Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
કંડકઘનમાં ચોસઠ છે તેને ચારે ગુણતાં બસોછપ્પન થાય, કંડકવર્ગ વર્ગ તેટલો જ થાય. બે કંડકવર્ગને કંડકે ગુણતાં બે કંડકઘન થાય, એક કંડકને કંડકે ગુણતાં કંડકવર્ગ થાય અને છેલ્લા સંખ્યયગુણવૃદ્ધસ્થાન પછી કંડકઘન, બે કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ સ્થાનો થાય છે એટલે કુલ સંખ્યા કંડકવર્ગ વર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ થાય છે.
૭૨
દાખલા તરીકે—પહેલા સંધ્યેયગુણવૃદ્ધસ્થાનની નીચે સો વાર અનંતભાગવૃદ્ધસ્થાનો કહેવાઈ ગયાં તેટલાં પહેલા અને બીજા સંખ્યેયગુણવૃદ્ધસ્થાનની વચ્ચે, તેટલાં જ બીજા અને ત્રીજાની વચ્ચે, તેટલાં જ ત્રીજા અને ચોથાની વચ્ચે કુલ ચારસો અને તેટલાં જ ત્યારપછી કુલ પાંચસો અનંતભાગવૃદ્ધસ્થાનો થાય. તેમાંથી કંડકવર્ગ વર્ગમાં બસો છપ્પન આવે, કારણ કે ચારનો વર્ગ સોળ, તેનો વર્ગ બસો છપ્પન થાય. ત્રણ કંડકઘનમાં એકસોબાણું આવે. ત્રણ કંડકવર્ગમાં અડતાળીસ આવે અને છેલ્લાં ચાર એટલે એક કંડક વધે. એટલે ઉપરોક્ત સંખ્યા
થાય છે. આ પ્રમાણે અનંતગુણવૃદ્ધની પહેલાં અસંખ્યેયભાગવૃદ્ધસ્થાનોના સંબંધમાં પણ જાણી લેવું.
તે જ હકીકત કહે છે—
कंडस्स वग्गवग्गो घण वग्गा तिगुणिया कंडं ॥५३॥ कण्डकस्य वर्गवर्गः घनवर्गों त्रिगुणितौ कण्डकम् ॥५३॥
અર્થ—કંડકવર્ગ વર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ અનંતભાગવૃદ્ધસ્થાનો પહેલા અસંખ્યયગુણવૃદ્ધસ્થાનની પહેલાં થાય છે.
ટીકાનુ—અસંખ્યગુણવૃદ્ધસ્થાનની પહેલાં સંખ્યયગુણ, સંધ્યેયભાગ અને અસંખ્યેયભાગ એ ત્રણની સંખ્યા છોડી અનંતભાગવૃદ્ધસ્થાનની સંખ્યાનો વિચાર કરે છે. તેથી યંતરિત કહેવાય છે. અંતરિત અનંતભાગવૃદ્ધસ્થાનો કેટલાં થાય છે તે ઉપર કહ્યું છે.
હવે ચતુરંતરિત વિચારે છે. અહીં વચમાં ચારને છોડી વિચાર કરશે તે આ પ્રમાણે— પહેલા અનન્તગુણવૃદ્ધસ્થાનની નીચે અનંતભાગવૃદ્ધસ્થાનો કેટલાં ? તો આઠ કંડકવર્ગ વર્ગ, છ કંડકઘન, ચાર કંડકવર્ગ અને એક કંડક જેટલાં થાય છે. તે શી રીતે થાય તે કહે છે—પહેલા અસંખ્યગુણવૃદ્ધસ્થાનની નીચે અનન્તભાગવૃદ્ધસ્થાનો કંડકવર્ગ વર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડકવર્ગ અને કંડકપ્રમાણ થાય છે. અસંખ્યગુણવૃદ્ધસ્થાનો કંડક જેટલી વાર થાય છે તેથી ઉપરોક્ત સંખ્યાને કંડકે ગુણતાં ચાર કંડકવર્ગ વર્ગ આદિ સંખ્યા થાય. તે આ પ્રમાણે—કંડકવર્ગ વર્ગને કંડકે ગુણતાં ચાર કંડકવર્ગ વર્ગ થાય, ત્રણ કંડકઘનને કંડકે ગુણતાં ત્રણ કંડકવર્ગ વર્ગ થાય, ત્રણ કંડકવર્ગને કંડકે ગુણતાં ત્રણ કંકડઘન થાય અને કંડકને કંડકે ગુણતાં કંડકવર્ગ થાય. અને તેમાં છેલ્લા અસંખ્યગુણવૃદ્ધસ્થાન પછીનાં કંડકવર્ગ વર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડકવર્ગ અને કંડક જેટલાં સ્થાનો ઉમેરીએ એટલે આઠ કંડકવર્ગ વર્ગ, છ કંડકઘન, ચાર કંડકવર્ગ અને એક કંડક અનંતભાગવૃદ્ધસ્થાનો થાય છે. ૫૩
તે જ બાબત કહે છે—