________________
આનંદ-સુધાસિંધુ
(૩૨૮)
સુધારબિંદુ ૧ લે. બની જાય છે ત્યારે એ જ સગાંસંબંધીઓ તેને સ્મશાન સુધી ફેંકી આવે છે અથત કુતરાના મૂળ કરતાં પણ આ શરીર વધારે નપાવટ છે. હવે દરેકે પિતે વિચારવાનું છે કે પોતે ઘર-પરિવારને હાથે પ્રણામ કરી તેને ત્યાગ કરી જ એ સારું છે કે પાછળથી કુટુંબીઓ ઉઠાવીને ફેંકી દે એ સારૂં છે? ત્યાગ કે મરણ એ બંને પ્રકારે ગૃહત્યાગ તે કરવાનો છે જ! બંને ગૃહત્યાગમાં પરિવારને રડવાનું તે છેજ ! તો પછી કયા ત્યાગનું રેઇન ઈષ્ટ છે તે તમે વિચારી જુઓ. શરીર રૂપી આ કંપનીને શેરહોલ્ડર લીકવીડેશનમાં લઈ જાય તે પણ ભાગીદારોને તે રોવાનું જ છે અને માગનારા લીકવીડેશનમાં લઈ જાય તો પણ તેમને રેવાનું તે છેજ. અર્થાત દીક્ષા લઈ ગૃહત્યાગ કરે તે પણ સંબંધીઓ તે રડવાનાજ અને મરણથી જ ગૃહત્યાગ કરે તે પણ સંબં. ધીએ તે રડવાનાજ ! આત્મા એ મેનેજીંગ એજટ છે શેરહોલ્ડ-સગાંસંબંધીઓના ભાગ્યમાં આ રીતે
રડવાનું તે નિર્માએલું છે જ, પરંતુ તેમના ભાગ્યમાં રડવાનું નિર્માએલું જ છે તેથી કાંઈ આપણે ખેટું ખાતું ચલાવી શકતા નથી. શેરહોલ્ડરોને રડવું ન પડે એમ ધારીને એજટ ખોટું ખાતું જ ચલાવ્યા કરે તેથી કાંઈ તેને પ્રામાણિક અથવા શિ યાર માનવામાં આવતું નથી. તમે એ તમારા શરીર રૂપી કંપનીના એજટ છે? તમારી કાયા એ ” “મેસર્સ ખાઉં ખાઉંની કપની” છે, અને ખાઉં ખાઉંની કંપનીના તમે મેનેજીંગ એજંટ છે. શરીરના સગાંઓ અર્થાત શરીર સાથે સંબંધ રાખનારાઓ તે આ કંપનીના શેરહોલ્ડર છે. હવે શેરહોલ્ડરો રડશે અથત સગાંસ્નેહીઓ રડશે એમ ધારીને તમારે શરીર રૂપી કંપની ચલાવ્યાજ કરવી અર્થાત તમારા શરીરને તમારે સંસારની ઘટમાળમાંજ પાવી રાખવું એ કોઈપણ રીતે ઈષ્ટ નથી જ એજંટની કંપનીના ડીરેકટરો પર શી ફરજ છે, એ એજટે અવશ્ય ધ્યાનમાં રાખવા જરૂર છે. કંપની જે ખેટમાં ચાલતી હોય અને એ પેટ ઢાંકી રાખીને એજટ અને ધકાવ્યે જાય તે એવા કારસ્થાન માટે કંપનીનો એજટ પોતેજ જવાબદાર છે. જે એજટ બેટ જોઈને પણ કંપની ચાલુજ રાખે છે તે એજટ બેઈમાન કરે છે. આ શરીરરૂપી કંપની પણ અવિરતિ, આરંભ, વિષય, કષાયનું દેવું કરી રહી છે અને એ દેવાથી કંપની ચલાવે છે તે એજટ રૂપી આપણે પણ બેઈમાન છીએ એજ તેથી સ્પષ્ટ થાય છે. કંપનીને એજંટ શેરહોલ્ડરને અંધારામાં રાખી કંપનીની આંટ પર નાણું લાવી તે યાહેમ ખરચી ખાય તે તેને પરિણામે તેને વગર ભાડાની કેટલીજ સેવવી પડે છે. એ જ પ્રમાણે આત્મા પણ અવિરતિ, કષાય આદિનું દેવું કર્યા જ કરે અર્થાત અવિરતિથી કર્મ ભાર વધાર્યા જ કરે તે એને માટે પણ નરક-નિગોદની વગરભાડાની કોટડી તૈયારજ છે. શરીરરૂપી આ મનુષ્ય મીલ છે. તમે મીલમાલેક બનીને એ શરીર ઉપર દેવું કર્યા જાએ આરંભાદિ કર્યા જ જાએ તે આ દેવા રૂપી કર્મભારથી એ દશા આવે છે કે કંપની ફેઈલ થાય છે !
લીકવીડશનમાં જ મોકલો, કંપની ફેઈલ થાય એટલે શેરહોલ્ડરો રૂપી સગાંઓને માથે
ફાળો ઓઢીને રોવાનું તે ખરૂજ પરંતુ એજંટની દશા તે એનાથીએ બુરી છે. એજંટની દશા કેવી બુરી છે તેનો વિચાર કરજે. કંપનીની આંટ પર આવેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com