Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
૧૦૩
ટીકાનુ–પરાવર્તમાન પ્રકૃતિઓની અનુકૃષ્ટિમાં અને પૂર્વોક્ત પ્રકૃતિઓની અનુકૃષ્ટિમાં થોડો તફાવત છે તે કહે છે. પ્રતિપક્ષવાળી જે પ્રકૃતિઓ હોય તે સપ્રતિપક્ષ કહેવાય, જેમ સાતઅસાતાદિ. તે પરસ્પર વિરોધી સાત-અસાત વેદનીયાદિ પ્રકૃતિઓના અંતઃકોડાકોડીથી આરંભી સ્થિતિસ્થાનકો સ્થાપવાં. કારણ કે અભવ્યનો જઘન્ય સ્થિતિબંધ અંત:કોડાકોડી પ્રમાણ છે. અને અભવ્યના જઘન્ય સ્થિતિબંધથી આરંભી પ્રાય:અનુકૃષ્ટિ થાય છે એ પહેલાં કહ્યું છે, માટે અહીં સ્થાપનામાં અંતઃકોડાકોડી આદિ સ્થાનકો સ્થાપવાનું કહ્યું છે.
આ પ્રમાણે સ્થાપીને સાતવેદનીયના ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનકથી આરંભી અધોમુખક્રમે અને અસાતવેદનીયની અંત:કોડાકોડી પ્રમાણ સ્થાનકથી આરંભી ઊર્ધ્વમુખક્રમે અનેક સેંકડો સાગરોપમપ્રમાણ સ્થિતિસ્થાનકો પરસ્પર આક્રાંત હોય છે. કારણ કે આટલાં સ્થિતિસ્થાનકો પરાવર્તમાનપરિણામે બંધાય છે. એટલે કે આટલાં સ્થાનકોમાં સાત-અસાતવેદનીય વારાફરતી બંધાયા કરે છે. બાકીના સાતવેદનીયના નીચે અધોમુખે અને અસાતાના ઉપર–ઊર્ધ્વમુખે પોતપોતાની ચરમ-સ્થિતિ પર્વત સ્થિતિસ્થાનકો સ્થાપવાં. આ સઘળાં સ્થાનકો બાંધતાં પ્રતિપક્ષ પ્રકૃતિઓના બંધનો અભાવ હોવાથી વિશુદ્ધિ અને સંક્લેશના વશથી તે એકલા જ બંધાય છે માટે તે શુદ્ધ કહેવાય છે.
તાત્પર્ય આ પ્રમાણે છે–છ ગુણસ્થાનકે અશાતાવેદનીયની ઓછામાં ઓછી જે અંતઃકોડાકોડી પ્રમાણ સ્થિતિ બંધાય છે ત્યાંથી આરંભી ઉત્કૃષ્ટ પંદર કોડાકોડી પ્રમાણ સ્થિતિબંધ - સુધીનાં સ્થિતિસ્થાનોમાં સાત-સાતવેદનીય વારાફરતી બંધાયા કરે છે. તેટલાં સ્થાનકોમાં સાતા
બંધાઈ શકે છે, અને અસાતા પણ બંધાઈ શકે છે એટલે પરસ્પર આક્રાંત કહેવાય છે. સાતાને દબાવી અસાતા બંધાઈ શકે છે, અસાતાને દબાવી સાતા બંધાઈ શકે છે. સમયાધિક પંદર કોડાકોડીથી આરંભી ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતબંધ પર્યત એકલી અસાતા જ બંધાય છે એટલે એ શુદ્ધ કહેવાય છે. તે સ્થાનકોનો બંધ થતાં સાતાવેદનીય બંધાતી નથી. છ ગુણઠાણે અસાતાની અંતઃકોડાકોડી પ્રમાણ જે જઘન્યસ્થિતિ બંધાય છે. સમય ન્યૂન તે અંતઃકોડાકોડીથી આરંભી સાતાના જઘન્ય સ્થિતિબંધ પર્યત એકલી સાતા જ બંધાય છે. તે સ્થાનકોમાં અસાતાવેદનીય બંધાતી નથી એટલે તે શુદ્ધ કહેવાય છે.
જેટલી સ્થિતિઓ પરસ્પર આક્રાંત છે તેઓની તથા જે સ્થિતિ શુદ્ધ બંધાય છે તેઓની અનુકૃષ્ટિમાં તારતમ્ય છે. તે તારતમ્ય આ ગાથામાં કહે છે–
जा पडिवक्खक्ता ठिईओ ताणं कमो इमो होइ । ताणन्नाणिय ठाणा सुद्धठिईणं तु पुव्वकमो ॥८८॥ યાદ પ્રતિપક્ષાશ્ચાત્તા સ્થિત તા મોડ્યું મવતિ
तान्यन्यानि च स्थानानि शुद्धस्थितीनां तु पूर्वक्रमः ॥४८॥ અર્થ જે સ્થિતિઓ પ્રતિપક્ષથી આક્રાંત છે તેમાં તે જ અધ્યવસાયો અનુસરે છે અને ' અન્ય હોય છે, એ ક્રમે છે. અને શુદ્ધસ્થિતિઓમાં પૂર્વોક્ત ક્રમ છે.