________________
(૨૬)
મહાવીર અને શ્રેણિક
આ ચિત્રપટ જોતાં જ અવશ્ય સુજેષ્ઠાના મનમાં પરિવર્તન થવુ' જોઇએ. લેહચુંબકની માફક એનું આકર્ષણ થાય તે જ કાર્ય સિદ્ધ થાય. ઠીક, ત્યારે કાર્ય સાધ્ય કરવા માટે તે વિજયનુ' પ્રથમ મંગલાચરણુ ! ” --*D
આ
પ્રકરણ ૫ મુ
આકષ ણુ.
“ જીગરથી ચાહોા તા, જીગર સાથે જડી દેશું; કદર જો પ્રેમની કરશે, કદમામાં હરગીજ રહેશ સમર્પી દિલ અને દેદાર, તમારૂ દિલ હરી લેશું; જીવાની જીંદગીમાં, ખરી લહેજત ભરી દેશું. ”
મનાહર ચિત્રપટ તરફ અનિમેષ નયનાએ જોતી ચેટક કુમારી ઉપર પ્રમાણેના શબ્દો મેલી એકાગ્ર વૃત્તિએ અને વિઠ્ઠળ મને જેમ જેમ તે ચિત્રને વિશેષપણે જોતી ગઈ તેમ તેમ એના હૃદયમાં અનેક વિચાર ઉત્પન્ન થવા લાગ્યા. જે ભાવા અત્યારસુધીમાં જન્મ્યા નહેાતા એ ભાવા હવે જાગૃત થયા. અહા ! શું આ મગધરાજ શ્રેણિક નરપતિ પોતે જ છે ! શું એમનુ સ્વરૂપ ! એમને જોઇ. મારા મનમાં કઈં કઇં ભાવા ઉત્પન્ન થાય છે. શું એમાં ખામી છે ? વિધિએ ખચીત ફુરસદે જ ન ઘડ્યા હાય ! આવા સુંદર
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com