Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
સંખ્યયગુણવૃદ્ધસ્થાનની વચમાં થાય છે. અને સંખ્યયગુણવૃદ્ધસ્થાનો ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ થાય છે તેથી સંખ્યયભાગવૃદ્ધસ્થાનોથી સંખ્યયગુણવૃદ્ધ સ્થાનો સંખ્યાતગુણા જ થાય છે.
સંખ્યયગુણવૃદ્ધસ્થાનોથી અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા છે. કઈ રીતે અસંખ્યાતગુણા છે તે કહે છે–છેલ્લા ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ સ્થાનથી ઉત્કૃષ્ટ સંખ્યાતાપ્રમાણ મુખ્ય સંખ્યાતભાગવૃદ્ધસ્થાનો ઓળંગીને છેલ્લું સ્થાન જઘન્ય અસંખ્ય ગુણ થાય છે. અને તે પછી થનારા સઘળા અનંતભાગવૃદ્ધ, અસંખ્યાતભાગવૃદ્ધ, સંખ્યાતભાગવૃદ્ધ, સંખ્યયગુણવૃદ્ધ અને અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા જ હોય છે. તેથી સંખ્યયગુણવૃદ્ધસ્થાનોથી અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા છે.
તે કરતાં અનન્તગુણવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા છે. કારણ કે પહેલા અનન્તગુણવૃદ્ધસ્થાનથી આરંભી પસ્થાનકની સમાપ્તિ પર્યત સઘળાં સ્થાનો અનન્તગુણવૃદ્ધ સ્પર્ધ્વકવાળાં જ છે, કેમકે પહેલું અનંતગુણવૃદ્ધસ્થાન તેની પૂર્વમાં જ રહેલા સ્થાનની અપેક્ષાએ અનંતગુણવૃદ્ધ છે, જો તે પહેલું જ સ્થાન અનંતગુણવૃદ્ધ છે તો તે અનંતગુણવૃદ્ધની જ અપેક્ષાએ થનારાં અનંતભાગવૃદ્ધાદિ સ્થાનો અનન્તગુણસ્પર્ધ્વકવાળાં જ કહેવાય. પ્રથમ અનંતગુણવૃદ્ધની પહેલાનાં સઘળાં સ્થાનો દરેક અનન્તગુણવૃદ્ધની વચમાં થાય છે, અનન્તગુણવૃદ્ધસ્થાનો અને આંતરાઓ કંડક પ્રમાણ થાય છે, માટે અસંખ્યયગુણવૃદ્ધસ્થાનોથી અનંતગુણવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે અલ્પબદુત્વ પ્રરૂપણા કરી અને રસબંધસ્થાનોનું સ્વરૂપ કહ્યું. ૬૦
હવે આ અનુભાગબંધનાં સ્થાનોને બાંધનારા ત્રસ અને સ્થાવર જીવો કેટલા હોય તે વગેરે વિચાર કરે છે, તેમાં આઠ અનુયોગદ્વાર છે. તે કહે છે –
एगट्ठाणपमाणं अंतरठाणा निरंतरा ठाणा ।
कालो वुड्डी जवमज्झ फासणा अप्पबहु दारा ॥६१॥ . एकस्थानप्रमाणं अन्तरस्थानानि निरन्तरस्थानानि ।
कालः वृद्धिः यवमध्यं स्पर्शना अल्पबहुत्वं द्वाराणि ॥६१॥ અર્થ—અનુભાગબંધસ્થાનોને બાંધનારા જીવોના વિષયમાં આઠ અનુયોગદ્વાર કહે છે – ૧. એકસ્થાન પ્રમાણ એટલે એક એક રસબંધસ્થાનને બાંધનાર જીવોનું પ્રમાણ. ૨. અંતરસ્થાન એટલે રસબંધસ્થાનોમાં બાંધનાર જીવોની અપેક્ષાએ કેટલાં સ્થાનોનું ઓછામાં ઓછું કે વધારેમાં વધારે અંતર પડે તેનો વિચાર. ૩. નિરંતરસ્થાન એટલે કેટલાં સ્થાનોને આંતરા વિના બાંધે તેનો વિચાર. ૪. કાલપ્રમાણ–નાના જીવની અપેક્ષાએ કોઈ પણ એક અનુભાગ સ્થાન કેટલો કાળ બંધાય તેનો વિચાર. ૫. વૃદ્ધિ એટલે કેવા ક્રમથી અનુભાગસ્થાનને બાંધનાર જીવોની વૃદ્ધિ થાય તેનો વિચાર. ૬. યવમધ્ય એટલે વધારેમાં વધારે કાળમાનવાળાં સ્થાનોને જણાવવાં તે. ૭. સ્પર્શના એટલે તે તે કાળમાનવાળાં સ્થાનોને નાના જીવો કેટલો કાળ સ્પર્શે તેનો વિચાર. ૮. અલ્પબદુત્વ પ્રરૂપણા એટલે આગળ પાછળના કાળમાનવાળાં સ્થાનોને સ્પર્શ કરનારા જીવોના - વત્તા-ઓછાપણાનો વિચાર. આ પ્રમાણે આઠ દ્વાર છે. ૬૧
પંચ૦ર-૧૧