Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 374
________________ આનંદ ચારિક વાને છે. જેમ પિલા શેઠજી ભણેલા ગણેલા ઉસ્તાદ હતા પરંતુ તેમની ઉસ્તાદી બાજુએ રહી ગઈ અને પાણીમાં પડીને ડુબી ગયા, કારણ કે તેઓ તરવાને ઉપાય શીખ્યા ન હતા અને તેમણે એ બાજુએ બેદરકારી બતાવી હતી તે જ પ્રમાણે આપણે પણ જે તારણને મા ન શોધીશું અને તેના રસીયા ન બનીશું તે આપણે પણ ઉસ્તાદ બન્યા હોવા છતાં અને આપણી પણ ઉસ્તાદીરૂપ પૈસેટકે, બેરીકરાં બધું આપણી પાસે કાયમ રહ્યું હોવા છતાં આપણે પણ ૨ ડુબીજ જવાના છીએ. આપણે પણ તરતાં શીખે. જે આપણે ડુબી ન જવું હોય, આપણને પેલા શેઠના જેવી દશા પસંદ ન પડતી હોય તે તેને માર્ગ એજ છે કે આપણે પણ તારણના ભાગ તરફ પ્રીતિ રાખવી જોઈએ. વેપાર આમ થાય, કમાણ આમ થાય, નફે આમ વધે એ બધા ભણતરથી આપણે કાંઈ શીખી શકવાના નથી. આપણું ખરી વાત તે ત્યારે જ શીખી શકીશું કે જ્યારે તરવાનું શીખીશું. આપણે આહારમાં ઘણા હોંશિયાર છીએ. નવી નવી ચીજો બનાવતાં અને તેને સ્વાદ લેતાં આપણે પુરેપુરૂં શીખ્યા છીએ. દુનિયાદારીમાં આપણે પાવરધા બન્યા છીએ પરંતુ તરવાને માર્ગ આપણે હજી શીખ્યા જ નથી. એ તારણને પ્રેમ રાખ્યા વિના આપણે છૂટકે થવાને જ નથી. જે નદીમાં જાય છે–દરિયામાં પડે છે તેણે તરતાં શીખવું જ જોઈએ. જે તરતાં ન શીખે તે તેનું જીવતર ધૂળ જ થાય! તે જ પ્રમાણે આપણે પણ આ ભયાનક ભવસાગરમાં પડેલા છીએ અને આપણે અહીંથી ત્યારેજ બચી શકીએ કે જે આપણને તરતાં આવડતું હશે ! એકજ હેતુઃ આજ હેતુથી શાસ્ત્રકાર મહારાજાઓએ તેનેજ વિચારવાળે માન્ય છે કે જે ભૂતકાળની, ભવિષ્ય કાળની અને વર્તમાન કાળની જિંદગીને જ વિચાર કરે છે. શાસ્ત્રકારની દ્રષ્ટિ, વિષયને પિષવાની નથી. તમે ચપાટી ઉપર નવે બંગલ કેવી રીતે ખરીદી શકે એ શાસ્ત્રકાર તમને બતાવવાને ધંધે લઈ બેઠા નથી. તેઓ ધંધે જ તારણને લઈ બેઠા છે અને તેથી જ જેઓ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની જિંદગીઓને વિચાર કરે છે તેનેજ શાસ્ત્રકારોએ વિચારશીલ માન્યા છે, મહાસાગરને પ્રવાહ મહારાજા કે વિદ્વાનને ગણતો નથી. તમે યુનિવર્સિટિની કેટલી ડીગ્રી મેળવી છે તે વાત પાણીને વહેળો જેતે નથી. તમારે કેટલાં છેકરાં છે, કેટલી સ્ત્રી છે અને કેટલા પૈસે છે તેની પણ એને દરકાર નથી. તમે એના પ્રવાહમાં પડયા એટલે એ તમને ઘસડીજ જવાને! તે તે તમને ત્યારે જ દાદ આપશે કે જ્યારે તમારામાં તરવાની કળાને પણ પ્રાદુર્ભાવ થએલે હશે. ઉચ્ચ શિક્ષણ ત્યાં નકામુ છે. જેમાં પાણીનો પ્રવાહ તમારા ઉચ્ચ શિક્ષણને નથી ગણત પરંતુ માત્ર તમારી તરવાની શકિતને જ ગણે છે, તેજ પ્રમાણે આ સંસારને પ્રવાહ પણ તમારી અકકલ હેશિયારીને માન આપતેજ નથી, તે યં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376