Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ન
હ
બંધનકરણ
૧૦૭ સ્થાપનામાં સ્થાપવો એમ કહ્યું છે. આ પ્રમાણે ચારે વર્ગની અનુકૃષ્ટિ કહી. ૮૯.
હવે તિર્યદ્ગિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ કહે છે. આ પ્રકૃતિઓનો ચાર વર્ગમાંથી એક પણ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે વર્ગોની અનુકૃષ્ટિથી આ પ્રવૃતિઓની અનુકૃષ્ટિમાં તારતમ્ય છે. તે જ બતાવે છે–
पडिवक्खजहन्नयरो तिरिदुगनीयाण सत्तममहीए । सम्मत्तादीए तओ अणुकड्डी उभयवग्गेसु ॥१०॥ प्रतिपक्षजघन्यतरः तिर्यग्द्विकनीचैर्गोत्रयोः सप्तममह्याम् ।
सम्यक्त्वादौ ततः अनुकृष्टिः उभयवर्गयोः ॥१०॥ અર્થ સાતમી નરકમૃથ્વીમાં જે સમયે સમ્યક્ત ઉત્પન્ન થાય છે તેની પહેલાના સમયે જે જઘન્યસ્થિતિબંધ થાય છે ત્યાંથી આરંભી તિર્યદ્ગિક અને નીચગોત્રની અનુકૃષ્ટિની શરૂઆત કરવી. તેથી સ્થાપનામાં પ્રતિપક્ષ પ્રકૃતિઓથી પણ જઘન્યસ્થિતિબંધ સ્થાપવો. ત્યારપછી ઉભયવર્ગની અનુકૃષ્ટિ પરાવર્તમાન શુભાશુભ પ્રકૃતિ પ્રમાણે કહેવી.
ટીકાન–અભવ્યપ્રાયોગ્ય જે જઘન્યસ્થિતિબંધ થાય છે તેથી પણ તિર્યદ્ગિક અને નીચગોત્રનો. થોડો સ્થિતિબંધ સાતમી નરકમૃથ્વીના નારકીને સમ્યક્ત ઉત્પન્ન કરતાં અનિવૃત્તિકરણના ચરમસમયે થાય છે. સાતમી નરકપૃથ્વીના નારકીઓને જયાં સુધી પહેલું ગુણસ્થાન હોય છે ત્યાં સુધી ભવસ્વભાવે તિર્યદ્ગિક અને નીચગોત્ર જ બંધાય છે, જ્યારે બીજા સઘળા જીવો સમ્યક્ત પ્રાપ્ત કરતાં થતા શુભ પરિણામે પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓ જ બાંધે છે. તેથી એ ત્રણ પ્રકૃતિઓની અનુકૃષ્ટિની શરૂઆત જે સમયે તેઓને સમ્યક્ત ઉત્પન્ન થાય છે તેની પહેલાના સમયે જે જઘન્યસ્થિતિબંધ થાય છે ત્યાંથી આરંભી અભવ્ય પ્રાયોગ્ય જે
જઘન્યસ્થિતિ બંધાય છે ત્યાં સુધી તળેકદેશ અને અન્ય એ ક્રમે કરવી. ત્યારપછીથી આરંભી . . મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર એ શુભપ્રકૃતિ તથા તિર્યદ્ગિક અને નીચગોત્ર એ અશુભ પ્રકૃતિ એ બંને વર્ગની અનુકૃષ્ટિ શુભાશુભ પરાવર્તમાન-અપરાવર્તમાન પ્રકૃતિઓના વર્ગની જેમ કહેવી.
મનુષ્યગતિ આદિ શુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ તો પહેલા કહી ગયા છે. અહીં તિર્યદ્ગિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ કહે છે–સાતમી નરકમૃથ્વીમાં વર્તમાન નારકીને જે સમયે સમ્યક્ત ઉત્પન્ન થાય તે પહેલાંના સમયે તિર્યગ્ગતિની જઘન્યસ્થિતિ બાંધતા જે રસબંધના હેતુભૂત અધ્યવસાયો છે તેનો અસંખ્યાતમો ભાગ છોડીને શેષ સઘળા સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા જે રસબંધાધ્યવસાયો હોય છે તેનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ સઘળા બે સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા હોય છે. અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું. યાવતુ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સ્થિતિસ્થાનકો થાય.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિસ્થાનમાંના છેલ્લા સ્થિતિસ્થાનકમાં જઘન્યસ્થિતિબંધ સંબંધી રસબંધાવ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તે પછીના સ્થિતિસ્થાનમાં