Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૦
પંચસંગ્રહ-૨ ટીકાનુ–સ ચતુષ્કમાં વીસ કોડાકોડી સાગરોપમના સ્થિતિસ્થાનથી આરંભીને નીચે અઢાર કોડાકોડી સાગરોપમના સ્થિતિસ્થાનક સુધી, અનુકૃષ્ટિ પરાઘાતની જેમ કહેવી, અને સ્થાવરની સાથે પરાવર્તન પરિણામે જે સ્થિતિસ્થાનકથી બંધ શરૂ થાય તે સ્થિતિસ્થાનકથી સાતાની જેમ અનુકૃષ્ટિ કહેવી. એટલે કે અઢારમી કોડાકોડીના છેલ્લા સમયથી સાતાની જેમ અનુકૃષ્ટિ કહેવી.'
તેની અંદર ત્રસ નામકર્મની અનુકૃષ્ટિ કહે છે. ત્રસ નામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જે અનુભાગબંધનાં અધ્યવસાય સ્થાનો છે તેઓનો અસંખ્યાતમો ભાગ છોડીને શેષ સઘળા સમયોન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. સમયોન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જે રસબંધના અધ્યવસાયો હોય છે તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને શેષ સઘળા બે સમયપૂન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો પર્વત કહેવું.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનક માંહેના આ છેલ્લા સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન સંબંધી રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તે પછીના સ્થિતિસ્થાનમાં સમયજૂન ઉત્કૃષ્ટસ્થિતિ સંબંધી રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. આ પ્રમાણે નીચે નીચે અનુકૃષ્ટિ અને સમાપ્તિ ત્યાં સુધી કહેવી યાવતુ અઢાર કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે. એટલે કે વીસમી કોડાકોડીના છેલ્લા સમયથી આરંભી અઢારમી કોડાકોડી સાગરોપમના છેલ્લા સમય પર્વત કહેવી.
અઢારમી કોડાકોડી સાગરોપમની ચરમસ્થિતિમાં જે રસબંધાવ્યવસાયો હોય છે તે સઘળા અઢારમી કોડાકોડી સાગરોપમની ચિરમ સ્થિતિમાં હોય છે અને અન્ય નવા પણ હોય છે. દ્વિચરમસ્થિતિમાં જે રસબંધાધ્યવસાયો હોય છે તે સઘળા ત્રિચરમ સ્થિતિસ્થાન બાંધતા હોય છે અને અન્ય નવા પણ હોય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધના વિષયભૂત સ્થાવર નામકર્મની સ્થિતિ પ્રમાણ સ્થિતિ આવે. એટલે કે જે જઘન્ય સ્થિતિસ્થાન પર્યત ત્રસનામકર્મ સ્થાવરનામકર્મ સાથે પરાવર્તન ભાવે બંધાય છે તે સ્થિતિ આવે ત્યાં સુધી તે અને અન્ય એ ક્રમે અનુકૃષ્ટિ કહેવી.
૧. અહીં ત્રણચતુષ્કની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કો. કો. સાગરોપમ પ્રમાણ છે. અને તેના પ્રતિપક્ષભૂત સુક્ષ્મત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોટ કો. સાગરોપમની છે. તેથી ૨૦ કોઇ કો. થી ૧૮ ક. કોડ સુધીના બાદરત્રિકનાં સ્થિતિસ્થાનો શુદ્ધ છે. કારણ કે તે પ્રતિપક્ષ પ્રકૃતિ સાથે પરાવૃત્તિથી બંધાતાં નથી. અને ત્રસની પ્રતિપક્ષ સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રસની સમાન ૨૦ કોક કોક હોવા છતાં ત્રસનામકર્મની ૨૦થી ૧૮ કોટ કોડ સાગરોપમની સ્થિતિ ઈશાન સુધીના દેવો વજી શેષ ચારગતિના જીવો યથાસંભવ બાંધ છે. ત્યારે સ્થાવરની ૧૮ ક. કો. થી ૨૦ કો. કોઇ સુધીની સ્થિતિ માત્ર ઈશાન સુધીના દેવો જ બાંધે છે. માટે ત્રસ અને સ્થાવર બન્નેના ૨૦ કો. કોથી ૧૮ કોટ કો. સુધીનાં સ્થિતિસ્થાનો અનાક્રાંત (શુદ્ધ) હોય છે. અને ૧૮ કો. કોડ સાગરોપમથી નીચેનાં સ્થાવર નામકર્મની અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ સુધીનાં સ્થિતિસ્થાનો નારક સિવાય ત્રણ ગતિના જીવો પરાવર્તન પરિણામે બાંધે છે. માટે એટલાં જ સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે.