Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
પ૯
સમજવું. એ જ પ્રમાણે સાતા-અસતાવેદનીય અને ઉચ્ચગોત્ર-નીચગોત્રનું પણ અલ્પબદુત્વ નથી. અંતરાયકર્મમાં જેમ ઉત્કૃષ્ટપદમાં કહ્યું છે તેમ અહીં પણ જાણવું.
આ પ્રમાણે ઉત્કૃષ્ટ યોગે વધારેમાં વધારે વર્ગણા ગ્રહણ કરે ત્યારે, અને જઘન્યયોગે ઓછામાં ઓછી વર્ગણા ગ્રહણ કરે ત્યારે તે તે કર્મરૂપે કેટકેટલી વર્ગણાઓ પરિણમે તે કહ્યું. મધ્યમયોગે ગ્રહણ કરાયેલી વર્ગણાઓનું પણ તેને અનુસરીને જ સમજવું.
અહીં જ્યારે આત્મા ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તતો હોય અને મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓ અલ્પ બાંધતો હોય ત્યારે તથા સંક્રમકાળે અન્ય પ્રકૃતિઓના દલિકોનો ઉત્કૃષ્ટ સંક્રમ થતો હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશાગ્રનો સંભવ છે. તે જ હકીકત વિસ્તારથી કહે છે–ઉત્કૃષ્ટયોગે વર્તમાન આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશગ્રહણ કરે છે, તથા જ્યારે મૂળ અથવા ઉત્તરકર્મપ્રકૃતિઓ અલ્પ બાંધે ત્યારે શેષ અબધ્યમાન પ્રકૃતિઓના ભાગનું દલિક બધ્યમાન પ્રવૃતિઓમાં આવે, તથા જયારે અન્ય પ્રકૃતિના દલિકોના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમકાળે વિવલિત બધ્યમાન પ્રકૃતિમાં ઘણાં કર્મપુદ્ગલો સંક્રમે આવાં કારણો જ્યારે હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશાગ્રનો સંભવ છે. વિપરીત કારણો હોય ત્યારે જઘન્યપ્રદેશાગ્રનો સંભવ છે. આ પ્રમાણે મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓમાં ભાગ વિભાગ કેવી રીતે થાય છે તે કહ્યું. ૪૧.
હવે મોહનીય અને આવરણના સંબંધમાં રસભેદ દળવિભાગ કહીશું એવી જે પ્રતિજ્ઞા કરી હતી તેનો જ સૂત્રકાર નિર્વાહ કરે છે.
सव्वुक्कोसरसो जो मूलविभागस्सणंतिमो भागो । सव्वघाईण दिज्जइ सो इयरो देसघाईणं ॥४२॥ सर्वोत्कृष्टरसो यो मूलविभागस्यानन्ततमो भागः ।
सर्वघातिनीभ्यो दीयते स इतरो देशघातिनीभ्यः ॥४२॥ અર્થ–મૂળ વિભાગનો સર્વોત્કૃષ્ટ રસવાળો અનંતમો ભાગ સર્વઘાતિને આપે છે, અને ઇતર ભાગ દેશઘાતિને આપે છે.
1 ટીકાનુ—સ્થિતિને અનુસરીને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીયના ભાગમાં જે દલિક આવે છે તેનો સર્વોત્કૃષ્ટ રસવાળો અનંતમો ભાગ તત્કાળ બંધાતી સર્વઘાતિ પ્રકૃતિઓને યથાયોગ્યપણે વહેંચી આપે છે. એટલે કે વિવક્ષિત સમયે બંધાતી સર્વઘાતિરૂપે યથાયોગ્ય રીતે પરિણમે છે. ઇતર અનુત્કૃષ્ટરસવાળો શેષ જે દળવિભાગ રહ્યો હોય તે દેશઘાતિની કર્મપ્રકૃતિઓને યથાયોગ્ય રીતે વહેંચી આપે છે. અહીં વહેંચી આપે છે એટલે બંધાતી પ્રકૃતિરૂપે પૂર્વે કહેલા અલ્પબદુત્વના પ્રમાણમાં પરિણમે છે–તે રૂપે થાય છે એમ સમજવાનું છે.
આ સંબંધમાં વિશેષ વિચાર આ પ્રમાણે છે–સ્થિતિને અનુસરીને જ્ઞાનાવરણીયમાં જે મૂળ ભાગ પ્રાપ્ત થાય છે, તેનો સર્વોત્કૃષ્ટરસવાળો અનંતમો ભાગ કેવળજ્ઞાનાવરણરૂપે પરિણમે છે. શેષ દલિકના ચાર ભાગ કરીને યથાયોગ્ય રીતે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણને વહેંચી આપે છે. દર્શનાવરણીયનો જે મૂળભાગ