________________
માનંદસુધાસિંધુ.
(૩૧૫)
સુધાબંદુ ૧૮. આત્મા અને શરીરનો સંબંધ. આત્મા જ્યારે એક ભવથી બીજે ભવ બદલે છે ત્યારે
તે જુના ભવમાંથી પિતાની સાથે કોઈ પણ ચીજ લઈ જઈ શક્તિ જ નથી. આત્માને બહારની જે કાંઈ ચીજને સંગ થયો હોય તે સઘળું તેને અહીં જ છોડીને જવું પડે છે. શરીર અને આત્માને સંબંધ તે અજબ છે. શરીર અને આત્મા એક બીજામાં તન્મય થએલા છે. શરીરના સુખે આત્મા સુખી થાય છે, આત્માને સુખે શરીર સુખી થાય છે, શરીરના દુઃખે આત્મા દુઃખી થાય છે અને આત્માના દુઃખે શરીર દુઃખી થાય છે. શરીર સાથે આત્મા કે મળેલો છે તે જરા તપાસી જુઓ. પગમાં કાંટે વાગશે અને શરીરને ઉપદ્રવ થશે તે આત્મા જરૂર દુઃખી થશે. દસ હજારની મુંડી બેંકમાં ધીરી હોય અને બેંક ડૂબે તે આત્માને શેક થાય પરંતુ આત્માને શોક થાય તેથી તે શરીર પણ સુકાવા લાગે છે! દરદીને, દાકતર હંમેશાં ચિંતાથી મુકત રહેવાની સલાહ આપે છે. જ્યાં તેને ચિંતા ન હોય, વિચાર ન હોય તેવાજ સ્થાનમાં તેને લઈ જવાનું કહે છે કે જેથી આત્મા ચિંતામુક્ત થાય છે અને તેની ચિંતામુક્તિથી શરીર પણ સુધરે છે.
છતાં સાથે ન લઇ જઇ શકાય! ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે શરીરનું દુઃખ તે
આત્માનું દુખ અને આત્માનું દુઃખ તે શરીરનું દુઃખ છે. આવો આત્મા અને શરીર વચ્ચે ગાઢ સંબંધ છે. આ ઉપરથી જણાય છે કે આત્મા પણ શરીરરૂપ થઈને જ શરીરમાં રહે છે. શરીર સાથે આત્માની આવી તન્મયતા હોવા છતાં શરીરને પણ આત્મા પોતાની સાથે લઈ જઈ શકતેજ નથી. જગતની બીજી સઘળી સંપત્તિ જુઓ તો તે આત્માથી છૂટી પડનારી છે. ઘર, બંગલા, વાડી, સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધી ચીજ આત્માથી અને આત્માવાળા શરીરથી છૂટી પડે છે પરંતુ શરીર એજ એક એવી ચીજ છે કે તે આત્માથી કદાપિ પણ છૂટી પડી શક્તી જ નથી. શરીર ને આત્મા બેને સંગ થાય છે ત્યારથી જ આત્મા શરીરને પાળે છે, પિષે છે, તેને મોટું કરે છે, તેને ટકાવે છે અને એક ક્ષણભર પણ તેને છુટું પાડવા ચહાત નથી, પરંતુ એ શરીર પણ અંતમાં તે પિતાની સાથે લઈ જઈ શકતો નથી. આવું અલૌકિક અને કલ્પનામાં પણ ન આવે તેવું આત્માનું અનન્યપણું આ શરીરની સાથે જ છે. આટલું છતાં એવું પ્રિય શરીર પણ આત્મા પિતાની સાથે લઈ જઈ શકતું નથી.
» બધાને વળગે છે. શરીરને સોગ આત્માને આખા ભવમાં થાય છે અને એ
* સંગ થએલો મટતું નથી. કુટુંબ, ઘર, બાગબગીચાથી આપણે વ્યક્તિને મુક્ત થએલી ટી થએલી જઈએ છીએ પરંતુ કેઈપણ પ્રસંગે શરીર વિનાના આત્માને આપણે જોઈ શકતાજ નથી. બેરી, છોકરાં, પતિ, પત્ની એ સઘળાંની સાથે મનુષ્યને આપણે છૂટે પડેલે જઈએ છીએ કારણ કે એ સઘળી વસ્તુઓ મનુષ્યને વળગેલી નથી હોતી પરંત મનુષ્યજ એને વળગેલા હોય છે. આ ઉપરથી જણાય છે કે જે વસ્તુથી મનુષ્ય છૂટે પી શકે છે તે વસ્તુઓ અન્ય છે અને તે વસ્તુને મનુષ્ય પિતેજ વળગેલ હોય છે તેથી તે તે વસ્તુએથી છૂટું પડી શકે છે. જેનાથી “હું” છૂટે પડેલો દેખાય છે તે સઘળી ચીજો “હુને વળગેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com