક હોય તેવા સ્કંધો ઔદારિકાદિ કોઈ પણ શરીરને ઉપયોગમાં આવતા નથી. તેથી અગ્રહણ વર્ગણા કહેવાય છે, કારણ કે પૂર્વ-પૂર્વનાં શરીરો માટે સૂક્ષ્મ અને પછી પછીનાં શરીરો માટે સ્થૂલ પરિણામ થાય છે, તથાસ્વભાવે જ એક પરમાણુ અધિક યા ઓછો થવાથી યોગ્ય અને અયોગ્ય બની જાય છે. બે પરમાણુ અધિક, ત્રણ પરમાણુ અધિક યાવત્ અંતિમ ગ્રહણ યોગ્ય વર્ગણામાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ પરમાણુઓ વધે તેવા બધા સ્કંધો અગ્રહણ યોગ્ય હોય છે. એ જ પ્રમાણે સર્વત્ર અંતિમ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ જેટલા પરમાણુઓ વધે ત્યાં સુધીની વર્ગણાઓ અગ્રહણ યોગ્ય અને પછી એક પરમાણુ વધે ત્યારે ગ્રહણ યોગ્ય બને છે એમ ઔદારિક અગ્રહણ પછી વૈક્રિય ગ્રહણ-અગ્રહણ, આહારક ગ્રહણ-અગ્રહણ, તૈજસ ગ્રહણ-અગ્રહણ, ભાષા ગ્રહણ-અગ્રહણ, શ્વાસોચ્છવાસ ગ્રહણઅગ્રહણ, મનઃ ગ્રહણ-અગ્રહણ અને કાશ્મણ ગ્રહણ, યોગ્ય વર્ગણાઓ બને છે.
અંતિમ કાર્મણ ગ્રહણ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે યુવાચિત્ત વર્ગણા બને છે. આ પ્રથમ ધ્રુવાચિત્ત વર્ગણામાં સર્વ જીવ-રાશિથી અનંત ગુણ પરમાણુઓ વધે ત્યાં સુધીની અનંતી છુવાચિત્ત વર્ગણાઓ છે. જે વર્ગણાઓ કાયમ માટે જગતમાં હોય જ છતાં તે વર્ગણાઓને