________________
આનંદ-સુધાસિંધુ.
(૩૪૩)
સાબિંદુ ઉં. હેત તે તે પરિણામ એ આવત કે આ જગતમાં કોઈપણ આત્મા વિચારશીલતા વિનાને રોજ ન હોત ! આથીજ શાસ્ત્રકારોએ સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભાગે પાડયા છે. આહાર આદિની અપેક્ષાએ અથવા ચાર સંજ્ઞાની અપેક્ષાએ જોઈએ તે આ જગતમાં કોઈપણ આત્મા અસંશી કરી શકે જ નહિ. આ જગતમાં કેટલાક આત્માઓ વિષયોનેજ અંગે વિચારવાળા છે, કેટલાક આહારને અંગે વિચારવાળા છે, કેટલાક માત્ર વર્તમાનકાળને વિષેજ વિચારવાળા છે, તે કેટલાક ત્રણેકાળને વિષે વિથાવાળા છે; એટલાજ માટે શાસ્ત્રકારોએ હેતુસંજ્ઞી અને હેતુઅસંજ્ઞા એવા ભેદ પાડેલા છે. હવે હેતુસંજ્ઞી અને હેતુઅસંશી જી કેવા છે અને તેના વર્તન કેવા છે અને તેના વર્તન કેવા છે તે જોઈએ. સણીપંચેન્દ્રિય તે શું? જે જીવાત્માઓ ત્રણેકાળના વિચારવાળા હોય પરંતુ માત્ર વિષ
પુરતજ વિચાર ત્રણેકાળને માટે કરનારા હોય તેવા જીવને શા હેતુસંજ્ઞી કહે છે, અને જેઓ વિચાર નહિ કરનારા હોય તેવા જીવને શાસ્ત્રો હેતુઅસંશી કહે છે. આ સંસારમાં કેટલાક જ એવા છે કે જેઓ માત્ર ત્રણકાળને માટે વિચાર કરે છે પરંતુ માત્ર વિષય અને તેને પામવાની પ્રવૃત્તિઓ સંબંધીનાજ ત્રણેકાળને માટે વિચાર કરે છે. વળી કેટલાક જીવો માત્ર વર્તમાન ભવને અંગેજ વિચાર કરે છે. આ બંને પ્રકારના જીવોને શાસકાર મહારાજાઓ અસંજ્ઞીજ કહે છે. બીજા કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. આ જીવ સંજ્ઞી પંચેન્દ્રિય શાથી કહેવાય છે તે હવે જોઈએ. જે છે ત્રણેકાળના વિષયોને અંગેજ વિચાર કરે છે અથત કે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને માત્ર વિષયને અંગેજ વિચાર કરે છે તે સઘળા છ સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે.
તાત્વિક સંસી કેણ? હવે જે નાસ્તિક સંજ્ઞી પંચેન્દ્રિય જીવે છે તે સઘળા છે પણ
પોતાના વિષયોની રક્ષાને અંગે ત્રણે કાળને વિચાર કરે છે એટલે ત્રણે કાળના વિચાર માત્રથી જ આપણે કોઈને સાચે સંજ્ઞી કહી શકતા નથી. સાચે સંજ્ઞી અથવા તે તાત્વિક સંજ્ઞી તે તેજ છે કે જે જીવ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની જિંદગીને જ વિચાર કરે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જે છો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જિંદગીને જ વિચાર કરે છે તેજ તાત્વિક સંજ્ઞી છે. હવે કેઈ અહીં એવી શંકા કરશે કે જે ત્રણે કાળનો જે વિચાર કરે છે, તે જ આત્મા સંસી છે, તે પછી બધાજ આત્માઓને સંજ્ઞી કહેવા જોઈએ કે જેઓ ત્રણે કાળને અંગે વિચારવાળા હેય, પછી ભલે તે વિચારે જગતને અંગે હા, વિષયેને અંગે હો અથવા તે જિંદગીને અંગે હે ! ઠીક! આ શંકાને વિચાર કરીને તેનું નિરાકરણ કરતાં પહેલાં જગતની અર્થાત્ વ્યવહારની દ્રષ્ટિ કેવી છે તે તપાસીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com