Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
असातस्थावरदशकनरकद्विकं विहायोगतिश्चाप्रशस्ता ।
पञ्चेन्द्रियर्षभचतुरस्त्रेतरा अशुभघोलनिकाः ॥८२॥ અર્થ—અસાતવેદનીય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય અને અપયશ-કીર્તિનામ એ સ્થાવરદશક, નરકદ્ધિક, અપ્રશસ્તવિહાયોગતિ, પંચેન્દ્રિયજાતિ સિવાયની ચાર જાતિ, પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાન વિના શેષ પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન એ અઠ્ઠાવીસ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓ ચોથા વર્ગમાં. આવે છે.
પરાવર્તમાન પ્રવૃતિઓનું પૂર્વપુરુષોએ ઘોલનિકા એવું નામ આપ્યું છે, કારણ કે તે પ્રકૃતિઓ પરાવર્તનભાવ પામીને ઘોલના પરિણામે બંધાય છે. આ ચાર વર્ગમાંની દરેક પ્રકૃતિઓમાં પરસ્પર અનુકૃષ્ટિ અને તીવ્રમંદતા સમાન છે. માટે આ પ્રમાણે ચાર વર્ગ-વિભાગ રાખેલા છે. આ પ્રમાણે વર્ગ પ્રરૂપણા કરી. ૮૨
હવે એ વર્ગોમાં અનુક્રમે અનુકૃષ્ટિ કરે છે, તેની અંદર પહેલાં અશુભ અપરાવર્તમાન પ્રકૃતિઓની અનુકૃષ્ટિ કહે છે.
मोत्तुमसंखं भागं जहन्न ठिठाणगाण सेसाणि । गच्छंति उवरिमाए तदेकदेसेण अन्नाणि ॥८३॥ मुक्त्वाऽसंख्यं भागं जघन्यस्थितिस्थानकानां शेषाणि ।
गच्छन्ति उपरितन्यां तदेकदेशेनान्यानि ॥८३॥ અર્થ–જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી રસબંધાધ્યવસાયના અસંખ્યાતમા ભાગને છોડીને શેષ સઘળા ઉપરની સ્થિતિમાં જાય છે, અને તેનો એક દેશ અન્ય હોય છે.
ટીકાનુ–ઉપઘાતનામકર્મ આદિ પહેલા વર્ગની પંચાવન અપરાવર્તમાન અશુભપ્રકૃતિઓની જઘન્યસ્થિતિ બાંધતાં જે રસબંધના નિમિત્તભૂત અધ્યવસાયો છે, તેનો શરૂઆતથી અસંખ્યાતમો ભાગ છોડીને શેષ સઘળા રસબંધાવ્યવસાયો બીજા સ્થિતિસ્થાનમાં જાય છે, એટલે કે શરૂઆતથી અસંખ્યાતમો ભાગ છોડીને બાકી રહેલા જે અધ્યવસાયોથી જેવો રસ જઘન્યસ્થિતિ બાંધતાં બંધાતો હતો તેવો રસ સમયાધિક દ્વિતીયસ્થિતિ બાંધતા પણ બંધાય છે. અન્યત્ર પણ એમ સમજવું. પહેલા સ્થિતિસ્થાનકમાં જે રસબંધાધ્યવસાયો હોય છે તેથી બીજા સ્થિતિસ્થાનકમાં વિશેષાધિક હોય છે તેનાથી ત્રીજામાં વિશેષાધિક હોય છે. આ પ્રમાણે દરેક સ્થિતિસ્થાને રસબંધાવ્યવસાયો વધતા જાય છે એ પહેલાં કહેવાઈ ગયું છે.
અહીં અનુકૃષ્ટિમાં પહેલા સ્થિતિસ્થાનકસંબંધી રસબંધાવ્યવસાયનો અસંખ્યાતમો ભાગ મૂકીને શેષસ્થાનકો નીચે આવ્યાં અને છે તો પહેલાથી વધારે, તેથી બાકીની સંખ્યા નવાથી પુરાય છે. એટલે કે પહેલા સ્થિતિસ્થાનકમાં જે રસબંધાધ્યવસાયો છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સઘળા તથા તેના જ એક દેશમાં જેટલા આવે તેટલા બીજા નવા રસબંધાધ્યવસાયો બીજા સ્થિતિસ્થાનકમાં હોય છે. નવા એટલા વધવા જોઈએ કે તે પહેલા સ્થિતિસ્થાનગત