Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬
પંચસંગ્રહ-૨ .
કેવળજ્ઞાનાવરણનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે. તેથી મન:પર્યવજ્ઞાનાવરણીયનું અનન્તગુણ, તેથી અવધિજ્ઞાનાવરણીયનું વિશેષાધિક, તેથી શ્રુતજ્ઞાનાવરણીયનું વિશેષાધિક, અને તેનાથી મતિ જ્ઞાનાવરણીયનું વિશેષાધિક દલિક હોય છે.
તથા દર્શનાવરણીયમાં સર્વથી અલ્પ પ્રચલાનું પ્રદેશ પ્રમાણ છે, તેથી નિદ્રાનું વિશેષાધિક, તેથી પ્રચલાપ્રચલાનું વિશેષાધિક, તેથી નિદ્રાનિદ્રાનું વિશેષાધિક, તેથી સ્વાનધિનું વિશેષાધિક, તેથી કેવળદર્શનાવરણીયનું વિશેષાધિક, તેથી અવધિદર્શનાવરણીયનું અનંતગુણ, તેથી અચક્ષુદર્શનાવરણીયનું વિશેષાધિક, અને તેથી ચક્ષુદર્શનાવરણીયનું વિશેષાધિક દલિક છે. વેદનીયમાં અસાતવેદનીયનું પ્રદેશ પ્રમાણ સર્વાલ્પ છે, તેથી સાતવેદનીયનું વિશેષાધિક હોય છે.
મોહનીયમાં સર્વથી અલ્પ અપ્રત્યાખ્યાનાવરણ માનનો દળવિભાગ છે, તેથી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ વિશેષાધિક, તેથી અપ્રત્યાખ્યાનાવરણ માયાનો વિશેષાધિક, તેથી અપ્રત્યાખ્યાનાવરણ લોભનો વિશેષાધિક, તેથી પ્રત્યાખ્યાનાવરણ માનનો વિશેષાધિક, તેથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો વિશેષાધિક, તેથી પ્રત્યાખ્યાનાવર્ણ માયાનો વિશેષાધિક, તેથી પ્રત્યાખ્યાનાવરણ લોભનો વિશેષાધિક ૯ તેથી અનંતાનુબંધિમાનનો વિશેષાધિક, તેથી અનંતાનુબંધિ ક્રોધનો વિશેષાધિક, તેથી અનંતાનુબંધિ માયાનો વિશેષાધિક, તેથી અનંતાનુબંધિ લોભનો વિશેષાધિક ૧૩ તેથી મિથ્યાત્વનો વિશેષાધિક, તેથી જુગુપ્સાનો અનન્તગુણ, તેથી ભયનો વિશેષાધિક, તેથી હાસ્ય અને શોકનો વિશેષાધિક અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી રતિ, અરતિનો વિશેષાધિક અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી સ્ત્રીવેદ અને નપુંસકવેદનો વિશેષાધિક અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી સંજવલનક્રોધનો વિશેષાધિક તેથી સંજવલન માનનો વિશેષાધિક, તેથી પુરુષવેદનો વિશેષાધિક, તેથી સંજવલનમાયાનો વિશેષાધિક, અને તેથી સંજવલનલોભનો અસંખ્યાતગુણ દલવિભાગ છે.
આયુકર્મમાં ચારે આયુનો દલવિભાગ પરસ્પર તુલ્ય છે.
નામકર્મમાં દેવગતિ અને નરકગતિનો દલવિભાગ અલ્પ છે, સ્વસ્થાને તુલ્ય છે. તેથી મનુષ્યગતિમાં વિશેષાધિક અને તેથી તિર્યગ્નતિમાં વિશેષાધિક છે. તથા જાતિમાં બેઇન્દ્રિયાદિ ચારે જાતિનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. અને તેથી એકેન્દ્રિય જાતિનું વિશેષાધિક છે. તથા શરીરનામકર્મમાં આહારકશરીરનામકર્મનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે. તેથી વૈક્રિયશરીરનામનું વિશેષાધિક, તેથી ઔદારિકનું વિશેષાધિક, તેથી તૈજસનું વિશેષાધિક, અને તેથી કાર્મશરીરનામકર્મનું પ્રદેશ પ્રમાણ વિશેષાધિક છે. સંઘાતન નામકર્મમાં શરીરનામકર્મ પ્રમાણે અલ્પબદુત્વ કહેવું.
બંધનનામકર્મમાં આહારક આહારક બંધન નામકર્મનો દલવિભાગ અલ્પ છે, તેથી આહારક તૈજસ બંધનનો વિશેષાધિક, તેથી આહારક કાર્મણનો વિશેષાધિક અને તેથી આહારક તૈજસ કાર્યણ નામકર્મનો વિશેષાધિક, તેથી વૈક્રિયવૈક્રિય બંધન નામકર્મનો વિશેષાધિક, તેથી વૈક્રિય તૈજસબંધનનામનો વિશેષાધિક, તેથી વૈક્રિય કાર્મણનો વિશેષાધિક, તેથી વૈક્રિય તૈજસકાર્પણનો વિશેષાધિક, તેથી ઔદારિક ઔદારિક બંધનનો વિશેષાધિક, તેથી ઔદારિક