Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
અનંતગુણ થાય છે. તેનાથી શરૂઆતના જે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટરસ કહ્યો, તેની પછીના સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ, તેનાથી તે પછીના સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, એમ પૂર્વ-પૂર્વ સ્થિતિસ્થાનકથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત્ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનો જાય. તેનાથી કંડકના શેષ સંખ્યાતમા ભાગના બીજા સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ થાય છે. તેનાથી પૂર્વ જે બે કંડક પ્રમાણ સ્થાનકોમાં ઉત્કૃષ્ટ રસ કહ્યો તેની પછીના કંડક પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર અનંતગુણ ઉત્કૃષ્ટ રસ કહેવો. આ પ્રમાણે કંડકના શેષ સંખ્યાતમા ભાગના એક એક સ્થિતિસ્થાનકે જઘન્યરસ અને નીચે એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત્ તે અને અન્ય એ અનુકૃષ્ટિ પૂરી થયા બાદ જ્યાંથી તદેકદેશ અને અન્ય એ અનુકૃષ્ટિ શરૂ થાય છે તે જઘન્ય રસબંધના વિષયભૂત સ્થિતિસ્થાનનું કંડક પૂર્ણ થાય અને જેટલી સ્થિતિઓ પ્રતિપક્ષથી આક્રાંત ઉત્કૃષ્ટ રસના વિષયભૂત છે તેટલી સ્થિતિઓ પણ પૂર્ણ થાય. એટલે કે જેટલાં સ્થિતિસ્થાનકો પ્રતિપક્ષથી આક્રાંત છે તેટલાં સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ અને જે પ્રતિપક્ષથી આક્રાંત નથી તેમાંના શરૂઆતના એક કંડક પ્રમાણ સ્થાનકોમાં જઘન્યરસ કહેવાઈ જાય=પરિપૂર્ણ
થાય.
૧૧૮
પ્રતિપક્ષ પ્રકૃતિઓથી અનાક્રાંત સ્થિતિઓમાં ઉપઘાતની જેમ કહેવાનું છે. તે આ પ્રમાણે—શતપૃથક્ક્સ સાગરોપમના છેલ્લા કંડકના ઉત્કૃષ્ટ અનુભાગથી પ્રતિપક્ષથી અનાક્રાંત પૂર્વોક્ત જઘન્યરસના વિષયભૂત પહેલા કંડકની ઉપરની પહેલી સ્થિતિમાં જઘન્યરસં અનંતગુણ, તેનાથી શતપૃથક્ક્સ સાગરોપમની ઉપરના પહેલા કંડકની પહેલી સ્થિતિમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ, તેનાથી કંડક ઉપરની બીજી સ્થિતિમાં જઘન્યરસ અનંતગુણ, તેનાથી કંડકની બીજી સ્થિતિમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ, એ પ્રમાણે કંડકને આંતરે એક-એક સ્થાનકમાં ઉત્કૃષ્ટ અને એક-એક સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ ક્રમે કહેતા ત્યાં સુધી જવું યાવત્ અસાતા વેદનીયની ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્યરસ અનંતગુણ થાય. કંડક પ્રમાણ છેલ્લી સ્થિતિઓમાં ઉત્કૃષ્ટરસ કહ્યા વિનાનો બાકી રહે છે તે પણ પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન પર્યંત અનંતગુણ ક્રમે કહેવો. સ્થાવરદશક અને નરકક્રિકાદિ સત્તાવીસ પ્રકૃતિઓની તીવ્રમંદતા આ પ્રમાણે સમજવી.
હવે સાતાની તીવ્ર-મંદતા કહે છે—
કહેવી.
सायस्सवि नवरी उक्कसठिइओ ।
सातस्यापि नवरमुत्कृष्टस्थितिः ।
અર્થસાતાની પણ એ પ્રમાણે તીવ્રમંદતા કહેવી. પરંતુ ઉત્કૃષ્ટસ્થિતિથી આરંભી