Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
આ જ વિષયમાં કર્મપ્રકૃતિમાં અધ્યવસાય સ્થાનોમાં ઉપરોક્ત જીવોનું અલ્પબદુત્વ કહ્યું છે. ત્યાં આ પ્રમાણે કહ્યું છે–નીવMાવદુમેવં વાળતુ નાગેન્ના' અધ્યવસાયોમાં આ પ્રમાણે જીવોનું અલ્પબદુત્વ જાણવું–જેમ સ્પર્શના કાળમાં કહ્યું છે. આ ગ્રંથમાં આ જ વિષયમાં રસબંધસ્થાનોના બાંધનાર જીવોનું અલ્પબદુત્વ કહ્યું તેથી પરસ્પર વિરોધ કેમ ન થાય ? હવે તે વિરોધનો પરિહાર કરે છે કે–અધ્યવસાય અને અનુભાગસ્થાન એ એકાર્થક છે. અહીં– પંચસંગ્રહમાં રસબંધસ્થાનોના બાંધનાર જીવોનું અલ્પબદુત્વ કહ્યું અને કર્મપ્રકૃતિમાં રસસ્થાનના બંધમાં નિમિત્તભૂત અધ્યવસાયોનું–કારણમાં કાર્યનો આરોપ કરીને અલ્પબદુત્વ કહ્યું. એટલે વાસ્તવિક રીતે કોઈ અર્થભેદ નથી, કારણ કે જેટલા રસબંધનાં કારણભૂત અધ્યવસાય સ્થાનો છે તેટલા જ રસબંધનાં સ્થાનો છે. આ પ્રમાણે રસબંધસ્થાનોને બાંધનાર જીવોનું અલ્પબદુત્વ કહ્યું. ૭૦.
હવે એક એક સ્થિતિસ્થાનમાં બંધનું કારણ કેટલા અધ્યવસાયો છે અને સ્થિતિસ્થાનના હેતુભૂત પ્રત્યેક અધ્યવસાયમાં નાના-અનેક જીવોની અપેક્ષાએ રસબંધના નિમિતભૂત કેટલો અધ્યવસાયો હોય છે તે કહે છે–
ठिइठाणे ठिइठाणे कसायउदया असंखलोगसमा । एक्केक्कसायउदये एवं अणुभागठाणाइं ॥७१॥ स्थितिस्थाने स्थितिस्थाने कषायोदया असंख्येयलोकसमाः ।
एकैककषायोदये एवमनुभागस्थानानि ॥७१॥ અર્થ–પ્રત્યેક સ્થિતિસ્થાને તેના બંધના કારણભૂત અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ કષાયોદયનાં સ્થાનકો હોય છે, અને એક એક કષાયોદયે અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ રસબંધના નિમિત્તભૂત અધ્યવસાયો હોય છે.
ટીકાન–એક સમયે એકીસાથે જેટલી સ્થિતિ બંધાય તેને સ્થિતિસ્થાન કહેવાય છે, તેના જઘન્યસ્થિતિથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પર્વત જેટલા સમયો તેટલાં સ્થિતિસ્થાન થાય છે. જેમકે–જઘન્યસ્થિતિ એ પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્યસ્થિતિ એ બીજું સ્થિતિસ્થાન, બે સમયાધિક જઘન્યસ્થિતિ એ ત્રીજું સ્થિતિસ્થાન, એ પ્રમાણે સમય સમય વધારતા સર્વોત્કૃષ્ટસ્થિતિ એ છેલ્લું સ્થિતિસ્થાન કહેવાય છે. આમાંનું કોઈપણ સ્થિતિસ્થાન એક સમયે એક સાથે બંધાય છે. આ રીતે અસંખ્યાતા સ્થિતિસ્થાનો થાય છે.
આ સ્થિતિસ્થાનોના બંધમાં હેતુભૂત તીવ્ર, મંદ-આદિ ભેટવાળા કષાયોદયનાં સ્થાનો છે, અને તે જઘન્યકષાયોદયથી આરંભી ક્રમશ: વધારતા ઉત્કૃષ્ટ કષાયોદય પર્વત અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ થાય છે. એક એક સ્થિતિસ્થાનકના બંધમાં હેતુભૂત નાના જીવોની અપેક્ષાએ અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદયનાં સ્થાનો હોય છે. એટલે કે સ્થિતિ સરખી જ બાંધે છે છતાં કષાયોદયો ભિન્ન ભિન્ન હોય છે. ભિન્ન ભિન્ન કષાયોદયરૂપ કારણો વડે એક જ સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય થાય છે.