________________
આકર્ષણ.
(ર૭) પુરૂષને મેલાપ ભાગ્ય વગર થતું નથી. જે બાળાએ મોટાં પુણ્ય કર્યો હશે તેને જ આ પતિ મળે. સ્વરૂપ, સભાગ્ય, વૈભવ, ઠકુરાઈ, શૌર્ય, કુલિનતા, ચાતુર્ય સર્વ કઈ એમાં નજરે પડે છે. જે પરણીશ તે આ પુરૂષ સાથે જ, અન્યથા વૃત અંગીકાર કરીશ.” ચેટકકુમારી સુજેષ્ઠાના જ એ શબ્દો હતા. ચિત્રપટ જોતાં જ એનું ચિત્ત વિહ્વળ થયું હતું. વારંવાર જોવા છતાં એનાં નયને અતૃપ્ત જ રહેતાં હતાં. ભાવતવ્યતાને વેગે એનું હદય આ ચિત્રપટવાળા પુરૂષને પ્રત્યક્ષ જેવાને અધીરૂં થઈ રહ્યું હતું, એની આંખો જૂદુ કામ કરતી હતી, મનમાં જૂદા જ ભાવ જાગ્યા હતા.
ધરીશું જીદગી ચરણમાં, જપીશું તમારા નામની માળા; ગણીશું આધાર હૈયાના રહીશું ના લેશપણ ન્યારા. ”
એકાંતમાં સુજેષ્ઠા ચિત્રપટને નિરખતી પિતાના ભાવ પ્રગટ કરી રહી હતી. તે અરસામાં એની નાની બેન ચેāણા પોતાની બેનને શોધતી ત્યાં આવી ચડી. તે પ્રચ્છન્નપણે સાંભળતી ઉભી રહી, પણ પ્રેમમાં મસ્ત બનેલી સુરેકાને ચેલ્લણાના આગમનનું કયાંથી ભાન હોય ?
બેન ! શું છે એ ? તું શું બોલી રહી છે!” ચેહણાને છબીની વાતની ખબર હોવાથી તેમજ ચિત્રપટ સુએઝાના હાથમાં હોવાથી એણે અનુમાન કર્યું કે છબી
જોતાં જ બેનનું મન લેભાગું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com