________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ). ભિન્ન નાયકે નીમાય છે. આટલા ઉપરથી તેવા વિભાગે (પ્રાંતે)ના નાયકે ( હાકેમે) પોતાના વિભાગને જ સમસ્ત જગની સર્વમાન્ય સત્તા માનવાની ભૂલ કરતા નથી. પરંતુ પરસ્પરના વિભાગના કાર્યને પોષણ કરતા રહી સર્વોત્કૃષ્ટ સત્તા (સાર્વ ભૌમ્ય)ના ગેરવમાં એકસરખા પ્રેમી અને વફાદાર રહે છે, અને તેમાંજ નાયકની તથા તેમના વિભાગની મહત્તા તથા સત્તાની પ્રઢતા છે. જે જે ધર્મો કે રાજ્યસત્તા અચળ ટકી રહ્યા છે, તે આવી નિભેદ કાર્ય પદ્ધતિ તેમજ પરસ્પરના એકજ કેન્દ્રસ્થાનની ભાવનાને જ આભારી છે. ગચછ એ આંતરભેદ નથી.
અનંતકેટી કાળચક્ર પસાર થવા છતાં અને ઉત્સર્પિણ તથા અવસર્પિણીના અગમ્ય સ્થિત્યાતરાના વચ્ચે પણ જેનશાસનનું અનાદિત્વ જે એકસરખું જળવાઈ રહ્યું છે, તે તેજ મહાન સત્તાનું તેજ અને શાસન રક્ષણ અર્થે સ્થપાએલ નાયકોની સંકલનાને
For Private and Personal Use Only