________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦).
સુધા–બિંદુ ૧ લું. કદી કેઈએ ઇચ્છયું નથી, અને છતાં આપણે જોઈએ છીએ કે હજી સુધી કે અમરપટાવાળો થયું નથી. અનાદિથી રખડતા આપણે દરેક ભવમાં મરણથી ડર્યા છીએ. સર્વકાળનું જીવન તયાર થાય, હંમેશને માટે મરણભય દૂર થાય તે કઈ રસ્તે આપણે જે નથી, જાણે નથી, તે વિચાર્યોયે નથી; તે શ્રદ્ધાને પ્રયત્નથી તે રસ્તે પગલાં તે કયાંથી મંડાય ? તે રસ્તે કર્યો છે? તે રસ્તે કેમ જવાય, તે રસ્તે જવા માટે શા શા પ્રયત્ન કરવા જોઈએ, એ માર્ગના અધિકારી કેમ થવાય વગેરેથી તે વિષયે આગળ ચર્ચાશે.
આ પ્રકરણમાં આપણે જોયું કે અહિંસા એટલે હિંસાના પચ્ચખાણ આયુષ્ય કોઈનું તેડ્યું તૂટતું નથી તે હિંસાના પકખાણથી શું લાભ? આ વિષયે ખવાસે છે, અને કર્મબંધન એટલે શું એ આપણે સમજી ચુક્યા,
જન્મ-મરણના ફેરે.
અચળ નિયમ. શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન્ ન્યાયાચાર્યજી યશવિજયજી મહારાજ ભવ્ય
જીના ઉપકાર માટે શ્રી જ્ઞાનસાર નામના અષ્ટક કરતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી જ જન્મ, જરા, વેગ, શોક, મરણ, આધિવ્યાધિ, ઉપાધિ, તથા ઈષ્ટ વિગ ને અનિષ્ટ સંગ વગેરે અનેક આપત્તિઓના ચક્કરમાં પડેલે છે, તેમાં દરેક ભવે જન્મ અને મરણ એ બે ચીજ નિયમિત અનુભવે છે, કોઈપણ ભવ જન્મ કે મરણ વગરને ભેગવ્યું નથી, જા પણ નથી. કેઈ જન્મ મરણ વગરનો થઈ શકે નહીં. આ જન્મ અને મરણ બેઉ દશા ભવે ભવે અનુભવેલી હોવા છતાં જન્મની દશા દરેક જીવને ખ્યાલ બહાર રહી જાય છે. જન્મ દશાનાં દુઃખોનું શું વર્ણન કરવું? એ દુઃખે અપાર છે. એ દુઃખને નરકના જેવાં ગણ્યાં છે. સાડા ત્રણ કરોડ રૂવાટાંમાં લેઢાની ધગધગતી સોયે ભેંકે તે કેવી વેદના થાય? એ વેદનાથીયે અનંત ગણી વેદના આ જીવ ગર્ભવાસમાં અનુભવે છે, પરંતુ તે વેદનાને સાક્ષાત્કાર આપણાથી સમજણમાં આવ્યા પછી થઈ શક્તો નથી. એ દુખે કેવી રીતે અનુભવી શકાય ? એ દુખે એકવાર સે જીવે અનુભવ્યાં છે તેનું ભાન કેમ ન રહે? એ દુઃખનું આમ વિસ્મરણ શાથી થતું હશે ? કાળને લીધે. સર્વભક્ષીકાળ દરેક ચીજને ભક્ષ કરે છે અને આ દુઃખનું વિસ્મરણ પણ તેજ કરાવે છે. કાળાંતર પછી એટલે કે જન્મકાળ પછી દુનિયાની સમજણ આવે છે અને પૂર્વકાળે ભગવેલી વેદનાને ખ્યાલ એ સમયે જતું રહે છે. એ વેદનાનું જરા જેટલું સ્મરણ પણ આપણને રહેતું નથી; એટલું જ નહીં પણ સ્મરણ કરવા માગીએ, કેઈ કરાવે તેયે એને સાચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com