Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
સ્થાનની અપેક્ષાએ અસંખ્યેયભાગ અધિક છે તો તેની પછીના સંધ્યેયભાગ અધિકસ્થાન સુધીનાં સઘળાં સ્થાનો વિશેષ વિશેષ અસંખ્યેયભાગાધિક છે. અને તે કંડકવર્ગ અને કંડક જેટલાં છે તેથી અનંતભાગવૃદ્ધ સ્થાનોથી અસંખ્યેયભાગવૃદ્ધ સ્થાનો અસંખ્યાતગુણ જાણવાં.
८०
તેથી પણ સંધ્યેયભાગવૃદ્ધ સ્થાનો સંખ્યાતગુણ છે. કઈ રીતે તે જાણી શકાય ? તે કહે છે—પહેલા સંધ્યેયભાગવૃદ્ધ સ્થાનમાં અનન્તર પૂર્વના સ્થાનની અપેક્ષાએ સંખ્યાતભાગવૃદ્ધિ થાય છે. જો એમ ન હોય તો તે સંખ્યાતભાગાધિક કહી જ ન શકાય. હવે જો પહેલા સંધ્યેયભાગવૃદ્ધ સ્થાનમાં સંખ્યેયભાગવૃદ્ધિ થઈ તો તે પછી થનાર અનંતભાગવૃદ્ધ અને અસંખ્યેયભાગવૃદ્ધ સ્થાનકોમાં સંખ્યાતભાગવૃદ્ધિ તો બહુ સારી રીતે થાય છે. કારણ કે જે અનન્તભાગવૃદ્ધિ અથવા અસંખ્યાતભાગવૃદ્ધિ થાય છે, તે તેની નજીકના પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ થાય છે. અહીં સંખ્યાતભાગવૃદ્ધિનો વિચાર પહેલી વાર જે સંખ્યાતભાગવૃદ્ધસ્થાન થાય છે તેની પૂર્વના સ્થાનની અપેક્ષાએ કરાય છે. તેથી જો તે પહેલા સંખ્યાતભાગવૃદ્ધસ્થાનની પૂર્વના સ્થાનની અપેક્ષાએ પહેલું સંધ્યેયભાગવૃદ્ધ સ્થાન સંખ્યાતભાગ અધિક સ્પÁકવાળું છે તો તેની પછીના પોતપોતાના પૂર્વ પૂર્વ સ્થાનની જ અપેક્ષાએ થનારા અનન્તભાગવૃદ્ધ અને અસંખ્યેયભાગવૃદ્ધ સ્થાનો વિશેષ વિશેષ સંખ્યાતભાગવૃદ્ધ હોય જ. આ વિશેષ વિશેષ સંખ્યાતભાગવૃદ્ધિ ત્યાં સુધી કહેવી યાવત્ મૂળ બીજું સંખ્યેયભાગવૃદ્ધ સ્થાન આવે, બીજું મુખ્ય સંખ્યયભાગાધિક સ્થાન થોડા વધારે બે સંધ્યેયભાગાધિક સ્પર્ધ્વકવાળું જાણવું. એ પ્રમાણે ત્રીજું સાતિરેક—થોડા વધારે ત્રણ સંખ્યેયભાગ અધિક સ્પÁકવાળું જાણવું. ચોથું સાતિરેક ચાર સંધ્યેયભાગ અધિક સ્પÁકવાળું જાણવું, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે ઉત્કૃષ્ટ સંખ્યાતભાગ પ્રમાણ વચમાં વચમાં થનારાં મુખ્ય સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો થાય. આ પ્રમાણે પહેલા સંધ્યેયભાગવૃદ્ધસ્થાનથી આરંભી એક ન્યૂન ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ મુખ્ય સંખ્યયભાગવૃદ્ધસ્થાન સુધીનાં સઘળાં સ્થાનો પહેલા સંધ્યેયભાગવૃદ્ધની પહેલાના સ્થાનની અપેક્ષાએ સંખ્યયભાગવૃદ્ધ છે. ઉત્કૃષ્ટ સંખ્યાતમું સંખ્યેયભાગવૃદ્ધસ્થાન સંધ્યેયગુણ એટલે સાધિક બમણા સ્પર્ધ્વકવાળું થાય છે માટે એક ન્યૂન ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ ગ્રહણ કર્યા છે. તેથી જ અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાનોથી સંધ્યેયભાગવૃદ્ધસ્થાનો સંખ્યાતગુણ છે. કારણ કે પહેલા સંધ્યેયભાગવૃદ્ધસ્થાનની પહેલાં જેટલાં અસંખ્યેયભાગવૃદ્ધાદિ સ્થાનો થાય છે તેટલા એક એક સંખ્યેયભાગવૃદ્ધસ્થાનની વચમાં થાય છે અને તે વચ્ચે થનારા મુખ્ય સંખ્યાતભાગવૃદ્ધસ્થાનો પ્રસ્તુત વિચારમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા પ્રમાણ લેવાના છે, ફક્ત ઉત્કૃષ્ટ સંખ્યાતમું સ્થાન લેવાનું નથી. તેથી જ અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાનોથી સંખ્યાતભાગવૃદ્ધસ્થાનો સંખ્યાત ગુણ છે.
સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોથી સંખ્યાતગુણવૃદ્ધસ્થાનો સંખ્યાતગુણ છે. કઈ રીતે સંખ્યાતગુણ થાય છે ? તે કહે છે—પહેલા સંધ્યેયભાગ વૃદ્ધસ્થાનની પૂર્વના સ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ મુખ્ય સંધ્યેયભાગવૃદ્ધસ્થાનો ઓળંગીને છેલ્લું સ્થાન કંઈક અધિક બમણા સ્પર્ધ્વકવાળું થાય છે. ફરી પણ તેટલાં સ્થાનો ઓળંગીને છેલ્લું સ્થાન સાધિક ત્રણ ગુણું થાય છે. વળી તેટલાં સ્થાનો ઓળંગીને છેલ્લું સ્થાન કંઈક અધિક ચાર ગુણા સ્પર્શ્વકવાળું થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ સંખ્યાતમું સ્થાન ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ થાય, પહેલા સંધ્યેયગુણવૃદ્ધસ્થાનની પૂર્વના ઉત્કૃષ્ટ સંખ્યાતા પ્રમાણ મુખ્ય સંખ્યય ભાગવૃદ્ધસ્થાનો દરેક