Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 375
________________ આનંદ-સુધાસિંધુ. (૩૪૭) . અમુક ૧ માત્ર તમારી મોક્ષની ભાવના અને એ દિશાએ તમારે હાથે થએલા કામને જ દાદ આપે છે! આ ભવરૂપી ચકકર મહા ભયંકર છે. આ ચકકરમાં જે પડે છે તેના પણ લેગ મળ્યા છે એમ જ સમજવાનું છે. આ ભવાચક પણ બીજા કશાનો હિસાબ ગણતું જ નથી. પાણીની પાસે એક જ વાત છે કે તેના પ્રવાહમાં જે આવે છે તેને તે તાણી જાય છે, પાણીના પ્રવાહમાં જે વરી શકે એવો હોય તે જ માત્ર બચે છે. મહાસાગરનું જળ તમારી વિદ્વત્તાને માનતું નથી, તે તમારી લાગવગને જોતું નથી, તે તમારા પૈસાની દરકાર રાખતું નથી, એવુંજ કર્મચક્ર પણ મહાભયંકર છે તેના આંટા પણ ઓટોમેટિકલી ફરતાજ જાય છે અને તેમાં જે આવે છે તે પીસાઈ-ભીસાઈ જાય છે ! કર્મનું ચકે ખરેખર એટલું બધું ભયંકર છે કે કોઈ વાત ન પૂછે ! તમે નાદાન છે કે વિદ્વાન હે, રોગી હે કે નરગી હે, બહાદુર છે કે કાયર હે, તેને તેને હિસાબ જ નથી તેને તે હિસાબ એક માત્ર એટલો જ છે કે કેમ પિતાના ફેફસામાં બીજાને ફસાવવા! પાણીના પ્રવાહને માત્ર “તરવાવાળે કે ન તરવાવાળે” તેને જ હિસાબ છે, તેજ પ્રમાણે કર્મને તે માત્ર બીજાને કેમ બાંધવા તેનેજ અંગે વિચાર રહે છે. એથી જ શાસ્ત્રકારે, જે આહારાદિના વિચારવાળા છે તેને વિચારશીલ નથી જ માનતા અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળના ભવેને અંગે જે વિચારવાળા છે તેમને જ વિચારશીલ માને છે. હવે એ વિચારશીલતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે તે જોઈએ. એને માટે જૈનશાસને ધેરીમાર્ગ દર્શાવ્યું છે. (૧) આ મહાભયાનક ભવ અનાદિનો છે. (૨) ભવભ્રમણ પણ અનાદિનું છે અને (૩) કર્મયોગ પણ અનાદિને છે એ ગળથુથી આ સઘળાની ચાવી છે. એજ એક ગળથુથી આ ત્રણ વસ્તુને ગળથુથીમાં જે માબાપ પોતાના બાળકમાં નાખે છે તે માબાપ પિતાના બાળકનું મોટામાં મોટું હિત કરે છે અને તે બાળક એ ગળથુથીને પ્રતાપે એવું બની શકે છે કે જે જૈનશાસનની દષ્ટિએ વિચારવાળું ગણી શકાય! દરેક જેને વિચારશીલતાની આ સ્થિતિ પ્રાપ્ત કરવા જેવી છે એટલું જ નહિ પરંતુ તે જે માત્રને આવશ્યક છે. અરે! આગળ વધીને કહીએ તે પ્રત્યેક જૈનની એ ફરજ છે. એટ- લાજ માટે જૈનશાસન પુકારી પુકારીને કહે છે કે હે ભાગ્યવાને! તમે તમારા બાળકેને ધનને વાર આપે છે, વેપારના સંસ્કારને વારસો આપે છે, તે જ પ્રમાણે તમારે ધમી તરીકે તમારા - બાળકને કશો વારસો આપવાનું છે તેને પણ ખ્યાલ રાખજો! હું પૂછું છું કે કેટલા માબાપેએ પોતાના બાળકો માટે કદી આ ખ્યાલ પણ કર્યો છે વારં? તમે ધર્મ છે એમ તમે પિતે માનતા હે તે તમારી સાથી પહેલી, સૌથી છેલી અને હર વખતની સાચી ફરજ એ છે કે તમારે તમારા બાળકને ધર્મિપણાને વારસે આપવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 373 374 375 376