Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨ હવે જે ક્રમથી કહેવાનો નિર્ણય કર્યો હોય તે ક્રમ પ્રમાણે કહેવું જોઈએ તેવો ન્યાય હોવાથી પહેલાં એકસ્થાન પ્રમાણનો વિચાર કરે છે –
एक्कक्क्रमि असंखा तसेयराणंतया सपाउग्गे । एगाइ जाव आवलि असंखभागो तसा ठाणे ॥२॥ एकैकस्मिन्नसंख्याः वसा इतरे अनन्ताः स्वप्रायोग्ये ।
एकादिर्यावत् आवल्यसंख्यभाग: त्रसाः स्थाने ॥१२॥ અર્થ–સ્વપ્રાયોગ્ય એક એક સ્થાનમાં એકથી આરંભી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા ત્રસ જીવો હોય છે અને સ્થાવરો અનંતા હોય છે.
ટીકાનુન્ત્રસજીવોને બંધયોગ્ય એક એક અનુભાગબંધસ્થાનમાં જઘન્ય–એકથી આરંભી ઉત્કૃષ્ટ–આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ અસંખ્યાતા ત્રસજીવો હોય છે, એટલે કે એટલા ત્રસજીવો તે તે સ્થાનને બાંધનારા હોય છે. અને સ્વપ્રાયોગ્ય સ્થાનના બાંધનારા સ્થાવર જીવો અનંતા અનંતા હોય છે. સ્થાવરયોગ્ય દરેક રસસ્થાનને બાંધનારા સ્થાવર જીવો અનંતા હોય છે. આ પ્રમાણે કેટલા કેટલા જીવો રસબંધસ્થાનના બંધક છે, તેનું પ્રમાણ કહ્યું. ૬૨. હવે અંતરસ્થાનનો વિચાર કરે છે –
तसजुत्तठाणविवरेसु सुन्नया होंति एक्कमाईया । जाव असंखा लोगा निरन्तरा थावरा ठाणा ॥३॥
सयुक्तस्थानविवरेषु शून्यानि भवन्ति एकादीनि ।
यावदसंख्येया लोका निरन्तराणि स्थावरस्थानानि ॥६३॥ અર્થ–સયોગ્ય સ્થાનકોમાં વચમાં વચમાં એકથી માંડી અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ સ્થાનોનું અંતર પડે છે. સ્થાવરયોગ્ય સ્થાનોમાં અંતર પડતું નથી.
ટીકાનુ–સયોગ્ય જે રસબંધસ્થાનો ત્રસોને બંધમાં પ્રાપ્ત થતાં નથી તે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે. તાત્પર્ય એ છે કે, ત્રસજીવોથી તેઓને બંધયોગ્ય રસબંધસ્થાનો અસંખ્યાતગુણા છે એટલે બધાં સ્થાનો પ્રતિ સમયે બંધાય એમ બને નહિ, કેટલાંક બંધાય અને કેટલાંક ન બંધાય, વિવક્ષિત સમયે જે ન બંધાય તે જઘન્યથી એક, બે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ હોય છે. તેથી જ વચમાં વચમાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનનું અંતર પડે છે તેમ કહેવામાં આવે છે.
સ્થાવર યોગ્ય જે સ્થાનો છે તે સઘળાં નિરંતર બંધાય છે. ત્રસજીવોને જેમ વચમાં બંધ શૂન્ય સ્થાન રહે છે તેમ સ્થાવર પ્રાયોગ્ય સ્થાનોમાં વચમાં કોઈ દિવસ બંધશૂન્ય સ્થાનો રહેતાં જ નથી. કારણ કે સ્થાવર જીવો અનંતા છે અને તદ્યોગ્ય રસબંધસ્થાનો અસંખ્યાતા જ છે. આ પ્રમાણે અંતરસ્થાનો વિચાર્યા. ૬૩