Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
तत्तो विसेसअहियं जवमज्झा उवरिमाइं ठाणाई । तत्तो कंडगहेट्ठा तत्तोवि हु सव्वठाणाई ॥६९॥ ततो विशेषाधिकं यवमध्यादुपरितनानि स्थानानि ।
ततः कण्डकाधस्तनानि ततोऽपि हु सर्वस्थानानि ॥६९॥ અર્થ–એ કરતાં યવમળની ઉપરનાં સ્થાનોનો, તે કરતાં કંડકની નીચેનાં સ્થાનોનો અને તેથી સર્વસ્થાનોનો અનુક્રમે વિશેષાધિક સ્પર્શનાકાળ છે.
ટીકાનુ–પાંચ, છ, સાત સમયકાળવાળાં રસબંધસ્થાનોનો સમુદિત જે સ્પર્શના કાળ કહ્યો–તેની અપેક્ષાએ યવમધ્ય ઉપરના સાતથી આરંભી બે સમયકાળવાળાં સઘળાં સ્થાનોનો સમુદિત સ્પર્શના કાળ વિશેષાધિક છે. તે કરતાં કંડક એટલે યવમધ્યની ઉપરનાં ચાર સમયકાળવાળાં સ્થાનોથી નીચેનાં પાંચ સમયકાળવાળા સ્થાનથી આરંભી જઘન્ય ચાર સમયકાળવાળાં સ્થાનો સુધીનાં સઘળાં સ્થાનોનો સમુદિત સ્પર્શના કાળ વિશેષાધિક છે. તે કરતાં સઘળાં સ્થાનોનો સમુદિત સ્પર્શના કાળ વિશેષાધિક છે. આ પ્રમાણે રસસ્થાનોમાં સ્પર્શના એટલે બંધકાળનું અલ્પબદુત્વ કહ્યું. ૬૯ હવે રસસ્થાનના બાંધનારા જીવોનું અલ્પબદુત્વ કહે છે –
फासण कालप्पबहू जह तह जीवाण भणसु ठाणेसु । अणुभागबन्धठाणा अज्झवसाया व एगट्ठा ॥७०॥ स्पर्शनाकालाल्पबहुत्वं यथा तथा जीवानां भण स्थानेषु ।
अनुभागबन्धस्थानानि अध्यवसाया वा एकार्थाः ॥७०॥ અર્થ–સ્થાનોમાં જેમ સ્પર્શના કાળનું અલ્પબદુત્વ કહ્યું તેમ જીવોનું અલ્પબદુત્વ કહેવું. અનુભાગબંધસ્થાન અથવા અધ્યવસાય એ એકાWક નામો છે. . 1 ટીકાનું–રસબંધ સ્થાનોમાં જેમ સ્પર્શના કાળનું અલ્પબદુત્વ કહ્યું તે જ રીતે જીવોનું પણ અલ્પબદુત્વ કહેવું. તે આ પ્રમાણે–એ સમયકાળવાળાં રસબંધસ્થાનોને બાંધનારા જીવો. અલ્પ છે, તે કરતાં યવમધ્યની પૂર્વના જઘન્ય ચાર સમયકાળનાં સ્થાનોને બાંધનાર જીવો અસંખ્યાતગુણ છે, યવમધ્ય ઉપરનાં ચાર સમયકાળવાળાં સ્થાનોને બાંધનાર જીવો પણ એટલા જ છે, તે કરતાં આઠ સમયકાળવાળાં સ્થાનોને બાંધનાર અસંખ્યાતગુણ છે, તે કરતાં ત્રણ સમયકાળવાળાં સ્થાનોને બાંધનાર અસંખ્યાતગુણ છે, તે કરતાં શરૂઆતના પાંચ, છ અને સાત સમયકાળવાળાં સ્થાનોને બાંધનાર અસંખ્યાતગુણ છે, યવમધ્ય ઉપરનાં સાત, છ અને પાંચ સમયકાળવાળાં સ્થાનોને બાંધનાર જીવો તેટલા જ છે, તેથી યવમધ્ય ઉપરનાં સઘળાં સ્થાનોને બાંધનાર વિશેષાધિક છે, તે કરતાં શરૂઆતના જઘન્ય ચાર સમયકાળવાળા સ્થાનથી આરંભી યવમધ્ય ઉપરનાં પાંચ સમયકાળવાળાં સુધીનાં સઘળાં સ્થાનોને બાંધનાર જીવો વિશેષાધિક છે, તે કરતાં પણ સઘળાં રસબંધ સ્થાનોને બાંધનાર જીવો વિશેષાધિક છે.